શોધખોળ કરો

ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રથી મુંબઈ તરફ જતી અનેક ટ્રેનો રદ, જુઓ યાદી 

મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થઈ રહેલા અતિભારે વરસાદ અને ટ્રેક પર પાણી ભરાઈ જવાના કારણે રેલવે વ્યવહારને ભારે માઠી અસર પહોંચી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • મહારાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી રેલવે વ્યવહાર ખોરવાયો.
  • સૌરાષ્ટ્ર-અમદાવાદથી મુંબઈ જતી અનેક ટ્રેનો રદ કરાઈ.
  • ગુજરાત STએ ફસાયેલા મુસાફરો માટે વિશેષ બસો ચલાવી.
  • પ્રશાસને મુસાફરોને ટ્રેનનું લેટેસ્ટ સ્ટેટસ ચકાસવા કહ્યું.

મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થઈ રહેલા અતિભારે વરસાદ અને ટ્રેક પર પાણી ભરાઈ જવાના કારણે રેલવે વ્યવહારને ભારે માઠી અસર પહોંચી છે. મુંબઈમાં જળબંબાકારની સ્થિતિને લીધે પશ્ચિમ રેલવે દ્વારા ગુજરાતના સૌરાષ્ટ્ર અને અમદાવાદથી મુંબઈ તરફ જનારી શતાબ્દી, હમસફર અને સૌરાષ્ટ્ર મેઈલ સહિતની મહત્વની ટ્રેનો આજે અને આગામી દિવસો માટે રદ્દ કરી દેવામાં આવી છે. રેલવે વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ જતાં હજારો મુસાફરો અટવાયા છે, જેમને મદદરૂપ થવા માટે ગુજરાત એસટી વિભાગ દ્વારા મુંબઈ સુધીની વિશેષ બસો શરૂ કરવામાં આવી છે. પ્રશાસને લોકોને ટ્રેનનું લેટેસ્ટ સ્ટેટસ જાણીને જ ઘરની બહાર નીકળવા અપીલ કરી છે.

રેલવે પ્રશાસન દ્વારા રદ કરાયેલી ટ્રેનોની યાદી

રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર (Sr. DCM) સુનિલ કુમાર મીના દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ રદ કરાયેલી ટ્રેનો નીચે મુજબ છે:

07.07.2026 ના રોજ રદ થયેલી ટ્રેનો:

ટ્રેન નંબર 19016 પોરબંદર–દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ

ટ્રેન નંબર 19218 વેરાવળ–બાંદ્રા ટર્મિનસ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ

ટ્રેન નંબર 19252 ઓખા–વેરાવળ એક્સપ્રેસ

ટ્રેન નંબર 22924 જામનગર–બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ

08.07.2026 ના રોજ રદ થયેલી ટ્રેન:

ટ્રેન નંબર 19251 વેરાવળ–ઓખા એક્સપ્રેસ

09.07.2026 ના રોજ રદ થયેલી ટ્રેન:

ટ્રેન નંબર 22946 ઓખા–મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ

ગુજરાત એસટીએ મુસાફરોની વહારે

રેલવે વ્યવહાર ખોરવાઈ જવાના કારણે મુંબઈ તરફ જનારા અસંખ્ય મુસાફરો મધ્યમાં જ અટવાઈ પડ્યા છે. મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવા માટે ગુજરાત એસટી (ST) વિભાગ તાત્કાલિક એક્શન મોડમાં આવ્યું છે. એસટી વિભાગના વલસાડ ડિવિઝન દ્વારા તાબડતોબ મુંબઈના બોરીવલી સુધીની 20 વિશેષ બસો દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે, જેથી મુસાફરોને મુશ્કેલી વિના વિકલ્પ મળી રહે.

રેલવે પ્રશાસનની મુસાફરોને મહત્વની અપીલ

મુંબઈ ડિવિઝનમાં હજુ પણ સતત વરસાદ ચાલુ હોવાથી ટ્રેનોના સમય અને સંચાલનમાં ફેરફાર થઈ શકે છે. આથી રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોને ખાસ વિનંતી કરવામાં આવી છે કે તેઓ રેલવે સ્ટેશન પર આવતા પહેલાં અથવા મુસાફરી શરૂ કરતા પહેલાં રેલવેની સત્તાવાર વેબસાઈટ www.enquiry.indianrail.gov.in પર જઈને ટ્રેનનું લેટેસ્ટ સ્ટેટસ ચોક્કસ ચેક કરી લે. મુંબઈ ડિવિઝનમાં સતત થઈ રહેલા ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે. 

Frequently Asked Questions

ટ્રેન સેવાઓ શા માટે રદ કરવામાં આવી છે?

મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ અને ટ્રેક પર પાણી ભરાઈ જવાના કારણે રેલવે વ્યવહારને ભારે માઠી અસર પહોંચી છે. આથી ઘણી મહત્વની ટ્રેનો રદ કરવામાં આવી છે.

કઈ મુખ્ય ટ્રેનો રદ કરવામાં આવી છે?

ગુજરાતના સૌરાષ્ટ્ર અને અમદાવાદથી મુંબઈ તરફ જનારી શતાબ્દી, હમસફર અને સૌરાષ્ટ્ર મેઈલ સહિતની મહત્વની ટ્રેનો આજે અને આગામી દિવસો માટે રદ કરવામાં આવી છે.

ફસાયેલા મુસાફરોની મદદ માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે?

રેલવે વ્યવહાર ખોરવાઈ જતાં ફસાયેલા હજારો મુસાફરોને મદદરૂપ થવા ગુજરાત એસટી વિભાગ દ્વારા મુંબઈના બોરીવલી સુધીની 20 વિશેષ બસો શરૂ કરવામાં આવી છે.

મુસાફરોએ પ્રવાસ કરતા પહેલા શું કરવું જોઈએ?

મુસાફરોને રેલવે સ્ટેશન પર આવતા પહેલાં અથવા મુસાફરી શરૂ કરતા પહેલાં રેલવેની સત્તાવાર વેબસાઈટ www.enquiry.indianrail.gov.in પર જઈને ટ્રેનનું લેટેસ્ટ સ્ટેટસ ચેક કરવા અપીલ કરવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
Embed widget