શોધખોળ કરો

Lok Sabha: આજે સાંજે દિલ્હીમાં ગુજરાત ભાજપની ચાર બેઠકો માટે ચર્ચા, આ બેઠક પર મહિલા ઉમેદવાર સંભવ

ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ પોતાના બાકીના ઉમેદવારો માટે મંથન અને ચર્ચા કરી રહ્યા છે. આ માટે દિલ્હીમાં પણ લાંબી ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે

Lok Sabha Election: સમગ્ર દેશમાં ચૂંટણી માહોલ જામ્યો છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસના કેટલાક ઉમેદવારો અંગે મંથન થઇ રહ્યું છે. આમાં ગુજરાતની કેટલીક બેઠકો સામેલ છે. ભાજપ પોતાની ગુજરાતની ચાર બેઠકો સહિત અન્ય રાજ્યોની બેઠકો માટે મંથન કરશે, આજે સાંજે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાશે. આ પછી આગળની યાદી આવી શકે છે. 

ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ પોતાના બાકીના ઉમેદવારો માટે મંથન અને ચર્ચા કરી રહ્યા છે. આ માટે દિલ્હીમાં પણ લાંબી ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. આજે સાંજે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળશે. આજે સાંજે દિલ્હીમાં મળનારી આ બેઠકમાં ગુજરાત સહિત અન્ય રાજ્યોના ઉમેદવારોના નામો પર મંથન થશે. આ બેઠક પીએમ મોદી, અમિત શાહ, જે.પી.નડ્ડા સહિતના પાર્ટીના મોટા નેતાઓની ઉપસ્થિતિમાં યોજાશે. ગુજરાતની બાકીની ચાર બેઠકોના ઉમેદવારો પર પણ મંથન સંભવ છે. સુત્રો અનુસાર, કહેવાઇ રહ્યું છે કે, અમરેલીથી ભાજપ મહિલા ઉમેદવારને ઉતારે તેવી શક્યતાઓ છે, જ્યારે સુરેન્દ્રનગર, જૂનાગઢ અને મહેસાણાના ઉમેદવારોના નામ પર મંથન થશે.

સાબરકાંઠામાં 'પત્રિકા વૉર', ભાજપના ભીખાજી ઠાકોરે અટક બદલી ? ડામોરમાંથી ઠાકોર થયાની વાતને લઇને વિરોધ

સાબરકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવારને લઇને વિવાદ સર્જાયો છે, તે હવે ધીમે ધીમે વધી રહ્યો છે. ભાજપે પોતાની બીજી યાદીમાં સાત નામોની જાહેરાત કરી હતી, જેમાં સાબરકાંઠા બેઠક પર ભાજપે ભીખાજી દુધાજી ઠાકોરને ઉમેદવાર બનાવ્યા હતા, જોકે, ગણતરીના કલાકોમાં જ ભીખાજી દુધાજી ઠાકોરની અટકને લઇને સમગ્ર મતવિસ્તારમાં વિવાદ ઉભો થયો હતો, સોશ્યલ મીડિયા પર ભીખાજીને ઠાકોરની જગ્યાએ ડામોર અટક હોવાની વાતો ચર્ચાઇ રહી છે. હવે આ મામલે વિવાદ વધુ ઉગ્ર બન્યો છે, સોશ્યલ મીડિયા પર પત્રિકા વૉર શરૂ થયુ છે, જેમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષને સંબોધીને એક પત્રિકા વાયરલ થઇ રહી છે.

સાબરકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવારની અટકને લઇને વિવાદ વધુ ઘેરો થયો છે, સાબરકાંઠા મતવિસ્તારમાં બહુમતી ધરાવતા ઠાકોર સમાજના નામે એક પત્રિકા વાયરલ થઇ રહી છે, જેમાં ભીખાજીની અટકને લઇને વિવાદ છે. હાલમાં સાબરકાંઠાના ભાજપ ઉમેદવાર વિરૂદ્ધ આ પત્રિકા વૉર પુરજોશમાં શરૂ થયુ છે. આ પત્રિકામાં ભીખાજીની અટકને લઇને કહેવાઇ રહ્યું છે કે, ભીખાજી ડામોરે જ્ઞાતિ બદલી છે અને ડામોરમાંથી ઠાકોર થયા છે. આ વિવાદને લઇને સમગ્ર બેઠક પર વિરોધના સૂર ઉઠ્યા છે. અરવલ્લી અને સાબરકાંઠાના ઠાકોર સમાજના નામથી આ પત્રિકા પ્રદેશ ભાજપ અધ્યક્ષને સંબોધીને લખાઇ છે. 

