(Source: ECI/ABP News/ABP Majha)
Metro Train: અમદાવાદ-ગાંધીનગર વચ્ચે શરૂ થશે મેટ્રો ટ્રેન, આ 22 સ્ટેશનને મળશે સ્ટોપ
અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેન શરૂ થશે. મોટેરાથી ગાંધીનગરા સેક્ટર-1, ગિફ્ટ સિટી લાઈનમાં 22 સ્ટેશનો આવરી લેવાશે. માર્ચ 2024માં ટ્રાયલનો પ્રારંભ થશે.
Metro Train: અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેન શરૂ થશે. મોટેરાથી ગાંધીનગરા સેક્ટર-1, ગિફ્ટ સિટી લાઈનમાં 22 સ્ટેશનો આવરી લેવાશે. માર્ચ 2024માં ટ્રાયલનો પ્રારંભ થશે.
લોકસભાની ચૂંટણી પહેલા અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રો દોડાવાવનું આયોજન છે. ઉલ્લેખનિય છે કે, હાલ અમદાવાદમાં હાલ થલતેજથી વસ્ત્રાલ અને મોટેરાથી વાસણા APMC સુધીના રૂટ પર મેટ્રો દોડતી થઈ ગઈ છે.
અમદાવાદ-ગાંધીનગર વચ્ચે માર્ચ 2024 સુધીમાં મેટ્રો શરૂઆત થશે તેવી માહિતી મેટ્રોના પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ ડાયરેક્ટર આનંદ સિંગ ડિસ્ટ્રિક્ટ દ્વારા આપવામાં આવી છે. જોકે ડિસેમ્બર 2024 સુધીમાં સંપૂર્ણ મેટ્રો કાર્યરત થશે. અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રોની શરૂઆતનો સરકારી કર્મચારીઓને ઘણો ફાયદો થશે.
વડાપ્રધાન મોદીએ 30 સપ્ટેમ્બરે લીલીઝંડી આપી હતી. ત્યાર બાદ બીજી ઓક્ટોબરથી શહેરમાં મેટ્રો ટ્રેન દોડતી થઈ ગઈ હતી. અમદાવાદ પૂપશ્ચિમના વિસ્તારોને મેટ્રોથી દોડાવાવનો સરકારનો પ્લાન છે. આ પ્લાન મુજબ સાણંદ, થોળ, કલોલ, કડીને પણ સાંકળી લેવાશે. પૂર્વ અને પશ્ચિમમાં મેટ્રો ટ્રેન શરૂ થતાં ખાસ કરીને ડેઇલી અપડાઉન કરતા વિદ્યાર્થી. વ્યવસાયીઓ અને નોકરીયતા વર્ગને વધુ સુવિધા મળશે.
અમદાવાદ શહેરમાં તરતા રેસ્ટોરન્ટની વાત કરીએ તો અમદાવાદ શહેર સાબરમતીમાં ફ્લોટિંગ રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવ્યું છે. આ ફ્લૉટિંગ રેસ્ટૉરન્ટને 15 કરોડના ખર્ચે બનાવવામાં આવી છે.ની વચ્ચોવચથી પસાર થઇ રહેલી સાબરમતી નદીમાં ખાસ ફ્લૉટિંગ રેસ્ટૉરન્ટને તરતી મુકવામાં આવી છે, આનું ઉદઘાટન અમિત શાહે વર્ચ્યૂઅલી કર્યુ હતુ. રેસ્ટોરન્ટમાં બપોરના 12થી 1.20 અને 1.30થી 3 સુધી ભોજન પીરસવામાં આવશે. રાત્રીના સમયે 7થી 8.30 અને 9થી 10.30માં ભોજન પીરસવામાં આવશે. ભોજનના દર 1800 થી 2200 વચ્ચે રાખવા સંચાલકનો પ્રાથમિક નિર્ણય છે. ઓનલાઈન બુકીંગ માટે આગામી સમયમાં વેબસાઈટ પણ જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચો
Junagadh:જૂનાગઢ ગિરનારના વિકાસ માટે સરકારે આટલા કરોડ રુપિયાની કરી ફાળવણી, જાણો
Gujarat Rain: બંગાળની ખાડીમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય, ગુજરાતના આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial
ગેંગ્સ ઓફ પોરબંદર ભાગ-8 : એક ફોન અને દબોચાયો ડોન, 30 મિનિટમાં જશુ ગગન જેલમાં