શોધખોળ કરો
Advertisement
જેતપુરઃ પરીણિત મુસ્લિમ યુવકે હિંદુ હોવાનું ખોટું બોલી 14 વર્ષની છોકરી સાથે બાંધ્યા શારીરિક સંબંધ, તેને જેતપુર લઈ આવ્યો ને.....
પશ્ચિમ બંગાળનો એક પરિણીત મુસ્લિમ યુવાન હિન્દુ કિશોરીનું અપહરણ કરીને જેતપુર લાવ્યો હોવાની માહિતીને આધારે ત્યાંની પોલીસે અહીં આવી બંનેને શોધી કાઢ્યા હતા. વળી, કિશોરી અપહરણ સમયે આરોપી મુસ્લિમ હોવાનું પણ જાણીતી ન હોવાનું બહાર આવતા આખો મામલો લવજેહાદનો નીકળ્યો છે
જેતપુરઃ એક પરીણિત મુસ્લિમ યુવાને પોતાની ઓળખ હિંદુ તરીકે આપીને હિંદુ સગીર છોકરીને પ્રેમ જાળમાં ફસાવી હતી અને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. એ પછી કિશોરીને ભગાડી લાવ્યો હતો અને તેના પર મુસ્લિમ બનવા દબાણ કરતો હતો. તેના પિતાએ પોલીસ ફરિયાદ કરતાં છેવટે પોલીસે છોકરીને શોધી કાઢીને તેને મુક્ત કરાવી છે.
પશ્ચિમ બંગાળનો એક પરિણીત મુસ્લિમ યુવાન હિન્દુ કિશોરીનું અપહરણ કરીને જેતપુર લાવ્યો હોવાની માહિતીને આધારે ત્યાંની પોલીસે અહીં આવી બંનેને શોધી કાઢ્યા હતા. વળી, કિશોરી અપહરણ સમયે આરોપી મુસ્લિમ હોવાનું પણ જાણીતી ન હોવાનું બહાર આવતા આખો મામલો લવજેહાદનો નીકળ્યો છે.
આ ઘટનાની વિગત એવી છે કે, પશ્ચિમ બંગાળના 24 દક્ષિણ પરગણા જિલ્લાના બરૂઈપુરના જીબનતલ્લા પોલીસ સ્ટેશનમાં એક પ્રૌઢે પોતાની 14 વર્ષની પુત્રીનું તેના જ ગામનો તોહિદુર રહેમાન નામનો પરિણીત મુસ્લિમ યુવાન અપહરણ કરી ગયો હોવાની 7 ઓક્ટોબરે ફરીયાદ નોંધાવી હતી.
પશ્ચિમ બંગાળ પોલીસે કંઈ ધ્યાન ન આપતાં દિલ્હીની મિશન મુક્તિ ફાઉન્ડેશન નામની સંસ્થાનો સંપર્ક કર્યો હતો. તપાસ કરતા જાણવા મળ્યું કે, તોહિદુર જેતપુર શહેરના સામાકાંઠા વિસ્તારમાં રહે છે. આ સંસ્થા પાસે કાનૂની સતા ન હોવાથી કેન્દ્રીય મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલયની નેશનલ કમીશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઇટ્સના ચેરપર્સન પ્રિયંકા કાનંગોએ મુક્તિ ફાઉન્ડેશનને પોતાના પ્રતિનિધિ તરીકે બંગાળ સીઆઇડી પોલીસ સાથે જેતપુર મોકલ્યા હતા.
આ સંસ્થાએ સ્થાનિક પોલીસને સાથે રાખી શહેરના સામાકાંઠા વિસ્તારમાંથી તોહિદુરને શોધીને તેની ચુંગાલમાંથી કિશોરીને મુક્ત કરાવી હતી. બંનેને કોરોના ટેસ્ટ માટે જેતપુર સરકારી હોસ્પીટલે લાવતા ત્યાં કિશોરી ચૌધાર આંસુએ રડી પડી હતી. આ મિશન મુક્તિ સંસ્થાના ડિટેક્ટર વીરેન્દ્રસિંહે જણાવેલું કે, તોહિદુરે પ્રથમ કિશોરીને પોતાની ઓળખ હિન્દૂ તરીકે આપીને પોતાનું રાજ નામ હોવાનું જણાવ્યું હતું. આ રીતે તેની સાથે સંબંધ બાધ્યા હતા. યુવક તેને લઈને જેતપુર લાવ્યો ત્યારે તેને ખબર પડી કે, યુવક મુસ્લિમ છે. કિશોરી અહીં કોઈને ઓળખતી ન હોવાથી યુવક જેમ કહે તેમ કરતી હતી. યુવક કિશોરીને મુસ્લિમ નામ આપી કુરાન અને નમાઝ પઢવા માટે દબાણ કરતો હોવાનું જણાવ્યું હતું. બંગાળ પોલીસ કિશોરીને રાજકોટ સરકારી હોસ્પીટલે શારીરિક પરીક્ષણ માટે લઈ ગઈ હતી અને ત્યાંથી બંગાળ લઈ જશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement