NAVSARI : સુરતથી મુંબઈ જઈ રહેલી ટેમ્પો ટ્રાવેલમાં બેઠેલા હતા મુસાફરો અને અચાનક લાગી આગ
Navsari News : નવસારી નેશનલ હાઇવે નંબર 48 પર આવેલા વેસ્મા ગામ નજીક ટેમ્પો ટ્રાવેલમાં આગ લાગી.
Navsari : નવસારી નેશનલ હાઇવે નંબર 48 પર આવેલા વેસ્મા ગામ નજીક આગની ઘટના ઘટી છે. આગની આ ઘટના નેશનલ હાઇવે પરથી પસાર થઇ રહેલા ટેમ્પો ટ્રાવેલમાં બની હતી. આગ લાગ્યા સમયે આ ટેમ્પોમાં મુસાફરો પણ બેઠેલા હતા. જો કે સમયસૂચકતા વાપરી મુસાફરો ટેમ્પોમાંથી ઉતારી જતા તમે મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.
ઘટનાની જાણ નવસારી નગરપાલિકાના ફાયર વિભાગના જવાનોને થતા ફાયર વિભાગની ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યાં હતા.
મળતી માહિતી મુજબ આ ટેમ્પો સુરતથી મુંબઈ જઈ રહ્યો હતો. આગની આ ઘટના અંગે નવસારી ગ્રામ્ય પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આગની આ ઘટનાને કારણે નવસારી પાસેથી પસાર થતા નેશનલ હાઇવે પર ટ્રાફિક જામ થયો હતો.
સીટી બસમાં ત્રણ કંડકટરોએ યુવતીની છેડતી કરી
સુરતના મહિધરપુરાની કોલેજીયન યુવતીની સિટી બસમાં ત્રણ કન્ડક્ટરો દ્વારા છેડતી કરવામાં આવતા પોલીસ દોડતી થઈ હતી. યુવતી સહેલી સાથે ફિલ્મ જોઇ સિટી બસમાં ઘરે પરત ફરતી હતી ત્યારે તેની છેડતી કરવામાં આવી હતી. જે મામલે હાલમાં પોલીસે શાહરૂખ શેખ, જયદીપ પરમાર અને સમીર શાહની ધરપકડ કરી છે.
આ અંગે વિગતે વાત કરીએ તો, સુરતના સેન્ટ્રલ મોલ ખાતે વેલેન્ટાઇન સિનેમામાં ફિલ્મ જોઇ સિટી બસમાં સહેલી સાથે સ્ટેશન આવવા માટે બેસેલી મહીધરપુરાની કોલેજીયન યુવતી સાથે ભીડભાડનો લાભ લઇ છેડતી કરવામાં આવી હતી. આ ઉપરાંત બેકામ વાણીવિલાસ કરનારા સીટી બસનાં ત્રણ કંડક્ટરોની મહીધરપુરા પોલીસે ધરપકડ કરી છે.
મહીધરપુરા વિસ્તારમાં રહેતી યુવતી કોલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે. ગતરોજ કોલેજમાં રજા હોવાથી યુવતી તેની બહેનપણી સાથે ઉમરાના સેન્ટ્રલ મોલ ખાતે આવેલાં વેલેન્ટાઇન સિનેમામાં ફિલ્મ જોવા ગઇ હતી. ફિલ્મ જોઇ પરત થતી વેળા ઘરે પરત થવા માટે રાહુલ રાજ મોલની સામેથી સ્ટેશને આવવા માટે સીટી બસમાં બેઠી હતી. બસમા ભીડ હોવાથી ત્રણ યુવકો અવારનવાર ગમે તેમ વાણી વિલાસ કરી યુવતી સાથે ટકરાતા હોવાનું તરકટ કરી હેરાન કરતા હતાં. સુરત સીટી બસમાં કંડક્ટર દ્વારા તરુણીની છેડતી મામલે પાલિકા પણ એક્શનમાં આવી છે. છેડતી કરનાર ત્રણેય કંડક્ટરને બ્લેકલીસ્ટ કરાયા છે.