શોધખોળ કરો

Gujarat Rain: સૌરાષ્ટ્રના આ ત્રણ જળાશયો છલકાતા હાઈ એલર્ટ,રાજ્યના 206 જળાશયોમાં 35%થી વધુ જળસંગ્રહ

Gujarat Rain: રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ ૫૪ ટકાને પાર કરી ગયો છે.

Gujarat Rain: રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ ૫૪ ટકાને પાર કરી ગયો છે. સરદાર સરોવરમાં હાલમાં ૧,૮૧,૨૨૯ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૫૪.૨૫ ટકા જેટલો જળસંગ્રહ જ્યારે રાજ્યના કુલ ૨૦૬ જળાશયોમાં ૧,૯૮,૨૨૭ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૩૫.૩૮ ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે તેમ, જળ સંપતિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.

આજે સવારે ૮.૦૦ કલાકના અહેવાલ મુજબ સૌરાષ્ટ્ર વિસ્તારમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા વરસાદના પરિણામે ત્રણ જળાશયો સંપૂર્ણ છલકાયા છે. જેમાં જામનગર જિલ્લાનો વાગડીયા અને સસોઈ-૨ ડેમ તથા સુરેન્દ્રનગર જિલ્લાનો વાંસલ ડેમ ૧૦૦ ટકા ભરાતા હાઈ એલર્ટ અપાયું છે. આ સિવાય રાજ્યના આઠ ડેમ ૮૦ ટકાથી ૯૦ ટકા ભરાતા એલર્ટ પર છે જેમાં જૂનાગઢના ઓઝત-૨ અને બાંટવા-ખારો ડેમ, મોરબીના ગોડાધ્રોઈ, રાજકોટના ભાદર-૨ તથા ભરૂચના ધોલી અને બલદેવા, જામનગરના ફુલઝર-૧ તથા પોરબંદરના સારણ ડેમને એલર્ટ અપાયું છે. રાજ્યના કુલ સાત જળાશયો ૭૦ ટકાથી ૮૦ ટકા વચ્ચે ભરાતા વોર્નીંગ આપવામાં આવી છે, જેમાં જામનગર જિલ્લાના ફુલઝર(કે.બી.), ઉંડ-૩ અને રૂપારેલ, રાજકોટના આજી-૨ અને ન્યારી-૨ તથા સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમનો સમાવેશ થાય છે.
 
આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૩૮.૫૭ ટકા, મધ્ય ગુજરાતના ૧૭માં ૩૭.૨૩ ટકા, સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૩૧.૫૪ ટકા, ઉત્તર ગુજરાતના ૧૫માં ૨૬.૩૩ ટકા, કચ્છના ૨૦માં ૨૨.૯૨ ટકા પાણીનો સંગ્રહ થયો છે તેમ જળ સંપતિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે.

ગુજરાતમાં ચાર સિસ્ટમ સક્રિય થઇ

રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થઇ રહ્યો છે, આજથી રાજ્યમાં વરસાદની નવી સિસ્ટમ સક્રિય થઇ ગઇ છે, અને આગામી કલાકોમાં ભારે વરસાદ ખાબકી શકે છે. તાજા અપડેટ પ્રમાણે, રાજ્યમાં સૌરાષ્ટ્રથી લઇને દક્ષિણ ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે, આ ઉપરાંત ઉત્તર ગુજરાતના બે જિલ્લામાં વરસાદ પડશે. 

