Navsari: નવસારી જિલ્લામાં કોગ્રેસમાં ભંગાણ, તાલુકા પંચાયતના કોગ્રેસના બે સભ્યો ભાજપમાં જોડાયા
તાલુકા પંચાયતના કોગ્રેસના બે સભ્યો ભાજપમાં જોડાયા હતા.
નવસારી જિલ્લામાં કોગ્રેસમાં ભંગાણ થયું હતું. કોંગ્રેસના તાલુકા પંચાયતના બે સભ્યો ભાજપમાં જોડાયા હતા. અનંત પટેલના મત વિસ્તારમાં કોગ્રેસ તૂટી હતી. તાલુકા પંચાયતના કોગ્રેસના બે સભ્યો ભાજપમાં જોડાયા હતા.
મળતી જાણકારી અનુસાર નવસારી જિલ્લામાં ચારણવાડા બેઠકના કોગ્રેસના સભ્ય યોગેશ દેસાઇ અને વાંગણ બેઠકના બંશું ભાઈ બિરારી કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. વલસાડ જિલ્લામાં ભાજપના એક કાર્યક્રમમાં બંને કોંગ્રેસના સભ્યો ભાજપમાં જોડાયા હતા.
નાણામંત્રી કનુભાઇ દેસાઇ અને વલસાડ ડાંગના સાંસદ ડૉ કે. સી. પટેલે બંન્નેને ભાજપમાં આવકાર્યા હતા. વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલના મત વિસ્તારના કોગ્રેસના સભ્યો ભાજપમાં જોડાતા રાજકારણ ગરમાયું હતું.
નવસારીને મહાનગરપાલિકાનો દરજ્જો મળશે ?
ગુજરાતમાં વધુ એક મહાનગર પાલિકાનો તખ્તો ગોઠવાઇ રહ્યો હોવાની વાત સામે આવી છે, ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે આ મુદ્દે એક મોટુ નિવેદન આપીને બધાને ચોંકાવી દીધા છે. ખરેખરમાં નવસારીને મહાનગરપાલિકા બનાવવા મુદ્દે સીઆર પાટીલે સંકેત આપ્યા છે. હાલમાં જ સીઆર પાટીલે કહ્યું છે કે, નવસારીને નવસારીને મહાનગરપાલિકા બનાવવા પ્રાથમિક તબક્કે સર્વે ચાલી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી નવસારીને માંગ ઉઠી રહી હતી. હાલમાં નવસારીના સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કહ્યું નવસારી મહાનગરપાલિકા બને એવું અમે પણ ઈચ્છી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, અત્યારે રાજ્યની સૌથી મોટી નગરપાલિકા છે નવસારી વિજલપોરની પાલિકા છે. નવસારીને મહાનગરપાલિકા બનાવવાની વાતો ચર્ચાતા સ્થાનિક નેતાઓમાં ખુશીનો માહોલમાં છવાઇ ગયો છે.
ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે કયા દિગ્ગજોના નામ છે રેસમાં
લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસ એક્શન મૉડમાં આવી ગઇ છે, રઘુ શર્મા અને અશોક ગેહલોતના ભરોસે બેસેલી કોંગ્રેસ હવે રાજ્યમાં પ્રભારી બદલવા માટે એક્શનમાં આવી છે. છેલ્લા કેટલાય દિવસોથી રાજ્યમાં નવા પ્રદેશ પ્રમુખને લઇને ચર્ચાઓ જોર પકડ્યુ હતુ, હવે આ બધાની વચ્ચે ગુજરાત કોંગ્રેસ પ્રભારીની નિયુક્તિનો મુદ્દો ચર્ચાએ ચઢ્યો છે. રાજ્યમાં નવા પ્રદેશ પ્રમુખની નિયુક્તિ પહેલા ગુજરાત કોંગ્રેસના પ્રભારીની નિયુક્તિ કરવામાં આવશે. મહત્વનું છે કે, ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે એઆઈસીસીમાં ચાર નામની ચર્ચા સૌથી વધુ થઇ રહી છે. આમાં બીકે હરીપ્રસાદ, રમેશ ચેનિથલા, અભિષેક પાંડે અને અજય માકન આ રેસમાં સૌથી આગળ છે. આ ચારમાંથી કોઇ એકને ચૂંટણી પહેલા ગુજરાતની કમાન સોંપવામાં આવી શકે છે