શોધખોળ કરો

ગુજરાતમાંથી આ તારીખે ચોમાસુ વિદાય લેશે, હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી

રાજ્યમાં છ ઓક્ટોબરે ચોમાસુ વિદાય લેશે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.  હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ભેજવાળા વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસી શકે છે.

ગાંધીનગર: રાજ્યમાં છ ઓક્ટોબરે ચોમાસુ વિદાય લેશે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.  હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ભેજવાળા વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસી શકે છે.  બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.  હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતા બે ટકા વધુ વરસાદ વરસ્યો છે. 

ઉકાઈ ડેમમાં 1 લાખ 45 હજાર ક્યુસેક પાણીની આવક

ઉપરવાસમાંથી સતત વરસાદના પગલે ઉકાઈ ડેમમાં 1 લાખ 45 હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે.  ડેમનું રુલ લેવલ જાળવવા 11 દરવાજા 6 ફૂટ સુધી ખોલી તાપી નદીમાં  1 લાખ 45 હજાર ક્યુસેક પાણી છોડાયું.  નદી કાંઠાના લોકોને તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.  સરદાર સરોવર ડેમની જળસપાટીમાં 54 સેન્ટિમીટરનો વધારો થયો છે.  ડેમની જળસપાટી 127.70 મીટર પહોંચ. ઉપરવાસમાંથી 5 હજાર 805 ક્યુસેક પાણીની આવક થઈ છે. 

સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીમાં 3 તાલુકામાં વરસાદ

રાજ્યમાં સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીમાં 3 તાલુકામાં વરસાદ પડ્યો છે.  નવસારી, બારડોલી, અને પલસાણા તાલુકામાં સામાન્ય વરસાદ વરસ્યો છે. 

કચ્છમાં સીઝનનો 111 ટકા જેટલો વરસાદ

રાજ્યમાં ઝોન પ્રમાણ વરસાદની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં 113 અને કચ્છમાં સીઝનનો 111 ટકા જેટલો વરસાદ પડી ચૂક્યો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં 92 ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 83 ટકા વરસાદ પડ્યો છે. અમદાવાદ જિલ્લામાં સતત વરસાદને કારણે ડાંગરના પાકને સૌથી વધુ નુકસાન થયું છે. જિલ્લાના ધોળકા તાલુકાના કેટલાંક ગામોમાં ડાંગરના પાકને વધુ નુકસાન થયું છે.

અમરેલી જિલ્લાના બાબરામાં કિસાન સંઘ દ્વારા મામલતદારને ખેડૂતોના વિવિધ મુદ્દાઓને લઈને આવેદન અપાયું છે. અતિવૃષ્ટિને કારણે બાબરામાં ખેડૂતોને થયેલા નુકસાનનું SDRF અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત સર્વે કરી વળતર આપવા રજુઆત કરાઈ છે.  42 દિવસ સુધી શરુઆતમાં નહીવત વરસાદ અને બાદમાં 120 ટકા વરસાદથી પાકને નુકશાન થયું છે. કપાસ,તલ,મગફળી,ડુંગળીને મોટું નુકસાન થયું છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

Rain Update: આજે રાજ્યમાં 159 તાલુકામાં થઈ મેઘમહેર, નવસારી તાલુકામાં સૌથી વધુ સવા ચાર ઇંચ ખાબક્યો

આજનું હવામાનઃ આજે 17 રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, દિલ્હીમાં વરસાદે 88 વર્ષનો રેકોર્ડ તોડ્યો

ITR Filing 2024: યોગ્ય ફોર્મ પસંદ ન કરવાથી ITR રિજેક્ટ થઈ શકે છે, જાણો કેવી રીતે પસંદ કરવું?

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | વૃક્ષો વાવો, જીવન બચાવોHu to Bolish | હું તો બોલીશ | રોગચાળાથી સાવધાનNavsari News: બીલીમોરામાં પ્રશાસનની બેદરકારીથી ચાર વર્ષીય બાળકી પાણી ભરેલા ખાડામાં પડીRajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Update: આજે રાજ્યમાં 159 તાલુકામાં થઈ મેઘમહેર, નવસારી તાલુકામાં સૌથી વધુ સવા ચાર ઇંચ ખાબક્યો
Rain Update: આજે રાજ્યમાં 159 તાલુકામાં થઈ મેઘમહેર, નવસારી તાલુકામાં સૌથી વધુ સવા ચાર ઇંચ ખાબક્યો
આજનું હવામાનઃ આજે 17 રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, દિલ્હીમાં વરસાદે 88 વર્ષનો રેકોર્ડ તોડ્યો
આજનું હવામાનઃ આજે 17 રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, દિલ્હીમાં વરસાદે 88 વર્ષનો રેકોર્ડ તોડ્યો
ITR Filing 2024: યોગ્ય ફોર્મ પસંદ ન કરવાથી ITR રિજેક્ટ થઈ શકે છે, જાણો કેવી રીતે પસંદ કરવું?
ITR Filing 2024: યોગ્ય ફોર્મ પસંદ ન કરવાથી ITR રિજેક્ટ થઈ શકે છે, જાણો કેવી રીતે પસંદ કરવું?
ITRથી લઈને ક્રેડિટ કાર્ડ સુધી, આગામી એક મહિનામાં ઘણી ડેડલાઈન પૂરી થઈ જશે

Greater Noida News: દિલ્લીમાં દુર્ઘટના, મકાન ધરાશાયી થતાં 6 બાળકો દબાયા, ત્રણના કરૂણ મોત

જો વરસાદથી ભારત સાઉથ આફ્રિકા ફાઇનલ ધોવાઈ જાય તો કઈ ટીમ ચેમ્પિયન બનશે? જાણો સમીકરણ

Voadfone Tariff Hike: હવે વોડાફોન પણ થયું મોંઘુ, પ્રિપેડ, પોસ્ટપેઇડ દરમાં ધરખમ વધારો, જાણો નવી કિંમત ક્યારેથી લાગૂ?

Embed widget