ST BUS Accident: ગુજરાતની બસને ઝાલૌર નજીક અકસ્માત, બસ ટ્રક સાથે ધડાકાભેર અથડાઇ, 15 લોકોનો આબાદ બચાવ
ST BUS Accident: ગુજરાતની બસને ઝાલૌરમાં એક ભીષણ અકસ્માત નડ્યો છે, ગુજરાતની બસ અને ટ્રક વચ્ચે ભીષણ અથડામણ થઇ હતી
ST BUS Accident: ગુજરાતની બસને રાજસ્થાનમાં એક અકસ્માત નડ્યો છે. ગુજરાતની બસને ઝાલૌરમાં આ અકસ્માત નડ્યો છે. આ ઘટનામાં 15 પેસેન્જરોનો આબાદ બચાવ થયો છે, અને ટ્રેક ચાલકને ગંભીર ઇજા પહોંચતા તેને સારવાર માટે રાણીવાડા સરકારી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના રાણીવાડાના મલવાડા પુલિયા ખાતે બની હતી.
માહિતી પ્રમાણે, ગુજરાતની બસને ઝાલૌરમાં એક ભીષણ અકસ્માત નડ્યો છે, ગુજરાતની બસ અને ટ્રક વચ્ચે ભીષણ અથડામણ થઇ હતી, જેમાં ટ્રક ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ અને 108 એમ્બ્યૂલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. ઇજાગ્રસ્ત ટ્રક ચાલકને રાણીવાડા સરકારી દવાખાને લાવવામાં આવ્યો હતો, સદનસીબે કોઇ જાનહાનિ થઇ ના હતી. આ મોટી દૂર્ઘટના દરમિયાન બસમાં 15થી વધુ મુસાફરો સવાર હતા જે તમામનો આબાદ બચાવ થયો હતો. ઘટના બાદ રૉડ પર લાંબો જામ થઈ ગયો હતો. આ ઘટના રાણીવાડાના મલવાડા પુલિયા ખાતે બની હતી.
આ પણ વાંચો
Accident:અમદાવાદમાં ભયંકર રોડ અકસ્માત, ઓવરસ્પીડ કારે એક્ટિવાને અડફેટે લેતા 2નાં મૃત્યુ