Morbi Bridge Collapse Update: ગુજરાત પોલીસે TMC નેતા સાકેત ગોખલેની કેમ કરી ધરપકડ ? જાણો શું છે મામલો
ટીએમસી નેતાએ RTI ના હવાલાથી પ્રવાસ ખર્ચ અંગે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર શેર કરતાં લખ્યું હતું કે, પીએમ મોદીની મોરબી મુલાકાત પર સાડા પાંચ કરોડને ખર્ચ કરવામાં આવ્યો હતો.
Morbi Bridge Collapse Update: મોરબી બ્રિજ હોનારત બાદ પીએમ મોદીની મુલાકાતને લઈ તૃણમુલ કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રવક્તા સાકેત ગોખલેને મોંઘું પડ્યું છે. ટીએમસી નેતાએ RTI ના હવાલાથી પ્રવાસ ખર્ચ અંગે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર શેર કરતાં લખ્યું હતું કે, પીએમ મોદીની મોરબી મુલાકાત પર સાડા પાંચ કરોડને ખર્ચ કરવામાં આવ્યો હતો. આવી ખોટી માહિતી ફેલાવવાના આરોપસર અમદાવાદ સાયબર ક્રાઇમે તેની ધરપકડ કરી છે.
મોરબી ઝુલતા પુલ દુર્ઘટના મામલે કોર્ટે સરકારની કાઢી હતી ઝાટકણી
મોરબી ઝુલતો પુલ તૂટવાની દુર્ઘટનાને લઈને હાઇકોર્ટેમાં થોડા દિવસ પહેલા જાહેર હિતની અરજી પર સુનાવણી થઇ હતી. સુનાવણી દરમિયાન હાઇકોર્ટે રાજ્ય સરકાર સામે કેટલાક વેધક સવાલ કર્યાં હતા અને રાજ્યભરના પુલના ફિટનેસ સર્ટી રજૂ કરવાના આદેશ કર્યાં છે.
મોરબી દુર્ઘટનાને લઇને મોરબી હાઇકોર્ટે કર્યાં વેધક સવાલ
- રાજ્યના તમામ બ્રિજનો સર્વે કરવા હાઇકોર્ટનો સરકારને હુકમ
- તમામ બ્રિજ જાહેર ઉપયોગ માટે ફિટ છે તેનું સર્ટી આપવા કર્યાં આદેશ
- જે બ્રિજની હાલત ખાસ્તા હોય તેનું તાત્કાલિક રિપેર કરવાના આદેશ
- દસ દિવસમાં કામગીરીને પૂર્ણ કરીને રિપોર્ટ રજૂ કરવા માટે આદેશ અપાયા
- ઓરેવા ગ્રૂપના માલિક સામે શું પગલા લેવાયા
- બ્રિજની દશા અને સ્થિતિ વિશે ચિંતા ન હોય તેવું પણ દેખાઇ આવે છે.
- કોઇ એગ્રીમેન્ટ વિના બ્રિજ કેમ શરૂ કરી દેવાયો
- શા માટે 5 – 5 વર્ષ સુધી ચૂપ રહ્યાં
- એસઆઇટીનો રિપોર્ટ કોર્ટમાં સીલ કવરમાં જ રજૂ કરવામાં આવે
- એસઆઇટીની તપાસ સંતોષકારક નહિ હોય તો અન્ય એજેન્સીને તપાસ સોંપાશે
- જો સરકાર પોતાની સત્તાનો ઉપયોગ નહિ કરે તો કોર્ટ રીટ ઇશ્યૂ કરશે
- આટલી મોટી ઘટના બાદ પણ મોરબી નગરપાલિકાને સુપરસીડ કેમ નથી કરી
- 12 ડિસેમ્બર હાથ ધરાશે સુનવાણી
સંસદના શિયાળુ સત્રને લઈ આજે મોદી સરકારે બોલાવી સર્વપક્ષીય બેઠક
સરકારે સંસદના શિયાળુ સત્ર પહેલા મંગળવારે (6 નવેમ્બર) સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં વિવિધ પક્ષોના નેતાઓ ભાગ લેશે. આ બેઠકમાં ગૃહનું કામકાજ સુચારૂ ચાલે, સત્ર દરમિયાન વિધાનસભાની કામગીરી અને તેને લગતા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે. સંસદનું શિયાળુ સત્ર 7 ડિસેમ્બરથી શરૂ થશે અને 29 ડિસેમ્બર સુધી ચાલશે. આ દરમિયાન 17 બેઠકો થશે. સંસદના શિયાળુ સત્રનો પ્રથમ દિવસ દિલ્હી MCD ચૂંટણીના પરિણામો સાથે શરૂ થશે અને બીજા દિવસે ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સત્રના પ્રથમ બે દિવસમાં ચૂંટણી પરિણામોનું વર્ચસ્વ રહેશે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા મંગળવારે કાર્ય મંત્રણા સમિતિની બેઠક યોજશે. ગયા અઠવાડિયે જ સરકારે શિયાળુ સત્ર દરમિયાન રજૂ થનાર 16 ધારાસભ્યોની યાદી બહાર પાડી હતી. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ લોકસભા અને રાજ્યસભામાં વિવિધ પક્ષોના નેતાઓને શિયાળુ સત્ર પહેલા સર્વપક્ષીય બેઠકમાં હાજરી આપવાનું આમંત્રણ મોકલ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની સાથે બંને ગૃહોના ઘણા નેતાઓ પણ આ બેઠકમાં હાજરી આપે તેવી શક્યતા છે. આવતીકાલે શરૂ થતા શિયાળુ સત્ર પહેલા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે સરકારે લોકસભા અને રાજ્યસભામાં વિવિધ રાજકીય પક્ષોના ગૃહ નેતાઓને આમંત્રણ મોકલ્યું છે.