Navsari: માર્કેટયાર્ડમાં કેરીની આવક, આ વર્ષે કેરીનો પાક 15 દિવસ વહેલો આવ્યો
નવસારી માર્કેટયાર્ડમાં કેરીની આવક થઈ છે. માવઠાની બીકે ખેડૂતોએ વહેલી કેરી ઉતારી લીધી છે જેથી માર્કેટમાં આવેલી કેરી અધુરી પાકેલી છે. દર વર્ષની સરખામણીએ આ વર્ષે કેરીનો પાક 15 દિવસ વહેલો આવ્યો.
નવસારી: ઉનાળાની શરુઆત થતાની સાથે જ ફળોના રાજ કેરીની સિઝન શરુ થઈ ગઈ છે. ઘણા બધા શહેરોમાં કેરીની આવક શરુ થઈ ગઈ છે. નવસારી માર્કેટયાર્ડમાં કેરીની આવક થઈ છે. રાજ્યમાં સતત પડી રહેલા કમોસમી વરસાદ અને માવઠાના ડરના કારણે ખેડૂતોએ વહેલી કેરી ઉતારી લીધી છે જેથી માર્કેટમાં આવેલી કેરી અધુરી પાકેલી છે.
દર વર્ષની સરખામણીએ આ વર્ષે કેરીનો પાક 15 દિવસ વહેલો આવ્યો છે. સામાન્ય રીતે એપ્રિલ મહિનાના અંતમાં માર્કેટયાર્ડમાં કેરીની આવક શરૂ થતી હોય છે. પરંતુ માવઠાની ભીતિથી આ વર્ષે ખેડૂતીએ વહેલો પાક ઉતારી લીધો છે. હાલ માર્કેટયાર્ડમાં કેરીનો ભાવ 1800થી 2200 રૂપિયા બોલાઈ રહ્યા છે. વેપારીઓ મુજબ, જેમ કેરીની આવક વધશે, તેમ તેના ભાવ પણ ઘટશે. ચાલુ વર્ષે નવસારી જિલ્લાના 36 હજાર હેક્ટરમાં કેરીનું ઉત્પાદન કરાયું છે.
CBI Summons Arvind Kejriwal: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને CBI નું સમન્સ, પૂછપરછ માટે બોલાવાયા
CBIએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. કેન્દ્રીય એજન્સીએ તેમને રવિવારે (16 એપ્રિલ) સવારે 11 વાગ્યે બોલાવ્યા છે. નવી લિકર પોલીસી કેસમાં સીબીઆઈ તેમની પૂછપરછ કરવા માંગે છે. CBI અધિકારીઓએ આ અંગે માહિતી આપી છે.
CBIના સમન્સ બાદ આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે ટ્વીટ કરીને નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું, “અત્યાચારનો ચોક્કસ અંત આવશે. સીબીઆઈ દ્વારા અરવિંદ કેજરીવાલના સમન્સને લઈને હું સાંજે 6 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરીશ.
જણાવી દઈએ કે નવી દારૂ નીતિના મામલામાં સીબીઆઈ દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ધરપકડ કરી ચૂકી છે. લાંબી પૂછપરછ બાદ 26 ફેબ્રુઆરીએ CBI દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. આ અંગે આમ આદમી પાર્ટી સતત ભાજપ અને કેન્દ્ર સરકાર પર પ્રહારો કરી રહી છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ઘણી રાષ્ટ્ર વિરોધી શક્તિઓ છે જે દેશને આગળ વધવા દેવા માંગતી નથી. તે નથી ઈચ્છતા કે ગરીબોના બાળકોને સારું શિક્ષણ મળે. ગરીબનું બાળક ભણે તો દેશ પ્રગતિ કરે, એ લોકો નથી ઈચ્છતા કે દેશ પ્રગતિ કરે. એવા લોકો કોણ છે જેઓ નથી ઈચ્છતા કે દેશ પ્રગતિ કરે ? આ તમામ લોકોએ મળીને મનીષ સિસોદિયાને જેલમાં મોકલી દીધા હતા.