શોધખોળ કરો

Gujarat Weather: આગામી બે દિવસ આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

આજે દક્ષિણ ગુજરાતમાં વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છુટોછવાયો વરસાદ પડી શકે છે.

Gujarat Rain Forecast: ગુજરાત હવામાન વિભાગ દ્વારા મળેલી માહિતી અનુસાર, આગામી બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને કેટલાક અન્ય વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે આજે બપોરે આ આગાહી જાહેર કરી છે.

આજે દક્ષિણ ગુજરાતમાં વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છુટોછવાયો વરસાદ પડી શકે છે.

23 જૂને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. જેમાં ગીર સોમનાથ, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડશે.  

જ્યારે 24 જૂને છૂટાછવાયા ભારે વરસાદની આગાહી જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નર્મદા અને તાપીમાં આગાહી  છે.

25 જૂને ભારેથી અતીભારે વરસાદની આગાહી ભાવનગર, ભરૂચ અને સુરતમાં જ્યારે ભારે સામાન્ય વરસાદની આગાહી અમરેલી, બોટાદ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, વલસાડ, નર્મદા, છોટાઉદેપુરમાં છે.

અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી ત્રણ દિવસ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.

દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન, આ વિસ્તારોમાં 0.5 થી 1 ઇંચ વરસાદ પડી શકે છે.

જોકે, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યાં 3 ઇંચ સુધી વરસાદ થઈ શકે છે.

28 જૂન પછી, રાજ્યમાં વાવણી લાયક વરસાદની શક્યતા વધી શકે છે.

ગુજરાતમાં આગામી ત્રણ દિવસ માટે વરસાદની આગાહી:

ગુજરાતમાં આગામી ત્રણ દિવસ માટે વરસાદની આગાહી:

  • દક્ષિણ સૌરાષ્ટ્ર: હળવોથી મધ્યમ વરસાદ (0.5 થી 1 ઇંચ)
  • દક્ષિણ ગુજરાત: હળવોથી ભારે વરસાદ (0.5 થી 3 ઇંચ)
  • મધ્ય ગુજરાત: હળવોથી મધ્યમ વરસાદ (0.5 થી 1 ઇંચ)
  • ઉત્તર ગુજરાત: હળવોથી મધ્યમ વરસાદ (0.5 થી 1 ઇંચ)
  • બનાસકાંઠા: હળવોથી મધ્યમ વરસાદ (0.5 થી 1 ઇંચ)

આજે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરત, નવસારી અને વલસાડમાં વરસાદ (Rain) થવાની શક્યતા છે.

આ ભારે વરસાદ (Rain) સાથે 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી છે.

ભારે વરસાદ (Rain)ની આગાહીને ધ્યાનમાં લઈને, NDRF (National Disaster Response Force) ની 3 ટીમોને તૈનાત કરવામાં આવી છે. આ ટીમો કચ્છ, રાજકોટ અને વલસાડમાં સ્થિત છે, દરેક ટીમમાં 30 સભ્યોનો સમાવેશ થાય છે.

વલસાડ જિલ્લામાં આજે વહેલી સવારથી ભારે વરસાદ શરૂ થયો છે. સવારે દસ વાગ્યા સુધીમાં વાપી તાલુકામાં સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે.  વલસાડ શહેરમાં 1.5 ઇંચ, કપરાડા અને પારડી તાલુકામાં 0.5 ઇંચ વરસાદ ખાબક્યો છે.  ઉમરગામમાં પણ ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે.

ઉમરગામના સ્ટેશન રોડ વિસ્તારમાં પાણી ભરાવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.  રસ્તાઓ પર પાણી ભરાયું હોવાથી વાહન ચાલકો અને રાહદારીઓને ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. 

ઉમરગામના સંજાણ ગામમાં ભારે વરસાદના કારણે ગામના બ્રિજ નીચે પાણી ભરાઈ ગયા હતા.  આ પાણી ભરાવાના કારણે ઘણા વાહનો ખાડામાં ખાબકી ગયા હતા, જેના કારણે ભારે નુકશાન થયું છે.

વલસાડના તિથલ દરિયા કિનારે NDRF (National Disaster Response Force) ની ટીમ આજે પહોંચી છે.  આ ટીમ આગામી પાંચ દિવસ સુધી વલસાડમાં રહેશે અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સર્વેક્ષણ કરશે.

ટીમનો મુખ્ય હેતુ સંભવિત પૂરની સ્થિતિમાં રેસ્ક્યુ ઓપરેશન કેવી રીતે કરવું તે અંગે તાલીમ આપવાનો અને સ્થાનિક તંત્ર સાથે સંકલન કરવાનો છે.  ટીમ દ્વારા જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવામાં આવશે અને ત્યાંની પરિસ્થિતિનો જાણવામાં આવશે.

આ ઉપરાંત, ટીમ દ્વારા પાણી ભરાવાની સ્થિતિમાં લોકોને કેવી રીતે બચાવવા તે અંગે તાલીમ પણ આપવામાં આવશે.  આ તાલીમમાં સ્થાનિક લોકો, સરકારી અધિકારીઓ અને સ્વયંસેવકોનો સમાવેશ થશે.

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ (Rain) થઈ શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Murder Case : વડોદરામાં મૃતક તપન પરમારની નીકળી અંતિમ યાત્રા, ભાજપના નેતાઓ પણ જોડાયાAnil Deshmukh : મહારાષ્ટ્રમાં NCP જૂથના નેતા અનિલ દેશમુખ પર હુમલોBhavnagar News | ભાવનગરમાં સાવકી માતાનો 9 વર્ષીય બાળકી પર અત્યાચાર, જુઓ કેવું કર્યું કૃત્ય?TMKOC News : તારક મહેતાના અસિત મોદી સાથે બોલાચાલી મુદ્દે 'જેઠાલાલે' શું કર્યો મોટો ખુલાસો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
ગાજરનો રસ દરરોજ પીવાથી સ્વાસ્થ્યને થશે આ ગજબના ફાયદાઓ , જાણો તેના વિશે
ગાજરનો રસ દરરોજ પીવાથી સ્વાસ્થ્યને થશે આ ગજબના ફાયદાઓ , જાણો તેના વિશે
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
શિયાળામાં જરૂર પીવો આ  Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ
શિયાળામાં જરૂર પીવો આ Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ
Embed widget