Narmada : ભાજપના નેતાએ નોકરી-લગ્નની લાલચ આપી યુવતી સાણે માણ્યું શરીરસુખ ને ઉતાર્યો અશ્લીલ વીડિયો, પછી...
નર્મદા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ હિરેન રાવજીભાઈ પટેલે આદિવાસી યુવતીને લગ્ન કરવાની અને નોકરીની લાલચ આપી હતી. યુવતી લાલચમાં આવી જતાં તેણે તેની સાથે છૂટ લેવાનું શરૂ કરી દીધું હતું.
નર્મદાઃ નર્મદા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ હિરેન પટેલ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ થતાં જિલ્લા ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. આદિવાસી યુવતીને લગ્ન અને નોકરીની લાલચ આપીને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. આદિવાસી યુવતી સાથે અંગત પળો માણી યુવતીની મરજી વિરુદ્ધ અંગત પળોના ફોટા અને વીડિયો ઉતારી લઈ વાયરલ કરવાની ધમકી આપી હતી.
30 વર્ષીય યુવતીએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, નર્મદા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ હિરેન રાવજીભાઈ પટેલે આદિવાસી યુવતીને લગ્ન કરવાની અને નોકરીની લાલચ આપી હતી. યુવતી લાલચમાં આવી જતાં તેણે તેની સાથે છૂટ લેવાનું શરૂ કરી દીધું હતું. તેમજ યુવતી સાથે શરીરસુખ માણી અંગતપળોનો વીડિયો અને તસવીરો લઈ લીધી હતી.
આ પછી યુવતીને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી વડોદરાની અલગ અલગ હોટલમાં લઈ જઈને વારંવાર શરીરસુખ માણ્યું હતું. એટલું નહીં, યુવતીને પ્રેમસંબંધ રાખવા દબાણ કરતો હતો. યુવતીએ ભાજપના નેતા સામે બળાત્કારની ફરિયાદ કરતાં તેમને તાત્કાલિક અસરથી પદ પરથી દૂર કરાયા છે. નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલે હિરેન પટેલે તીલકવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં સિસ્તભંગના પગલા ભર્યા છે. તટસ્થ અને નિષ્પક્ષ તપાસ થાય તે હેતુથી હિરેન પટેલને પક્ષના ઉપપ્રમુખ પદેથી તાત્કાલિક અસરથી દૂર કરાયા છે.
Rajkot : ભાજપના નેતાએ વીડિયો કોલ એક્સેપ્ટ કરતાં જ યુવતી થઈ ગઈ નિર્વસ્ત્ર અને પછી ......
રાજકોટઃ શહેર ભાજપના નેતા સાઇબર માફીયાના ચક્કરમાં ફસાયા હોવાની ઘટના સામે આવી છે. ભાજપના નેતાને અજાણ્યા નંબર પરથી આવેલો વીડિયો કોલ રિસિવ કરવો ભારે પડી ગયો છે. તેમણે વીડિયો કોલ એક્સેપ્ટ કરતાં જ યુવતી નિર્વસ્ત્ર થઈ ગઈ હતી. જોકે, અચાનક જ યુવતીએ કપડા ઉતારવા લાગતાં ભાજપના નેતાએ કોલ કટ કરી નાંખ્યો હતો.
જોકે, સામે સાઇબર માફીયા દ્વારા આ અશ્લીલ વીડિયો ભાજપના નેતાને મોકલીને પાંચ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. ભાજપને નેતાને યુવતીએ ધમકી આપી હતી કે, રૂપિયા નહીં આપે તો આ વીડિયો ભાજપના નેતાઓને મોકલી દેશે. બ્લેકમેઈલરે ભાજપને નેતાના સોશિયલ મીડિયાના મિત્રોનુ લીસ્ટ મોકલ્યું અને વીડિયો તેમને મોકલી બદનામ કરવાની ચીમકી આપી હતી.
પાંચ લાખ પેટીએમથી, ગૂગલ પેથી મોકલવાનું કહેવાયું હતું. રાજકોટ શહેર સાયબર સેલે તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે, અગાઉ પણ કેટલાય લોકો આ પ્રકારની ઘટનાનો શિકાર બની ગયા છે. સુરત ભાજપના નેતાઓ પણ આ પ્રકારની હનીટ્રેપમાં ફસાયા હતા.