શોધખોળ કરો
સુરેન્દ્રનગરમાં કોરોનાનો ફૂટ્યો બોમ્બ? 36 કલાકમાં કેટલા પોઝિટિવ કેસ નોંધાયા? જાણો આ રહ્યાં નવા આંકડા
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાનો બોમ્બ ફૂટ્યો હોય તેવું લાગી રહ્યું છે. સોમવાર રાતે 8 વાગ્યાથી લઈને આજે સવાર સુધીમાં સુરેન્દ્રનગર જિલ્લામાં નવા 49 પોઝિટિવ કેસ નોંધાતાં ખળભળાટ મચી ગયો

સુરેન્દ્રનગર: સમગ્ર ગુજરાતમાં કોરોના રોકાવનું નામ લેતો જ નથી. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાનો બોમ્બ ફૂટ્યો હોય તેવું લાગી રહ્યું છે. સોમવાર રાતે 8 વાગ્યાથી લઈને આજે સવાર સુધીમાં સુરેન્દ્રનગર જિલ્લામાં નવા 49 પોઝિટિવ કેસ નોંધાતાં ખળભળાટ મચી ગયો છે. દિવસે ને દિવસે કોરોનાનો પોઝિટિવ કેસોમાં વધારો થતાં લોકો ચિંતામાં મુકાઈ ગયા છે. જિલ્લાનો ફૂલ કોરોના પોઝિટિવ આંક 801 પર પહોંચી ગયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે. સોમવાર રાતે 8 વાગ્યાથી લઈનને મંગળવાર રાતે 8 વાગ્યા સુધીમાં કોરોનાના 32 પોઝિટિવ કેસ નોંધાયા હતા જ્યારે મંગળવાર રાતે 8 વાગ્યાથી લઈને આજે સવાર સુધીમાં નવા 17 પોઝિટિવ કેસ નોંધાતાં ખળભળાટ મચી ગયો હતો. સુરેન્દ્રનગર, જોરાવરનગર, રતનપર અને વઢવાણ શહેરી વિસ્તારોમાં 12 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે જિલ્લાના પાટડી, ધ્રાંગધ્રા, સાયલા, લખતર, લીંબડી, મૂળી તાલુકાના ગામોમાં 37 સહિત વધુ 49 વ્યક્તિઓને કોરોના પોઝિટિવ આવ્યો છે. આ તમામ દર્દીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોઝિટિવ કેસોમાં સતત વધારો થતાં કલેક્ટર એક જાહેરનામું પણ બહાર પાડ્યું છે. રાજ્યમાં હાલ 13198 એક્ટિવ કેસ છે, જેમાંથી 87 વેલ્ટીલેટર પર છે અને 13111 દર્દીઓ સ્ટેબલ છે, જ્યારે અત્યાર સુધી કુલ 42412 દર્દીઓ સારવાર બાદ ડિસ્ચાર્જ થઈ ગયા છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 6,90,092 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
વધુ વાંચો
ટોપ સ્ટોરી
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
દેશ
ક્રાઇમ





















