Murder Case: મોરબીમાં પ્રેમ પ્રકરણમાં ખુની ખેલ ખેલાયો, પતિએ પ્રેમિકા સાથે મળી પત્નીને મોતને ઘાટ ઉતારી
Morbi Murder Case: ઘટનાની વિગતો એવી છે કે, રાહુલ રેવાલી નામની યુવતીના પ્રેમમાં પાગલ હતો, રાહુલ પહેલાથી પાયલ ઉર્ફે રાની નામની યુવતી સાથે પરણેલો હતો
Morbi Murder Case: મોરબીમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે, આ વખતે પ્રેમ પ્રકરણમાં એક હત્યા થઇ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પરણેલા પ્રેમી પંખીડાએ પોતાની જ પત્નીની ગળુ દબાવીને હત્યા કરી નાંખી હતી, અને બાદમાં તેના મૃતદેહને સંતાડવા જતાં પકડાઇ ગયા હતા. હાલમાં બન્નેની પોલીસે ધરપડક કરી લીધી છે.
મોરબી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, ઘટનાની વિગતો એવી છે કે, રાહુલ રેવાલી નામની યુવતીના પ્રેમમાં પાગલ હતો, રાહુલ પહેલાથી પાયલ ઉર્ફે રાની નામની યુવતી સાથે પરણેલો હતો. રાહુલ નાયક અને રેવાલીના પ્રેમ પ્રકરણની જાણ પાયલને થઇ ગઇ હતી, અને રાહુલ નાયક રેવાલીને બીજી પત્ની તરીકે પોતાના ઘરમાં રાખવા માંગતો હતો, પરંતુ આ વાત પાયલ પાયલ ઉર્ફે રાનીને ગમતી ન હતી. પ્રેમ પ્રકરણનો અંત એવો આવ્યો કે બન્ને હાલમાં પોલીસની પકડમાં છે. રાહુલ અને રેવાલીને તક મળતાં જ રાહુલની પત્ની પાયલ પાયલ ઉર્ફે રાનીનું ગળુ દબાવીને તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. પુરાવાઓનો નાશ કરવા માટે આરોપીઓએ પાયલના મૃતદેહને ઓરડીની પાછળ ફેંકી દીધો હતો. જોકે, સમગ્ર ઘટનાનો પર્દાફાશ થતાં રાહુલ અને રેવાલી વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. હાલમાં બન્નેની પોલીસે ધરપકડ કરી લીધી છે.
વડોદરામાં મેળામાં રાઈડનો દરવાજો ખુલતાં બાળકો નીચે પટકાયા, ત્રણની અટકાયત
વડોદરામાં બાળકોના જીવ સાથે રમત રમનારા રાઈડ સંચાલકોની અટકાયત કરવામાં આવી હતી. મળતી જાણકારી અનુસાર, શહેરના માંજલપુરમાં ચાલી રહેલા રોયલ મેળામાં મોટી દુર્ઘટના ટળી હતી. નાના બાળકોની એક હેલિકોપ્ટર રાઇડ ચાલુ હતી ત્યારે અચાનક તેના લોક ખુલી જતા બાળકો નીચે પટકાયા હતા. ત્યાં હાજર સૌ કોઈએ બૂમ પાડીને તાત્કાલિક રાઈડ બંધ કરાવી દીધી હતી. આ ઘટનામાં ચાર બાળકોને સામાન્ય ઈજા થઈ હતી. ઘટનાને પગલે તંત્ર દોડતું થયું હતું. આ મામલે ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે. જેમાં રોયલ મેળાના માલિક નિલેશ તુરખિયા, સુપર વાઇઝર હેમરાજ મોરે, રાઈડના ઓપરેટર યુનુસ મોહમ્મદની પણ અટકાયત કરવામાં આવી હતી. રાવપુરા પોલીસે ગુનો નોંધી ત્રણેય શખ્સની અટકાયત કરી હતી. પોલીસ માર્ગ-મકાન વિભાગ પાસે રાઈડનું ચેકિંગ કરાવશે.
કોંગ્રેસ નેતા અમીબેન રાવતે કહ્યું હતું કે નિયમોને નેવે મૂકીને રાઈડની મંજૂરીઓ આપવામાં આવી હતી. અગાઉની ઘટનાઓ પરથી બોધપાઠ લેવાયો નથી. હરણીકાંડ બાદ કડક નિયમો બનાવ્યા તે કાગળ પર છે. નોંધનીય છે કે રોયલ મેળામાં દરરોજ મોટી સંખ્યામાં લોકો આવે છે. બુધવારે સાંજે આ મેળામાં નાના બાળકોની રાઈડનું લોક ખુલી જતા એક બાળકી નીચે પટકાઇ હતી. રાઈડ ચલાવનારે તરત જ રાઇડ બંધ કરી દીધી હતી. બાળકીને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. રોયલ મેળામાં આવેલા લોકોએ કહ્યું હતું કે નાના બાળકોની રાઇડ એકદમ ફૂલ સ્પીડમાં ફરવા લાગી હતી. છોકરાઓ ચાલુ રાઈડમાં પડવા માંડ્યા હતા. દરવાજા પણ ખુલી ગયા હતા. લગભગ ત્રણથી ચાર બાળકો પડ્યા હતા. જ્યારે સમગ્ર બનાવને લઈને ઘટના સ્થળે આવી પહોંચેલા જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટીલે જણાવ્યું હતું કે, રોયલ મેળાના સુપરવાઇઝર અને ઓપરેટરની અમે અટકાયત કરી છે. મેળામાં રાઈડ્સ માટે લેવાની જરૂરી પરવાનગી લેવામાં આવી છે કે નહીં તે દિશામાં પણ તપાસ થશે.
આ પણ વાંચો