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી પ્રમાણે, રાજ્યમાં વરસાદનું જોર વધી શકે છે. આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે. આજથી રાજ્યમાં એક સાથે ચાર વરસાદી સિસ્ટમ એક્ટિવ થઇ છે, જેના કારણે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દ્વારકા, રાજકોટ અને સુરત, નવસારી, વલસાડમાં ભારે વરસાદની પડવાની આગાહી છે. ખાસ વાત છે કે, વરસાદી સિસ્ટમ સક્રિય થતાં માછીમારોને દરિયો ના ખેડવા સૂચનાઓ અપાઇ છે, આ સમયે દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે. ઉત્તર ગુજરાતમાં બે જિલ્લા સાબરકાંઠા અને અરવલ્લીમાં હવામાન વિભાગે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યુ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'સરસ્વતી જ્યારે બુદ્ધિ વહેંચી રહ્યા હતા ત્યારે તેઓ રસ્તામાં ઊભા હતા', કોનો ઉલ્લેખ કરીને પીએમ મોદીએ કટાક્ષ કર્યો
'સરસ્વતી જ્યારે બુદ્ધિ વહેંચી રહ્યા હતા ત્યારે તેઓ રસ્તામાં ઊભા હતા', કોનો ઉલ્લેખ કરીને પીએમ મોદીએ કટાક્ષ કર્યો
રશિયા યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા માટે ઝેલેન્સ્કીએ બનાવી નવી યોજના! જાણો પીએમ મોદી સાથે તેનો શું છે સંબંધ
રશિયા યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા માટે ઝેલેન્સ્કીએ બનાવી નવી યોજના! જાણો પીએમ મોદી સાથે તેનો શું છે સંબંધ
શું આ વખતે વરસાદ બંધ નહીં થાય... વૈજ્ઞાનિકો કરી રહ્યા છે ડરાવનારી વાત, ખેતી પર ખરાબ અસર પડશે
શું આ વખતે વરસાદ બંધ નહીં થાય... વૈજ્ઞાનિકો કરી રહ્યા છે ડરાવનારી વાત, ખેતી પર ખરાબ અસર પડશે
શેખ હસીનાને પાછા બાંગ્લાદેશ મોકલશે ભારત? વિદેશ મંત્રાલયે કરી દીધું સ્પષ્ટ
શેખ હસીનાને પાછા બાંગ્લાદેશ મોકલશે ભારત? વિદેશ મંત્રાલયે કરી દીધું સ્પષ્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish  | હું તો બોલીશ | સાધુ, સંપત્તિ અને વિવાદHun To Bolish  | હું તો બોલીશ | ઘાત ટળી, રાહત ક્યારે?Vadodara Flood | વડોદરામાં પૂર વચ્ચે ભાજપ-કોંગ્રેસના નેતાઓ વચ્ચે બબાલ! | Vadodara BJP | CongressGujarat Train | ભારે વરસાદને પગલે ગુજરાતમાં રેલવે સેવાને અસર, 3 દિવસમાં 100થી વધુ ટ્રેન થઈ પ્રભાવિત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સરસ્વતી જ્યારે બુદ્ધિ વહેંચી રહ્યા હતા ત્યારે તેઓ રસ્તામાં ઊભા હતા', કોનો ઉલ્લેખ કરીને પીએમ મોદીએ કટાક્ષ કર્યો
'સરસ્વતી જ્યારે બુદ્ધિ વહેંચી રહ્યા હતા ત્યારે તેઓ રસ્તામાં ઊભા હતા', કોનો ઉલ્લેખ કરીને પીએમ મોદીએ કટાક્ષ કર્યો
રશિયા યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા માટે ઝેલેન્સ્કીએ બનાવી નવી યોજના! જાણો પીએમ મોદી સાથે તેનો શું છે સંબંધ
રશિયા યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા માટે ઝેલેન્સ્કીએ બનાવી નવી યોજના! જાણો પીએમ મોદી સાથે તેનો શું છે સંબંધ
શું આ વખતે વરસાદ બંધ નહીં થાય... વૈજ્ઞાનિકો કરી રહ્યા છે ડરાવનારી વાત, ખેતી પર ખરાબ અસર પડશે
શું આ વખતે વરસાદ બંધ નહીં થાય... વૈજ્ઞાનિકો કરી રહ્યા છે ડરાવનારી વાત, ખેતી પર ખરાબ અસર પડશે
શેખ હસીનાને પાછા બાંગ્લાદેશ મોકલશે ભારત? વિદેશ મંત્રાલયે કરી દીધું સ્પષ્ટ
શેખ હસીનાને પાછા બાંગ્લાદેશ મોકલશે ભારત? વિદેશ મંત્રાલયે કરી દીધું સ્પષ્ટ
Pension: હવે સરળતાથી મળી જશે પેન્શન, 9 નહીં પણ માત્ર આ એક જ ફોર્મ ભરવાથી કામ થઈ જશે
Pension: હવે સરળતાથી મળી જશે પેન્શન, 9 નહીં પણ માત્ર આ એક જ ફોર્મ ભરવાથી કામ થઈ જશે
ગુજરાતના અનેક જિલ્લાઓમાં અતિવૃષ્ટિથી ઉભો પાક ડૂબી ગયો, સર્વે કરી વળતર ચૂકવવા માગ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં અતિવૃષ્ટિથી ઉભો પાક ડૂબી ગયો, સર્વે કરી વળતર ચૂકવવા માગ
પોરબંદરમાં પૂરનું તાંડવ: શહેર જળબંબાકાર, લોકો અગાસી પર દિવસો કાઢવા મજબૂર
પોરબંદરમાં પૂરનું તાંડવ: શહેર જળબંબાકાર, લોકો અગાસી પર દિવસો કાઢવા મજબૂર
રાહતના સમાચાર: વાવાઝોડાનો ખતરો ટળ્યો, માત્ર કચ્છ જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડશે
રાહતના સમાચાર: વાવાઝોડાનો ખતરો ટળ્યો, માત્ર કચ્છ જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડશે
Embed widget