સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીનો પારો બે ડિગ્રી સુધી ઘટવાની હવામાન વિભાગની આગાહી
સૌરાષ્ટ્ર અને કચ્છમાં કડકડતી ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. અને આગામી ત્રણ દિવસ ઠંડીનો પારો બે ડિગ્રી સુધી ઘટવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે
સૌરાષ્ટ્ર અને કચ્છમાં કડકડતી ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. અને આગામી ત્રણ દિવસ ઠંડીનો પારો બે ડિગ્રી સુધી ઘટવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. તો 5.4 ડિગ્રી સાથે નલિયા ઠંડીથી ઠુંઠવાયું છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ગુજરાતમાં આજથી 18 ડિસેમ્બર સુધી કોલ્ડવેવની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. રાજ્યના શહેરોની વાત કરીએ તો 5.4 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર બન્યું છે.. તો સૌરાષ્ટ્રના લગભગ શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીની નીચે રહ્યો છે. કેશોદમાં ઠંડીનો પારો 8.8 ડિગ્રી પર પહોંચ્યો છે.. તો અમરેલીમાં ઠંડીનો પારો નવ ડિગ્રી પર પહોંચ્યો છે. રાજકોટમાં ઠંડીનો પારો 9.2 ડિગ્રી પર પહોંચ્યો છે.. તો ભૂજમાં ઠંડીનો પારો 10 ડિગ્રી પર પહોંચ્યો છે. સુરેંદ્રનગરમાં ઠંડીનો પારો 10.5 ડિગ્રી પર પહોંચ્યો છે. સંઘપ્રદેશ દિવમાં ઠંડીનો પારો 10.7 ડિગ્રી પર પહોંચ્યો છે. તો ડીસામાં તાપમાન 10.8 ડિગ્રી સુધી પહોંચ્યું છે.
આ તરફ પોરબંદરમાં ઠંડીનો પારો 11 ડિગ્રી, ભાવનગર અને કંડલા એયરપોર્ટ પર ઠંડીનો પારો 11.3 ડિગ્રી પર પહોંચ્યો છે. મહુવામાં ઠંડીનો પારો 11.8 ડિગ્રી, તો અમદાવાદ અને કંડલા પોર્ટ પર ઠંડીનો પારો 11.7 ડિગ્રી પર પહોંચ્યો છે. વલ્લભવિદ્યાનગરમાં ઠંડીનો પારો 11.9 ડિગ્રી પર પહોંચ્યો છે.. તો વેરાવળમાં ઠંડીનો પારો 13.8 ડિગ્રી, સુરતમાં ઠંડીનો પારો 14.2 ડિગ્રી, દ્વારકામાં ઠંડીનો પારો 15.3 ડિગ્રી, વડોદરામાં ઠંડીનો પારો 16 ડિગ્રી પર પહોંચ્યો છે. દમણમાં ઠંડીનો પારો 16.4 ડિગ્રી અને ઓખામાં ઠંડીનો પારો 19 ડિગ્રી પર પહોંચી ગયો છે.
ગુજરાતના આ શહેરમાં થઈ ઓમિક્રોનની એન્ટ્રી, નવા 2 કેસ નોંધાયા, જાણો વિગતો
Omicron Lockdown: ઓમિક્રોનની ચેઇન તોડવા આ દેશમાં લગાવાશે લોકડાઉન ? જાણો વિગત
Year Ender: આ છે આ વર્ષની T20ની સર્વશ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવન, વિરાટ-રોહિતને નથી મળ્યું સ્થાન
Gujarat Corona : ગુજરાતની સ્કૂલોમાં વધી રહ્યું છે કોરોના સંક્રમણ, અમદાવાદના 4 વિદ્યાર્થી પોઝિટીવ