BZ Group: 'વરઘોડો નહીં, વટથી ઘોડા પર બેસાડીને લાવીશું' - ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં સાબરકાંઠામાં સંમેલન યોજાયુ
Bhupendrasinh Zala, BZ Group Ponzi scheme: બીઝેડ ગૃપના માલિકા અને મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા અત્યારે 6000 કરોડની પૉન્ઝી સ્કીમ કેસમાં જેલમાં બંધ છે

Bhupendrasinh Zala, BZ Group Ponzi scheme: રાજ્યમાં ચકચારી મચાવનારી બીઝેડ પૉન્જી સ્કીમ કાંડને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થકોએ સમર્થનમાં એક મેગા સંમેલન યોજ્યુ હતુ, જેમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાને છોડાવવા અને મળતિયાઓએ હવાતિયા શરૂ કરી દીધા છે. ગઇકાલે સાબરકાંઠા જિલ્લાના ઝાલાનગરમાં એક સંમેલન યોજીને હૂંકાર કર્યો છે કે, ભૂપેન્દ્રસિંહ ઝાલાનો વરઘોડો નહીં પરંતુ ઘોડા પર બેસાડીને લાવીશું.
બીઝેડ ગૃપના માલિકા અને મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા અત્યારે 6000 કરોડની પૉન્ઝી સ્કીમ કેસમાં જેલમાં બંધ છે, પરંતુ ગઇકાલે એક મેગા સંમેલન ઝાલાનગરમાં યોજાયુ હતુ. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ઠેર ઠેર ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં પૉસ્ટરો લાગ્યા છે. ઝાલા નગરમાં યોજાયેલા એક મેગા સંમેલનમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાને સમર્થકોએ જાહેર મંચ પરથી હૂંકાર કર્યો હતો કે, ભૂપેન્દ્રસિંહ ઝાલાનો વરઘોડો નહીં નીકળે, પરંતુ જે દિવસે ભૂપેન્દ્રસિંહ ઝાલા જેલમાંથી બહાર આવશે તે દિવસે તેમને ઘોડા પર બેસાડીને લાવીશું. સમર્થકોએ કેટલાક આરોપો પણ લગાવ્યા હતા, તેમને આ સમગ્ર ષડયંત્ર હોવાની વાત પણ કહી હતી. હાલમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા જ્યૂડિશિયલ કસ્ટડીમાં બંધ છે, સમર્થકોનો જાહેર સંમેલનમાં હુંકાર કર્યો કે ભૂપેન્દ્રસિંહને વટથી છોડાવીશું, અત્યારે બે-ચાર કૂદાકૂદ કરતા હતા કે બધાનો વરઘોડો નીકળે છે. ભૂપેન્દ્રસિંહ જ્યારે છૂટશે ત્યારે ઘોડા પર લઈ આવીશું. ઉલ્લેખનીય છે કે, ઝાલા નગરના આ સંમેલનમાં પૂર્વ પોલીસકર્મી પણ જોડાયો હતો.
આ પહેલા થયા હતા મોટા ખુલાસા
મહાઠગબાજ ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ બાદ આજે CID ક્રાઈમના ડીઆઈજી પરિક્ષિતા રાઠોડ પ્રેસમાં જણાવવામાં આવ્યું હતું કે, “આરોપી દ્વારા પૉન્ઝી સ્કીમ હેઠળ કુલ 11 હજાર લોકો પાસેથી રોકાણ કરાવવામાં આવ્યું છે. આરોપી રોકાણકારોને કેવી લાલચ આપતો હતો તેની તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં આ મામલે 100 જેટલા રોકાણકારોના નિવેદન પણ લેવામાં આવ્યા છે. આરોપીએ 100 કરોડની મિલકત વસાવી છે, અત્યારે તેના સગા સંબંધીઓની મિલકતની પણ તપાસ કરવામાં આવી છે.”
સીઆઈડી ક્રાઈમ પ્રેસમાં વધુ ખુલાસા કરતાં જણાવ્યું કે, આ કેસમાં વધુ આગળની તપાસ ચાલી રહીછે, કુલ 100 જેટલા લોકોના નિવેદન લેવામાં આવ્યા છે. જે લોકોને આ મામલે સામેથી નિવેદન આપવું હોય તેઓ પણ સામેથી આવી શકે તેવું સીઆઈડી ક્રાઈમ દ્વારા જણાવવામાં આવ્યું છે. આરોપી દ્વારા 100 કરોડની મિલકત વસાવવામાં આવી છે તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ તેના સગા સંબંધીઓની મિલકતો પણ તપાસ કરવામાં આવી રહી છે. સીઆઈડી ક્રાઈમે જણાવ્યું કે, આરોપી રાજસ્થાનમાં 10 દિવસ રોકાયો હતો તેવી માહિતી સામે આવી છે. સાથે જ તે છેલ્લા 15 દિવસથી ત્યાં જ રોકાયો હતો. જ્યાંથી તેની ધરપકડ કરવામાં આવી છે તેવી માહિતી સીઆઈડી ક્રાઈમ દ્વારા આપવામાં આવી છે. જે ફાર્મહાઉસમાંથી તે ઝડપાયો હતો તે ફાર્મહાઉસના માલિક સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો





















