Banaskantha: ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ટ્વિટ કરી કર્યો ધડાકો
બનાસકાંઠા: વાવના ધારાસભ્ય અને કૉંગ્રેસના દિગ્ગજ નેતા ગેનીબેન ઠાકોર જ્યારથી વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સાથે નજરે પડ્યા છે ત્યારથી અફવાનું બજાર ગરમ થઈ ગયું છે. શંકર ચૌધરીની કારમાંથી ગેનીબેન ઉતર્યા અને બાદમાં તેમનું જોરશોરથી સ્વાગત થયું.
બનાસકાંઠા: વાવના ધારાસભ્ય અને કૉંગ્રેસના દિગ્ગજ નેતા ગેનીબેન ઠાકોર જ્યારથી વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સાથે નજરે પડ્યા છે ત્યારથી અફવાનું બજાર ગરમ થઈ ગયું છે. શંકર ચૌધરીની કારમાંથી ગેનીબેન ઉતર્યા અને બાદમાં તેમનું જોરશોરથી સ્વાગત થયું. ત્યારથી એવી અટકળો વહેતી થઈ છે કે, શું ગેનીબેન કોંગ્રેસનો હાથ છોડી રહ્યા છે? જો કે, આ બધાની વચ્ચે ગેનીબેન ઠાકોરે આ વીડિયો અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે ટ્વિટ કરી ચાલતી અફવા પર પૂર્ણ વિરામ મુકી દીધું છે.
સામાજિક સદભાવના કાર્યક્રમમાં શંકરભાઈ ચૌધરી વિધાન સભા અધ્યક્ષ શ્રી સાથે 13.5.2023 ના રોજ ભાભર વાલ્મિકી સમાજના સમૂહ લગ્નમાં કાર્યક્રમમાં આપેલી હાજરીના સંદર્ભને લઈ મીડિયામાં જુના વીડિયોના આધારે જે પ્રમાણે ભાજપમાં જોડાવવા અંગે અહેવાલ દર્શાવાઈ રહ્યાં છે તે તદ્દન પાયાવિહોણા છે. વાયરલ
— Geniben Thakor (@GenibenThakor) June 9, 2023
ગેનીબેને લખ્યું કે, સામાજિક સદભાવના કાર્યક્રમમાં શંકરભાઈ ચૌધરી વિધાન સભા અધ્યક્ષ શ્રી સાથે 13.5.2023 ના રોજ ભાભર વાલ્મિકી સમાજના સમૂહ લગ્નમાં કાર્યક્રમમાં આપેલી હાજરીના સંદર્ભને લઈ મીડિયામાં જુના વીડિયોના આધારે જે પ્રમાણે ભાજપમાં જોડાવવા અંગે અહેવાલ દર્શાવાઈ રહ્યાં છે તે તદ્દન પાયાવિહોણા છે. વાયરલ વીડિયોના નામે રાજકીય છબી ખરડવાનો પ્રયાસ ન કરવો જોઈએ.
આ વીડિયો 13 મેનો છે,, એટલે કે 15 દિવસ જૂનો આ વીડિયો છે, જે હવે મીડિયા સુધી પહોંચાડી રાજકીય અટકળો તેજ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જો કે, શંકર ચૌધરી હાલમાં અધ્યક્ષ હોવાના કારણે અત્યારે કોઈ પણ પક્ષ સાથે જોડાયેલા નથી. છતાં પણ આજ વીડિયોને આગળ કરી ગેનીબેન ભાજપમાં જોડાવાના છે કે નહીં... તેવો માહોલ બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
અને હવે હકીકત જાણી લો કે વાવ વિધાનસભા ક્ષેત્રમાં વાલ્મિકી સમાજના કાર્યક્રમમાં શંકર ચૌધરી પણ પહોંચ્યા હતા અને સ્થાનિક ધારાસભ્ય હોવાના નાતે ભાભરમાં યોજાયેલા સમુહ લગ્નના કાર્યક્રમમાં ગેનીબેન પણ હાજર રહ્યા હતા. જેને લઈ અનેક રાજકીય તર્ક-વિતર્કો શરૂ થયા. કોંગ્રેસના ચુંટાયેલા 17માંથી માત્ર એક મહિલા ધઆરાસભ્ય એવા ગેનીબેન ઠાકોર છે. જેમની લોકપ્રિયતા વધી રહી છે, ત્યારે તેમના રાજકીય કદની વાત કરીએ તો, તેઓ ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના સૌથી લોકપ્રિયતા તરફ આગળ વધી રહેલા નેતા છે. બે ટર્મથી વિધાનસભામાં જીતતા આવ્યા છે. તેમણે 2017માં શંકર ચૌધરીને હરાવ્યા હતા.
જો કે સી. આર. પાટીલનો બનાસકાંઠાનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે અને બનાસકાંઠાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે ત્યારે આ વીડિયો મારફતે ગેનીબેન પર સવાલ ઉઠાવવાનો કોઈએ પ્રયાસ કર્યો હોય તેવું લાગી રહ્યું છે.
આ તમામની વચ્ચે હકીકત એ છે કે કોંગ્રેસમાં મોટી મોટી વાતો કરતા મરદ મુછાળા ભાજપ સામે સરંડેર થયા પણ ગેનીબેન ઠાકોર ન થયા ત્યારે આ વીડિયો વાયરલ થતા સવાલ થઈ રહ્યો છે કે શું ગેનીબેન પોતાના જ નેતાઓના નિશાન પર છે કે ભાજપના કોઈ નેતા આ વીડિયોને વાયરલ કરી રહ્યા છે? આ સવાલનો જવાબ તો સમય આવ્યે જ ખબર પડશે.