National Gamesના લોન્ચિંગ પહેલાં PM મોદીએ હેલિકોપ્ટરમાંથી 'મોદી સ્ટેડિયમ'નો વીડિયો ટ્વીટ કર્યો, જુઓ શું કહ્યું
આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 36મા નેશનલ ગેમ્સની શરુઆત કરાવશે. પ્રધાનમંત્રી મોદી સાંજે 7 કલાકે મોટેરામાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આયોજીત ખાસ કાર્યક્રમમાં નેશનલ ગેમ્સની શરુઆત કરાવશે.
National Games 2022: આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 36મા નેશનલ ગેમ્સની (National Games) શરુઆત કરાવશે. પ્રધાનમંત્રી મોદી (PM Modi) સાંજે 7 કલાકે મોટેરામાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આયોજીત ખાસ કાર્યક્રમમાં નેશનલ ગેમ્સની શરુઆત કરાવશે. હાલ ભાવનગરમાં સભા પુર્ણ કર્યા બાદ હવે પ્રધાનમંત્રી મોદી ગાંધીનગર પહોંચ્યા છે. વિધાનસભા હેલિપેડ ઉપર પીએમ મોદીનું હેલિકોપ્ટર ઉતર્યું હતું. ત્યાંથી પીએમ મોદી રાજભવન પહોંચ્યા છે અને 7 વાગ્યા સુધી રાજભવનમાં જ રોકાશે. ત્યાર બાદ સાંજે 7 વાગ્યે 36મી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કરવા માટે મોટેરા પહોંચશે.
પીએમ મોદીએ ટ્વીટ કર્યો વીડિયોઃ
આ પહેલાં જ્યારે પીએમ મોદી હેલિકોપ્ટરથી ગાંધીનગર પહોંચ્યા ત્યારે તેમણે નેશનલ ગેમ્સ માટે તૈયાર થયેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમના આકાશી દ્રશ્યો બતાવતો વીડિયો ટ્વીટ કર્યો હતો. વીડિયો ટ્વિટ કરતાં પીએમ મોદીએ લખ્યું કે, હું થોડી વારમાં નેશનલ ગેમ્સની શરુઆત કરવવા માટે થોડીવારમાં ત્યાં (નરેન્દ્ર મોદી સ્ટેડિયમ) પહોંચી રહ્યો છું.
I’m going be there very soon for the opening of the National Games. pic.twitter.com/OQcQL9ZiX3
— Narendra Modi (@narendramodi) September 29, 2022
ભાવનગરમાં વડાપ્રધાન મોદીએ રોડ શો યોજ્યો હતો
ભાવનગરમાં વડાપ્રધાન મોદીએ રોડ શો યોજ્યો હતો. સભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે હું લાંબા સમય બાદ ભાવનગર આવી શક્યો જે બદલ હું લોકોની માફી માંગું છું. અમારી સેવા ભાવનાના કારણે જ અમને આટલા આશીર્વાદ મળે છે. સૌની યોજના સૌરાષ્ટ્રમાં સાકાર થઈ છે. સુરત બાદ ભાવનગર,બોટાદ,અમરેલીને 6 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, "એક તરફ જ્યાં દેશે આઝાદીના 75 વર્ષ પૂર્ણ કર્યા છે ત્યારે આ વર્ષે ભાવનગર તેની સ્થાપનાના 300 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યું છે. 300 વર્ષની આ સફરમાં ભાવનગરે ટકાઉ વિકાસ કર્યો છે, સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક રાજધાની તરીકે પોતાની ઓળખ બનાવી. ભાવનગરનું આ બંદર આત્મનિર્ભર ભારતના નિર્માણમાં મોટી ભૂમિકા ભજવશે અને અહીં રોજગારીની સેંકડો નવી તકો ઉભી થશે. સ્ટોરેજ, ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક્સ સંબંધિત બિઝનેસ-બિઝનેસ અહીં વિસ્તરશે"