Junagadh: ભવનાથમાં મહા શિવરાત્રીના મેળામાં રવેડી શરુ, મોટી સંખ્યામાં સંતો જોડાયા
Junagadh: જૂનાગઢના ભવનાથ ખાતે આજે મહાશિવરાત્રીના દિવસે રંગેચંગે રવેડી નિકળી છે. સાધુ-સંતો સહિતના લોકો મોટી સંખ્યામાં આ રવેડીમાં જોડાયા છે.

Junagadh: જૂનાગઢના ભવનાથ ખાતે આજે મહાશિવરાત્રીના દિવસે રંગેચંગે રવેડી નિકળી છે. સાધુ-સંતો સહિતના લોકો મોટી સંખ્યામાં આ રવેડીમાં જોડાયા છે. રવેડી નિહાળવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભવનાથ તળેટી ખાતે હાજર છે. જાણો જૂનાગઢ ભગવામય બની ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
आशुतोष शशांक शेखर, चन्द्र मौली चिदंबरा,
— Harsh Sanghavi (@sanghaviharsh) February 26, 2025
कोटि कोटि प्रणाम शम्भू, कोटि नमन दिगम्बरा।
આજરોજ પવિત્ર ભૂમિ જૂનાગઢ ખાતે શ્રી બીલનાથ મહાદેવના પૌરાણિક મંદિરમાં દેવાધિદેવ મહાદેવના દર્શન કરી અને વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરીને ધન્યતા અને દિવ્યતાની અનુભૂતિ કરું છું. pic.twitter.com/LycLQeVoMe
નોંધનિય છે કે, રાજ્યભરમાંથી ભાવિકો જૂનાગઢ પહોંચ્યા છે. અલગ-અલગ અખાડાના ધજા-પતાકા અને બેન્ડ વાજા સાથે ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ રવેડીના દર્શનાર્થે પહોંચ્યા છે. રાજ્યની શાંતિ અને સલામતી માટે ભવનાથ મહાદેવને પ્રાર્થના કરી હતી.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી આજે બપોરે બે વાગ્યાથી જુનાગઢમાં હાજર છે. તેઓ બે વાગ્યાથી અત્યાર સુધીમાં અલગ અલગ સાધુ-સંતોને મળ્યા છે. રવાડીમાં પણ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લાભ લીધો હતો. ગૃહ રાજ્યમંત્રીએ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હું સાધુ સંતોના આશીર્વાદ લેવા માટે જુનાગઢ આવ્યો છું. રાજ્યમાં શાંતિ અને સલામતીને લઈને અલગ અલગ સાધુ સંતોના આશીર્વાદ લીધા છે. તો ગૃહ રાજ્યમંત્રીએ શિવરાત્રીની મહિમા વિશે પણ વાત કરી હતી.
મહાશિવરાત્રીની રાત્રિનું ધાર્મિક મહત્વ
મહાશિવરાત્રીના દિવસે ભોલેનાથે માતા પાર્વતી સાથે લગ્ન કર્યા. આ દિવસે દેવી પાર્વતી અને ભગવાન શિવ રાત્રે ભ્રમણ કરવા જાય છે. આવી સ્થિતિમાં જે લોકો રાત્રે જાગે છે અને મહાદેવની પૂજા કરે છે તેમના બધા દુ:ખ દૂર થાય છે અને તેમના જીવનમાં ખુશીઓ આવે છે.
મહાશિવરાત્રીની રાત્રિનું વૈજ્ઞાનિક મહત્વ
મહાશિવરાત્રીની રાત્રે બ્રહ્માંડમાં ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ એવી હોય છે કે એક ખાસ ઉર્જાનો પ્રવાહ વહે છે. આ રાત્રે ગ્રહનો ઉત્તર ગોળાર્ધ એવી રીતે સ્થિત હોય છે કે મનુષ્યની અંદરની ઉર્જા કુદરતી રીતે ઉપર તરફ જવાનું શરૂ કરે છે. એવું માનવામાં આવે છે કે કુદરત પોતે જ માણસને તેના આધ્યાત્મિક શિખર સુધી પહોંચવામાં મદદ કરી રહી છે. તેથી મહાશિવરાત્રીની રાત્રે જાગતા રહેવાનું અને કરોડરજ્જુ સીધી રાખીને ધ્યાન મુદ્રામાં બેસવાનું કહેવામાં આવે છે.
આ પણ વાંચો...





















