Gujarat Rain Forecast: ગુજરાતના આ 13 જિલ્લામાં ગાજવીજ સાથે પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
હાલ રાજ્યના મોટાભાગના વિસ્તારમા કાળઝાળ ગરમી પડી રહી છે. ચોમાસું નવસારી હજુ પણ અટવાયું છે. તેથી ખેડૂતો સારા વરસાદની રાહ જોઇ રહ્યાં છે
Gujarat Rain Forecast:હવામાન વિભાગી આગાહી મુજબ આગામી બે દિવસમાં ચોમાસું આગળ વધી શકે છે. આજે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલી, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, સુરત, નવસારીમાં વરસાદની આગાહી કરાઇ છે. આજે વલસાડ, વડોદરામાં વરસાદનો અનુમાન છે.
22 જૂને ક્યાં પડશે વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ 22 જૂન શનિવારના દિવસે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદ પડી શકે છે.પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદનું અનુમાન છે તો વડોદરા, છોટા ઉદેયપુર અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, સહિત નવસારી, વલસાડ, દાદરાનગ હવેલીમાં વરસાદ વરસી શકે છે
23 જૂને ક્યાં પડશે વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ 23 જૂનના દિવસે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસશે. સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ. ગીર સોમનાથમાં વરસાદનું અનુમાન છે. તો બીજી તરફ ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ વરસાદનું અનુમાન છે. સાબરકાંઠા. ગાંઘીનદર, આંણદ દમણ દાદરા નગર હવેલીમાં વરસાદનું અનુમાન છે.હવામાન વિભાગની અનુમાન રવિવાર બાદ બ ગુજરાતના ઉત્તર ગુજરાત,. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં સારા વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ચોમાસુ ફરી એક્ટિવ થશે અને સક્રિયતાથી આગળ વધશે.
તો બીજી તરફ કાળઝાળ ગરમીનો સામનો કરી રહેલા દિલ્હીના લોકોને થોડી રાહત મળી છે. દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં હળવા ઝરમર વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. આ સાથે જ મધ્યપ્રદેશ, વિદર્ભ, પશ્ચિમ બંગાળ અને બિહારના કેટલાક વિસ્તારોમાં પણ ચોમાસાએ દસ્તક આપી છે. હવામાન વિભાગે આવતીકાલે પણ દિલ્હીમાં વાદળછાયું આકાશ અને હળવા ઝરમર વરસાદની આગાહી કરી છે. આ સિવાય બિહાર-ઝારખંડ સહિત અનેક રાજ્યોમાં પણ ચોમાસાની અસર થશે.
દિલ્હી એનસીઆરના વિસ્તારોમાં હળવા ઝરમર વરસાદ અને પવનને પગલે વાતાવરણ ખુશનુમા બની ગયું હતું. તાપમાનમાં 6 ડિગ્રી સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. હવામાન વિભાગનું કહેવું છે કે આવતીકાલે પણ દિલ્હીમાં ગરમીથી રાહત જારી રહેશે. હવામાન વિભાગે શુક્રવારે અને શનિવારે પણ દિલ્હીમાં વાદળછાયું આકાશ અને વાવાઝોડાની આગાહી કરી છે. ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે ધૂળની ડમરીઓ આવવાની પણ શક્યતા છે.