શોધખોળ કરો

LokSabha Election 2024: અમિત શાહ, સી.આર.પાટીલ અને પરેશ ધાનાણીએ ભર્યું ઉમેદવારી પત્ર

LokSabha Election 2024: ગાંધીનગર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું

LokSabha Election 2024: ગાંધીનગર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. CM મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.  જ્યારે નવસારી બેઠક પરથી સી.આર.પાટીલે ઉમેદવારી પત્રક ભર્યું હતું જ્યારે રાજકોટ બેઠક પરથી કોગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ પણ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.

'છેલ્લા પાંચ વર્ષમાં 22 હજાર કરોડથી વધુના વિકાસકાર્યો થયા'

ફોર્મ ભર્યા બાદ અમિત શાહે કહ્યું હતું કે મારા માટે આ ગૌરવની વાત છે. આ બેઠક પર PM મોદી પોતે મતદાતા છે. ગાંધીનગર બેઠકના મતદાતાઓએ અપાર પ્રેમ આપ્યો છે. ગુજરાતમાં ભાજપની સરકારે ઘણા કાર્યો કર્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં 22 હજાર કરોડથી વધુના વિકાસકાર્યો થયા છે. ગાંધીનગર બેઠકના મતદાતાઓએ મને આશીર્વાદ આપ્યા છે. આ ચૂંટણી PM મોદીને ત્રીજી વખત PM બનાવવાની ચૂંટણી છે. મોદીજીએ દેશને સમૃદ્ધ બનાવવાનું કાર્ય કર્યુ છે. મોદીજીને ત્રીજી વખત PM બનાવવા દેશની જનતા ઉત્સુક છે. અબ કી બાર 400ને પાર સાથે મોદીજી ત્રીજીવાર PM બનશે.

અમિત શાહે કહ્યું કે 'હું એક નાના બૂથ કાર્યકર તરીકે સંસદમાં પહોંચ્યો છું. સીએમ અને પીએમ તરીકે મોદીના નેતૃત્વમાં બીજેપી સરકારે ઘણું કામ કર્યું. 30 વર્ષથી ધારાસભ્ય અને સાંસદ તરીકે આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું છે. જનતા માટે ઘણું કામ કર્યું. 5 વર્ષમાં 22 હજાર કરોડથી વધુના વિકાસ કામો થયા છે. લોકસભામાં 22 હજાર કરોડ રૂપિયાથી વધુનું કામ થયું. જનતાએ હંમેશા મને પ્રેમ કર્યો છે અને મને ભારે બહુમતીથી જીતાડ્યો છે.

નવસારી લોકસભા બેઠક પરથી ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે પણ ઉમેદવારી પત્રક ભર્યુ હતું. પાટીલે કહ્યું હતું કે વડાપ્રધાન અને અમિત શાહ, જે.પી.નડ્ડાનો આભાર માનું છું. ત્રણ વખત જીત અપાવનાર મતદાતાઓનો પણ આભાર માનું છું.

રાજકોટ બેઠક પરથી કોગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ પણ ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું.  આ સમયે શક્તિસિંહ ગોહિલ અને ક્ષત્રિય આગેવાન ગાયત્રીબા વાઘેલા ઉપસ્થિત રહ્યાં હતા. ફોર્મ ભરતી વખતે દાખલ કરેલ સોંગદનામામાં ધાનાણીએ 40  લાખ 40 હજાર 331ની રોકડની સંપત્તિનો ઉલ્લેખ કર્યો હતો.  વર્ષ 2022-23માં 12 લાખ 69 હજાર 510ની આવક થયાનું જાહેર કર્યું છે. ધાનાણી દંપતિ પાસે કુલ 380 ગ્રામ સોનુ છે તો ધાનાણી દંપતિ પાસે 84 લાખની જંગમ મિલકત પણ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 

Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું

સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ

Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો

મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?

Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?

અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 

Embed widget