Gujarat Rain Forecast: ગુજરાતના આ જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી, 10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
Rain Forecast: હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના 10 જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે. જ્યારે 13 જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે.
Gujarat Rain Forecast:હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના 10 જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે વરસાદને લઇને હવામાન વિભાગે ગુજરાતના 10 જિલ્લામાં ઓરેન્જ તો 13 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાતના દક્ષિણ અને સૌરાષ્ટ્ વિસ્તારમાં સારા વરસાદનું અનુમાન છે.
આ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગે સુરત, ભરૂચ, દ્વારકા, પોરબંદર,જૂનાગઢ, ગીર સોમનાથ,અમરેલી, રાજકોટ, મોરબી, જામનગર, વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ
હવામાન વિભાગે ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યુ છે. જેમાં કચ્છ પાટણ સહિત દાહોદનો સમાવેશ થાય છે. કચ્છ,સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, બનાસકાંઠા,દાહોદ,પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, નર્મદા, નવસારી, વલસાડ, દમણ,દાદરાનગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મધ્ય ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં આગામી પાંચ દિવસ વરસાદનું અનુમાન છે. જેને લઇને હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) એ કહ્યું કે, આગામી દિવસોમાં ગરમીથી રાહત મળી શકે છે. દેશના મોટાભાગના રાજ્યોમાં હીટવેવ નહીં રહે. IMD એ બુધવારે (26 જૂન, 2024) આગાહી કરી હતી કે, આગામી 3-4 દિવસ દરમિયાન પશ્ચિમી દ્વીપકલ્પના દરિયાકાંઠે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.
IMDએ કહ્યું કે, આ સમયગાળા દરમિયાન મહારાષ્ટ્રના તટ, ગોવા અને કર્ણાટકમાં ભારે વરસાદ થઈ શકે છે. ઉત્તર-પૂર્વ ભારતના રાજ્યમાં, આસામ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ત્રિપુરા અને સિક્કિમમાં 27 જૂનથી 30 જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા છે.
28 થી 30 જૂન દરમિયાન ઉત્તર-પશ્ચિમ ભારતમાં ઘણી જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનમાં વરસાદની સંભાવના છે. આ સિવાય પૂર્વી ઉત્તર પ્રદેશમાં 27 અને 28 જૂને વિવિધ સ્થળોએ ભારે (64.5-115.5 mm) થી ખૂબ જ ભારે (115.5-204.4 mm) વરસાદ માટે ચેતવણી જારી કરવામાં આવી છે. ચોમાસુ પણ ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે.
દિલ્હીમાં ચોમાસું ક્યારે પહોંચશે?
સ્કાયમેટ વેધર સર્વિસના મહેશ પલાવતના જણાવ્યા અનુસાર, "મોનસૂન 29 કે 30 જૂને દિલ્હી પહોંચે તેવી શક્યતા છે."
ક્યાં અને ક્યારે પહોંચશે ચોમાસું?
હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આગામી ત્રણથી ચાર મહિનામાં ગુજરાતના બાકીના ભાગો, મધ્યપ્રદેશના બાકીના ભાગો, પશ્ચિમ બંગાળના બાકીના વિસ્તારો, ઝારખંડ, બિહારના બાકીના વિસ્તારો, રાજસ્થાનના બાકીના વિસ્તારો, પૂર્વી ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં વરસાદ પડશે દિવસ દરમિયાન આવી શ