શોધખોળ કરો

Morbi Bridge Tragedy Update: જાણો મોરબી બ્રિજ દુર્ઘટના મામલે જયસુખ પટેલને કેટલા દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા

Morbi Bridge Tragedy Update: મોરબી ઝુલતા બ્રિજ દુર્ઘટના મામલે આજે  જયસુખ પટેલને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન પોલીસે કોર્ટ સમક્ષ 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા.

Morbi Bridge Tragedy Update: મોરબી ઝુલતા બ્રિજ દુર્ઘટના મામલે આજે  જયસુખ પટેલને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન પોલીસે કોર્ટ સમક્ષ 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા. જે બાદ કોર્ટે જયસુખ પટેલના ૮ તારીખ સુધીના રિમાન્ડ આપ્યા છે. કેબલ તાર બગડી ગયેલ હોય અને ક્યા પદાધિકારીઓની  શું જવાબદારી હતી અને તેની સાથે શું ડોક્યુમેન્ટ કરવામાં આવ્યા હતા, આમાં અન્ય કોણ કોણ સંડોવાયેલ છે તેવી દલીલનાં આધારે રિમાન્ડ આપવામાં આવ્યા છે.

ગુજરાતમાં ચાલતી હજારો મીટની દુકાનો પર લાગશે તાળા

Gandhingar: ગુજરાતમાં ચાલતી ગેરકાયદે મીટ શોપ અંગે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. આવી મીટ શોપો બંધ કરવા માટે નિર્ણય લેવાયો છે. લાયસન્સ વગરની મીટ શોપ બંધ કરાવવામાં આવશે. આ મીટ શોપ બંધ કરાવવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરાશે. સમગ્ર રાજ્યમાં ચાલતી ગેરકાયદે મીટ શોપ બંધ કરાવાશે. સમગ્ર રાજ્યમાં 4 હજાર થી વધુ ગેરકાયદે મીટ શોપ ચાલે છે. અત્યાર સુધીમાં અંદાજે 1387 દુકાનો બંધ કરાવવામાં આવી છે. લાયસન્સવાળી દુકાનોમાં પણ ગુણવત્તાની ચકાસણી કરવામાં આવશે. જાન્યુઆરી મહિનામાં લાયસન્સ વિના ચાલતી 3200 થી વધુ મીટ શોપ વિરૂધ્ધ કેસ દાખલ કરવામાં આવ્યા છે. ગેરકાયદેસર કતલખાના મુદ્દે હાઈકોર્ટે મહત્વનો નિર્દેશ કર્યો છે. લાઈસન્સ વગરની તમામ મીટ શોપ બંધ કરાવવા કોર્ટે નિર્દેશ કર્યો છે. 

રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના પ્રત્યેક નાગરિકને આરોગ્યપ્રદ ભોજન મળી રહે તે માટે સરકાર કટિબધ્ધ છે. જાન્યુઆરી મહિનામાં DLSA (ડિસ્ટ્રીક્ટ લીગલ સર્વિસ ઓથોરીટી) દ્વારા રાજ્યમાં નગરપાલિકા – મહાનગરપાલિકા વિસ્તારની 4300 થી વધુ મીટની દુકાનોનો સર્વે કરવામાં આવ્યો હતો.  જેમાંથી લાયસન્સ વગર અને બિનઆરોગ્યપ્રદ મીટ વહેંચતી 3200 થી વધુ  દુકાનો ધ્યાને આવતા દુકાનદારો  વિરૂધ્ધ કેસ દાખલ કરવામાં આવ્યા છે. 

આ સર્વે દરમિયાન અત્યાર સુધીમાં લાયસન્સ વગરની જણાઈ આવેલી 1247 દુકાનોને સીલ કરવામાં આવી છે. જેમાં રાજ્યની 8 મહાનગરપાલિકાઓની 813 જ્યારે નગરપાલિકાઓની 434 જેટલી દુકાનોનો સમાવેશ થાય છે.  રાજ્યના કોઇપણ નાગરિકના આરોગ્ય સાથે ચેડા ન થાય તમામને આરોગ્યપ્રદ આહાર-ભોજન મળી રહે તે દિશામાં સરકાર હંમેશાથી પ્રયત્નશીલ રહી છે. આ સમગ્ર કામગીરી શહેરી વિકાસ, આરોગ્ય વિભાગ, પશુપાલન વિભાગ, જી.પી.સી.બી. દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવી છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા

યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત

બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?

દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ

SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ

કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી

‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો

Embed widget