શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો, કચ્છનું નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર
રાજ્યમાં તાપમાનનો પારો ગગડતા કચ્છનું નલિયા શહેર ઠંડુગાર બન્યું છે. 9 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર છે.
ગાંધીનગર: રાજ્યમાં તાપમાનનો પારો ગગડતા કચ્છનું નલિયા શહેર ઠંડુગાર બન્યું છે. 9 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર છે. ભુજમાં 14.6 ડીગ્રી અને કંડલામાં 15 ડીગ્રી તાપમાન નોંધાયું છે.
હજી પણ બે દિવસ નહીં ઘટે રાજ્યમાં ઠંડીનું જોર. બેથી ત્રણ દિવસ તાપમાન યથાવત્ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. અમદાવાદનું લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીએ પહોંચ્યું છે. ડીસામાં 12.7 તો ગાંધીનગરમાં 13.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
માઉન્ટ આબુમાં ઠંડીનો પારો એક ડિગ્રીએ પહોંચ્યો હતો. જયપુરમાં નવ, અજમેર સહિતના શહેરોમાં નોંધાઈ આઠ ડિગ્રી ઠંડી... ઉત્તર ભારતમાં થઈ રહેલી હીમવર્ષાના કારણે હજી પણ ઠંડી વધે તેવી શક્યતા છે.
દિલ્હી એનસીઆરમાં ઠંડીએ છેલ્લા 17 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. ખાનગી હવામાન એજંસી સ્કાયમેટના મતે પર્વતીય વિસ્તારમાં થઈ રહેલી બરફ વર્ષાના કારણે દિલ્હીમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
ગુજરાત
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion