દેવાયત ખવડને ઘરમાં ઘૂસીને મારવાની ધમકી! મેઘરાજસિંહનો પડકાર, કાઠી સમાજનું સમર્થન, વિવાદ વધુ ગરમાયો
લોક કલાકાર દેવાયત ખવડ છેલ્લા કેટલાક સમયથી વિવિધ વિવાદોને કારણે ચર્ચામાં છે. સનાથલમાં ડાયરા દરમિયાન થયેલી બબાલ બાદ મેઘરાજસિંહ ગોહિલ સાથે તેમનો વિવાદ શરૂ થયો હતો.

Meghraj Singh challenges Devayat Khavad: લોક કલાકાર દેવાયત ખવડ પર થયેલા હુમલા બાદ ગીર-સોમનાથના મેઘરાજસિંહ ગોહિલ નામના એક યુવકે વીડિયો દ્વારા ખવડને ખુલ્લો પડકાર ફેંક્યો છે. મેઘરાજસિંહ ગોહિલે ધમકી આપી છે કે જો ખવડ ફરીથી હુમલો કરશે તો તેઓ તેને ઘરમાં ઘૂસીને મારશે. આ પડકારથી સોશિયલ મીડિયા પર વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. બીજી તરફ, કાઠી-ક્ષત્રિય સમાજે દેવાયત ખવડના સમર્થનમાં એક પત્ર જારી કરીને દાવો કર્યો છે કે ખવડ પર કિન્નાખોરીથી ખોટી ફરિયાદ કરવામાં આવી છે અને હુમલામાં તેની કોઈ સંડોવણી નથી.
દેવાયત ખવડ અને મેઘરાજસિંહ ગોહિલ વચ્ચે સનાથલ ડાયરા બાદ શરૂ થયેલો વિવાદ વધુ ગરમાયો છે. તાલાલામાં ધ્રુવરાજસિંહ ચૌહાણ પર થયેલા હુમલા બાદ મેઘરાજસિંહ ગોહિલે વીડિયો દ્વારા દેવાયત ખવડને પડકાર ફેંક્યો છે. વીડિયોમાં મેઘરાજસિંહે આરોપ લગાવ્યો છે કે 15 થી 20 લોકોએ મળીને 20 વર્ષના યુવક પર હુમલો કર્યો છે અને હિંમત હોય તો સામે છાતીએ આવવા પડકાર આપ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બીજી બાજુ, કાઠી-ક્ષત્રિય સમાજે એક પત્ર જારી કરીને દેવાયત ખવડને સમર્થન આપ્યું છે અને દાવો કર્યો છે કે તેમના પર ખોટું કાવતરું રચવામાં આવ્યું છે.
મેઘરાજસિંહ ગોહિલનો ખુલ્લો પડકાર
ગીર-સોમનાથના તાલાલામાં ધ્રુવરાજસિંહ ચૌહાણ પર થયેલા હુમલા બાદ મેઘરાજસિંહ ગોહિલે એક વીડિયો બનાવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મેઘરાજસિંહે દેવાયત ખવડને ખુલ્લો પડકાર આપતા કહ્યું છે કે "જો એકવાર દેવાયત ખવડ તું હુમલો કરી બતાવ, તને ઘરમાં ઘૂસીને ન મારું તો હું મેઘરાજસિંહ ગોહિલ નહીં." તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે 15 થી 20 લોકોએ મળીને 20 વર્ષના યુવક પર હુમલો કર્યો છે અને જો હિંમત હોય તો સામી છાતીએ લડવા પડકાર ફેંક્યો.
કાઠી-ક્ષત્રિય સમાજનું સમર્થન
આ વિવાદ વચ્ચે, દેવાયત ખવડના સમર્થનમાં કાઠી-ક્ષત્રિય સમાજ આગળ આવ્યો છે. સમાજે એક પત્ર જારી કર્યો છે, જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે દેવાયત ખવડ પર કિન્નાખોરી રાખીને ખોટી ફરિયાદ નોંધાવવામાં આવી છે. પત્રમાં દાવો કરવામાં આવ્યો છે કે હકીકતમાં આ હુમલામાં દેવાયત ખવડની ક્યાંય સંડોવણી નથી. સમાજે ખવડ સામેના ખોટા ષડયંત્રને વખોડી કાઢીને તેમના સંપૂર્ણ સમર્થનમાં હોવાનું જણાવ્યું છે. આ ઘટનાએ સોશિયલ મીડિયા પર બંને પક્ષો વચ્ચેની તકરારને વધુ તીવ્ર બનાવી છે.




















