શોધખોળ કરો
Advertisement
મોરબી: ડબલ મર્ડર કેસમાં પોલીસે વધુ ચાર આરોપીને ઝડપી લીધા
શક્તિ ચોક નજીક ખાટકીવાસ વિસ્તારમાં આવેલી બારશાખ રજપુત શેરીમાં બનાવ બન્યો હતો. બાઈક અથડાયા બાદ બે જૂથ સામ-સામે આવી ગયા.
મોરબી: મોરબીમાં થયેલા ફાયરિંગ-ડબલ મર્ડર કેસમાં પોલીસે વધુ ચાર આરોપીને ઝડપી લીધા છે. એ ડિવિઝન પોલીસે અલ્તાફ ઉર્ફે જગીરો કાસમભાઈ કુરેશી, મકબુલભાઈ ઈસ્માઈલભાઈ મન્સૂરી, અહેમદભાઈ ઇકબાલભાઈ બકાલી અને સબ્બીર મહમદભાઈ જીવાણીની ધરપકડ કરી છે.
શક્તિ ચોક નજીક ખાટકીવાસ વિસ્તારમાં આવેલી બારશાખ રજપુત શેરીમાં બનાવ બન્યો હતો. બાઈક અથડાયા બાદ બે જૂથ સામ-સામે આવી ગયા. તેમાં ફાયરિંગ કરાતા આદીલ રફીકભાઈ નામના યુવકનું મોત નિપજ્યું હતું. બનાવમાં ઘાયલ થયેલા ઈમરાનનું પણ સારવાર દરમિયાન મૃત્યું થયું હતું.
પોલીસે ગઈકાલે તા. 24ના રોજ એક જૂથના છ આરોપીઓની ધરપકડ કરી હતી. ત્યારબાદ છ આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે ગઈકાલે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તેમજ આજે પોલીસે સામેના જૂથના અલ્તાફ ઉર્ફે જગીરો કાસમભાઇ કુરેશી, મકબુલ ઈસ્માઈલભાઈ મન્સૂરી, અહેમદ ઇકબાલભાઈ બકાલી અને શબ્બીરભાઇ મહમ્મદભાઇ જીવાણીની ધરપકડ કરી છે. આમ, આ કેસમાં અત્યાર સુધી કુલ 10 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. હાલમાં પોલીસે અન્ય આરોપીઓ સામે કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement