શોધખોળ કરો
Advertisement
ભાવનગરમાં ઝઘડાની દાઝ રાખીને છરીના ઘા મારીને યુવકની કરાઈ હત્યા, જાણો વિગત
ભાવનગરના બંદર રોડ પાસે વૈશાલી ટોકીઝ નજીક યુવાનને જૂની અદાવતમાં છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી. પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને હત્યા અંગેની તપાસ શરૂ કરી.
ભાવનગર: ભાવનગરના બંદર રોડ પાસે વૈશાલી ટોકીઝ નજીક યુવાનને જૂની અદાવતમાં છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. આ બનાવ અંગેની જાણ પોલીસને કરાતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને હત્યા અંગેની તપાસ શરૂ કરી હતી.
આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ, ભાવનગરના કરચલીયા પરા વિસ્તારમાં રહેતા પ્રવિણભાઈ છગનભાઇ ચુડાસમાને તે જ વિસ્તારમાં રહેતા જીગ્નેશ ઉર્ફે જીગામામા ધીરૂભાઇ બાંભણીયા સાથે અગાઉ થર્ટી ફસ્ટના રોજ ઝઘડો થયો હતો જેની દાઝ રાખી પ્રવિણભાઇ તથા તેના સાઢુભાઇ બંદર રોડ પાસે આવેલ વૈશાલી ટોકીઝથી પ્રેસ રોડ જવાના રસ્તે ઉભા હતા તે દરમિયાન આરોપી જીગ્નેશએ તેને છરીના ઘા મારીને તેની હત્યા કરી હતી.
આ ઘટના અંગે પોલીસને જાણ કરાતાં પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસ વધુ તપાસ શરૂ કરી હતી. આ ઘટના બાદ લોકોના ટોળાં વળ્યા હતાં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
બિઝનેસ
અમદાવાદ
Advertisement