સાબરકાંઠા જિલ્લામાં બે ટર્મ બાદ ભાજપે પોતાનો લોકસભા ઉમેદવાર બદલ્યો છે, આ પહેલા અહીં દીપસિંહ રાઠોડ ચૂંટાઇ આવ્યા હતા. જોકે, આ વખતે ભાજપે ગયા અઠવાડિયે જાહેર કરેલી પોતાની બીજી યાદીમાં ભીખાજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. ભીખાજી ઠાકોરના નામની જાહેરાત થતાં જ સોશ્યલ મીડિયા વૉટ્સએપ પર ભીખાજી ઠાકોરની અટકને લઇને એક વિવાદ શરૂ થયો હતો, જેમાં તેમને ભીખાજી ડામોર તરીકે દર્શાવવામાં આવ્યા હતા. 

ભાજપ દ્વારા સાબરકાંઠા બેઠક પરનાઉમેદવાર ભીખાજી ઠાકોરને લઇને વૉટ્સએપ પર એક પૉસ્ટ વાયરલ થઇ રહી હતી, જેમાં દર્શાવવામાં આવ્યુ હતુ કે ભીખાજી લાંબા સમય અગાઉ ડામોર અટક લખવતા હતા અને થોડા સમય અગાઉથી તેઓ ઠાકોર અટક લખવતાં થયા છે, આ વાતને લઇને સોશ્યલ મીડિયા પર વિવાદ છેડાયો હતો.

સાબરકાંઠા જિલ્લાની લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી એ ઉમેદવાર જાહેર કરતા તેની પેટા જ્ઞાતિ ને લઈ સોશિયલ મીડિયા પર વિવાદ છેડાયો છે જેનો આજે લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર ભીખાજી ઠાકોર દ્વારા ખુલાસો કરવામાં આવ્યો. અગાઉના વર્ષમાં ભીખાજી ઠાકોર પોતાની અટક તરીકે ભીખાજી ડામોર લખાવતા હતા અને ત્યારબાદ તેઓ ઠાકોર અટક લખાવી રહ્યા છે જેને લઇને તેઓની ઉમેદવારી 

BJP Sabarkantha: સાબરકાંઠા ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરની અટકને લઇને વિવાદ વકર્યો, ડામોરમાંથી ઠાકોર થયાની ચર્ચા

સાબરકાંઠા લોકસભા ભાજપ ઉમેદવાર ભીખાજી ઠાકોરે શું કર્યો ખુલાસો - 
ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરાયેલા ઉમેદવાર ભીખાજી ઠાકોરે પોતાની અટક, જ્ઞાતિ અને પેટા જ્ઞાતિ અંગે ખુલાસો કર્યો છે. ગઇકાલે હિંમતનગર ખાતે સર્કિટ હાઉસમાં પત્રકાર પરિષદને સંબોધતા તેમને સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા મેસેજને લઈને ખુલાસો કર્યો હતો, ભીખાજી ઠાકોરે કહ્યું હતું કે, હું ઠાકોર કૉમ્યુનિટીનો જ વ્યક્તિ છું, અને અગાઉ પણ ભારતીય જનતા પાર્ટીના ઓબીસી મોરચાના અલગ-અલગ હોદ્દા ઉપર પણ સેવાઓ આપેલી છે, તેમજ પ્રદેશ કક્ષાએ સામાજિક સંગઠનોમાં પણ સેવાઓ આપેલી છે, તેઓ ખૂલાસો કરવામાં આવ્યો છે જોકે એટલું જ નહીં પરંતુ ઠાકોર કૉમ્યુનિટીના લોકો ડામોર અટક લખાવતા હોય અને તેવા 50,000 કરતાં વધુ મતદારો હોવાનો પણ તેઓએ દાવો કર્યો છે. ચૂંટણીટાણે વિપક્ષ દ્વારા આ પ્રચાર કરવામાં આવી રહ્યો હોવાની પણ વાત કરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar Rain | અમદાવાદ બાદ ગાંધીનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીDwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈAhmedabad Rain | અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, બપોરે ધોધમાર વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયાGujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે  NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
Embed widget