શોધખોળ કરો
Advertisement
સોમનાથ મંદિરના પરિસરમાં બનશે મા પાર્વતીનું ભવ્ય મંદિર, સોમનાથ ટ્રસ્ટનો નિર્ણય
સોમનાથ ટ્રસ્ટના નિર્ણય મુજબ યાત્રાધામ સોમનાથ મંદિરના વર્તમાન સંકુલમાં 21 કરોડના ખર્ચે મા પાર્વતી માતાનું ભવ્ય મંદિર બનાવવામાં આવશે.
ગીર સોમનાથ : યાત્રાધામ સોમનાથમાં હવે પછી શક્તિપીઠના દર્શન થશે. સોમનાથ ટ્રસ્ટના નિર્ણય મુજબ યાત્રાધામ સોમનાથ મંદિરના વર્તમાન સંકુલમાં 21 કરોડના ખર્ચે મા પાર્વતી માતાનું ભવ્ય મંદિર બનાવવામાં આવશે. આ મંદિર શ્વેત આરસમાંથી બનાવવામાં આવશે. હવે સોમનાથમાં મા પાર્વતીનું મંદિર બનવાના લીધે શિવની સાથે શક્તિના પણ દર્શન થશે. સોમનાથના દર્શને વર્ષે લાખો ભાવિકો આવે છે.
અહી ભગવાન સોમનાથ સાથે ગૌલોકધામ ખાતે ભગવાન શ્રી કૃષ્ણ નીજધામ ગયા તે મંદીર છે તો તાજેતરમાં ભવ્ય રામ મંદીરનું પણ અહીં નિર્માણ થયું છે. પરંતુ અહી માતા પાર્વતીજીનું મંદીર ભવ્યતા પુર્ણ ન હતું ત્યારે સોમનાથ ટ્રસ્ટે તાજેતરમાં સોમનાથ મંદીર પરીસરમાં જ પાર્વતી માતાજીનું મંદીર બનાવવાનો નિર્ણય લીધો છે.
સોમનાથ મંદીર નજીક પૌરાણીક પાર્વતી માતાજીની જે જગ્યા છે તેને જે તે સ્થિતિમાં રાખી મંદીર સામે યજ્ઞશાળાની બાજુમાં(જ્યાંથી ભાવીકો માટે બહાર જવાનો) દરવાજો છે ત્યાં રૂપિયા 21 કરોડનાં ખર્ચથી સફેદ માર્બલમાં ભવ્ય માતા પાર્વતીજીનું મંદીર નિર્માણ કરવા ટ્રસ્ટે નિર્ણય કર્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion