શોધખોળ કરો

AAP Gujarat: કેજરીવાલ આવતીકાલે ગુજરાતની મુલાકાતે, નેત્રંગમાં સભા સંબોધ્યા બાદ ચૈતર વસાવાને મળવા જેલમાં જશે

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓને વેગ આપવા AAPના કન્વિનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બે દિવસની મુલાકાતે આવશે

Narmada News: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓને વેગ આપવા AAPના કન્વિનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બે દિવસની મુલાકાતે આવશે. આ દરમિયાન કેજરીવાલ સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ હાજર રહેશે. કેજરીવાલ પોતાની આ મુલાકાત દરમિયાન એક વિશાળ જનસભાને સંબોધશે. કેજરીવાલ એક વર્ષથી વધુ સમય બાદ ગુજરાતમાં કાર્યક્રમ કરશે. આ પહેલા તેમણે 2022માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં તેમનો છેલ્લો કાર્યક્રમ કર્યો હતો. જાણો શું છે ગુજરાતનું કેજરીવાલની મુલાકાતનું પ્લાનિંગ.... 

અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ગુજરાતની મુલાકાતે આવશે, કેજરીવાલ વડોદરા પહોંચશે અને ત્યારબાદ તેઓ ભરૂચ જિલ્લાના નેત્રંગમાં સભા કરશે. અગાઉ એવું કહેવામાં આવ્યું હતું કે કેજરીવાલ ત્રણ દિવસ માટે ત્યાં છે, પરંતુ સુધારેલા સમયપત્રકમાં, કેજરીવાલ 7 જાન્યુઆરીએ ગુજરાત પહોંચશે અને પછી 8 જાન્યુઆરીએ દિલ્હી પરત ફરશે. અગાઉ કેજરીવાલની મુલાકાત દરમિયાન પાર્ટીના નેતા સંદીપ પાઠકે ગુજરાતમાં ભાજપને ક્લીવ સ્વીપ કરતા રોકવાનો દાવો કર્યો હતો. તેમણે ભરૂચથી પક્ષના નેતા ચૈત્ર વસાવાની એન્ટ્રીના સંકેત પણ આપ્યા હતા.

અરવિંદ કેજરીવાલ તથા ભગવંત માનની ગુજરાત મુલાકાતની રૂપરેખા....

- આવતીકાલે 7મી જાન્યુઆરી, રવિવારે કેજરીવાલનુંબપોરે વડોદરા એરપોર્ટ પર આગમન. 
- 1-00 વાગે નેત્રંગમાં સભાસ્થળ પર પહોંચશે, જ્યાં સંબોધન કરશે. 
- ૭-૦૦ વાગે પ્રદેશ આગેવાનો સાથે લોકસભા ચૂંટણીની સમિક્ષા બેઠક યોજશે. 
- આ પછી કેજરીવાલનું રાત્રિ રોકાણ વડોદરામાં થશે.
- 8મી જાન્યુઆરી, સોમવારનો કાર્યક્રમ. 
- સવારે ૧૧ વાગે રાજપીપળા જેલ પર ચૈતર વસાવાની મુલાકાત લેશે.
- મુલાકાત બાદ દિલ્લી જવા રવાના થશે.

આમ આદમી પાર્ટી દ્વારા રાજપીપળા જેલમાં ચૈતર વસાવાને 4 વ્યક્તિને મળવા માટેની અરજી આપવામાં આવી હતી, જેમાં રાજપીપળા જેલ દ્વારા કોઈપણ 2 વ્યક્તિને મળવાની મંજૂરી અપાઇ છે. જેલમાં મળવા માટેનો સમય સવારે 9 થી બપોરે 12 સુધીનો છે, તો એ સમય દરમિયાન 20 મિનિટ માટે આપના કોઈપણ બે વ્યક્તિને ચૈતર વસાવાને મળવાની મંજૂરી આપવામાં આવી છે.

મુખ્યમંત્રી કેજરીવાલની ED કરશે ધરપકડ', દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજ અને આતિશીનો દાવો

દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કર્યો છે કે સાંભળવામાં આવી રહ્યું છે કે ED આવતીકાલે સવારે (4 જાન્યુઆરી) સવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચશે અને તેમની ધરપકડ કરશે. દિલ્હીના મંત્રી આતિશીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે રિપોર્ટ્સ આવી રહ્યા છે કે ED કાલે (4 જાન્યુઆરી) સવારે અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાન પર દરોડા પાડવા જઈ રહી છે. ધરપકડ કરી શકે છે.

નોંધનીય છે કે બુધવારે (3 જાન્યુઆરી) સીએમ કેજરીવાલ EDના ત્રીજા સમન્સ પર પણ તપાસ એજન્સી સમક્ષ હાજર થયા ન હતા. એક્સાઇઝ પોલિસી કેસમાં ઇડીએ મુખ્યમંત્રી અરવિંદને સમન્સ જાહેર કર્યા હતા. તેમણે નોટિસને ગેરકાયદે ગણાવી લેખિત જવાબ મોકલ્યો હતો. આમ આદમી પાર્ટી (AAP) એ આરોપ લગાવ્યો હતો કે કેજરીવાલને વારંવાર નોટિસ મોકલવી એ તેમને લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરતા રોકવા માટે ધરપકડ કરવાના ષડયંત્રનો એક ભાગ હતો.

AAPએ કહ્યું કે કેજરીવાલ તપાસ એજન્સીને સહકાર આપવા તૈયાર છે પરંતુ દાવો કર્યો કે સમન્સ તેમની ધરપકડ કરવાના ઈરાદાથી મોકલવામાં આવ્યા હતા. પાર્ટીએ આરોપ લગાવ્યો કે, “ચૂંટણી પહેલા નોટિસ કેમ મોકલવામાં આવી? આ નોટિસ કેજરીવાલને ચૂંટણી પ્રચાર કરતા રોકવાનો પ્રયાસ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Embed widget