ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
રાજ્યના ખેડૂતો માટે ફરી એક વખત માઠા સમાચાર સામે આવ્યા છે. 21 જાન્યુઆરીના ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
રાજ્યના ખેડૂતો માટે ફરી એક વખત માઠા સમાચાર સામે આવ્યા છે. 21 જાન્યુઆરીના ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના ડાયરેકટર મનોરમા મોહંતીએ કહ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદ વરસશે. જોકે તાપમાનમાં કોઈ ખાસ ફેર નહીં પડે ત્રણ દિવસ બાદ રાજ્યના તાપમાનમાં વધારો થશે.
ગુજરાતમાં હજી પણ લોકો ઠંડીમાં ઠૂંઠવાશે. ઉત્તર ભારતમાં પર્વતીય વિસ્તારમાં ભારે હિમવર્ષાથી હજી આગામી થોડા દિવસ ગુજરાતમાં ગાત્રો થીજાવતી ઠંડીનો અનુભવ થશે. હવામાન વિભાગના મતે ઉત્તર-પૂર્વ દિશાનો પવન ફૂંકાવાને કારણે આગામી ત્રણ દિવસ સુધી ઠંડીનું જોર રહેશે. તો કચ્છમાં શીત લહેરની અસર જોવા મળી રહી છે. રાજ્યના 9 જેટલા શહેરનું તાપમાન 10 ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે.જયારે રાજ્યના મોટા ભાગના શહેરમાં લઘુત્તમ તાપમાન 11થી 16 ડિગ્રીની વચ્ચે નોંધાયું છે. તો 4 પોઈંટ 2 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા સૌથી ઠંડું શહેર રહ્યું તો અમદાવાદમાં 11 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.
હવામાન વિભાગના અનુસાર આગામી 3 દિવસ લઘુત્તમ તાપમાનમાં નજીવો વધારો થશે. રાજ્યના 21 શહેરોમાંથી ફક્ત 3 શહેરોમાં તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે રહ્યો હતો. કચ્છનું નલિયા આજે પણ સૌથી ઠંડુંગાર રહ્યું હતું. નલિયામાં 5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયુ હતું તો ડીસા અને કંડલામાં 9 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે જ્યારે અમદાવાદમાં 13 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 12735 કેસ, 5 લોકોના થયા મોત
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 12735 કેસ નોંધાયા છે. બીજી તરફ 5984 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,58,455 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 91.42 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે 5 મોત થયા. આજે 2,63,593 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 4340, સુરત કોર્પોરેશનમાં 2955, વડોદરા કોર્પોરેશનમાં 1207, સુરતમાં 464, રાજકોટ કોર્પોરેશનમાં 461, વલસાડ 340, નવસારી 300, ભરુચ 284, ગાંધીનગર કોર્પોરેશનમાં 212, જામનગર કોર્પોરેશનમાં 210, ભાવનગર કોર્પોરેશનમાં 202, મોરબી 182, મહેસાણા 152, કચ્છમાં 149, પાટણ 122, રાજકોટ 120, વડોદરા 106, ખેડા 102, ગાંધીનગર 96, બનાસકાંઠા 91, સુરેન્દ્રનગર 75, અમદાવાદ 69, જૂનાગઢ કોર્પોરેશનમાં 59, જામનગરમાં 55, ગીર સોમનાથ 51, આણંદ 44, અમરેલી 43, દેવભૂમિ દ્વારકા 41, નર્મદા 35, ભાવનગર 32, દાહોદ 31, પંચમહાલ 31, મહીસાગર 20, સાબરકાંઠા 20, પોરબંદર 19, તાપી 19, જૂનાગઢ 10, બોટાદ 2, અરવલ્લી 1 અને છોટા ઉદેપુરમાં 1 નવો કોરોનાનો કેસ નોંધાયો હતો
જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 70374 કેસ છે. જે પૈકી 95 વેન્ટીલેટર પર છે, જ્યારે 70279 નાગરિકો સ્ટેબલ છે. 858455 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10,164 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે કોરોનાના કારણે 5 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 1,સુરત કોર્પોરેશનમાં 1, સુરત 2, પંચમહાલમાં એક દર્દીનું મોત થયું છે.