શોધખોળ કરો

Gandhinagar: નવી જંત્રી અંગે રાજ્ય સરકારે પોતાના નિર્ણય બદલ્યો, જાણો શું લીધો મોટો નિર્ણય

ગાંધીનગર:  રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને જન-સામાન્યના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી જંત્રીના અમલના લઈને મોટો નિર્ણય લીધો છે. જંત્રી દરમાં કરવામાં આવેલો વધારો તારિખ   15/04/2023થી અમલી બનશે.

ગાંધીનગર:  રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને જન-સામાન્યના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી જંત્રીના અમલના લઈને મોટો નિર્ણય લીધો છે. જંત્રી દરમાં કરવામાં આવેલો વધારો તારિખ   15/04/2023થી અમલી બનશે. આ પહેલા ફેબ્રુઆરીથી જ અમલી બનવાનો હતો. જો કે હવે સરકારે તેને અપ્રિલથી લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. આ અંગે ગઈ કાલે સીએમ ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી. તેમાં રાજ્ય અગ્ર સચિવથી લઈને અનેક અધિકારીઓ હાજર રહ્યા હતા. નોંધનિય છે કે બિલ્ડર એસોસિએશન પણ જંત્રીના નવા દરો હાલમાં લાગુ કરવાના વિરોધમાં હતું.

સુરતમાં પ્રેમિકાએ પ્રેમીની બહેન સાથે એવો કાંડ કર્યો કે જાણીને પોલીસ પણ ચોંકી ગઈ

સુરતમાં પુણાગામ ખાતે રહેતી યુવતીએ લોકરક્ષકની ભરતી પરીક્ષા પાસ કરી હતી. ત્યારબાદ તેના ડોક્યુમેન્ટ પણ વેરિફાઈ થઈ ગયા હતા. પરંતુ કોઈ અજાણ્યાએ યુવતીના કન્ફર્મેશન નંબર અને રજિસ્ટર મોબાઈલ નંબરના ઓટીપીનો ઉપયોગ કરીને બારોબાર તેનું ફોર્મ રદ્દ કરી પરત ખેંચી લેતા તેણીએ સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તપાસ કરતા યુવતીના ભાઈની ગર્લફ્રેન્ડ જ આરોપી નીકળતા પરિવાર ચોંકી ગયો હતો. સાયબર પોલીસે તેણીની ધરપકડ કરી હતી.

પુણાગામ ખાતે રાધાસ્વામી સોસાયટીમાં રહેતી 20 વર્ષીય અસ્મીતા છગનભાઈ કાતરીયા મુળ અમરેલીની વતની છે. તેને સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જે કાપોદ્રા ખાતે જે.ડી. ગાબાણી કોલેજમાં બી.કોમમાં અભ્યાસ કરે છે. વર્ષ 2021-22ની લોકરક્ષક દળમાં ભરતીની જાહેરાત બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવી હતી. આથી અસ્મિતાએ પણ તેનું ફોર્મ ભરીને સબમીટ કર્યું હતું. આ ફોર્મમાં તેના ભાઈનો મોબાઈલ નંબર રજિસ્ટર કર્યો હતો. ત્યારબાદ તારિખ 4 જાન્યુઆરી 2022ના રોજ પ્રેક્ટિકલ પરીક્ષા માઉન્ટેડ પોલીસ ગ્રાઉન્ડ પોપટપરા જેલની પાસે રાજકોટ શહેર ખાતે યોજાઈ હતી જે પ્રેક્ટિકલ પરીક્ષામાં અસ્મિતા પાસ થઈ હતી.

ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં નામ આવતા તારિખ 9 સપ્ટેમ્બર 2022 ના રોજ પોલીસ તાલીમ સેન્ટર ગાંધીનગર ખાતે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યા હતા. ત્યારબાદ લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ઉમેદવારી પાછી ખેંચવા માટે ઓજશ ઉ૫૨ એપ્લીકેશન મુકવામાં આવી હતી. જેમાં ઓટીપી બેઝ સિસ્ટમનો ઉપયોગ કર્યો હતો. રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવ્યા બાદ જ ફોર્મ પાછા ખેંચી શકાય છે. કોઈ અજાણ્યાએ એલઆરડી ગુજરાત 2021.ઇન ઉપરથી લોકરક્ષક ભરતી પ્રક્રિયામાંથી આગળના તબક્કાઓ માટે ઉમેદવારી રદ્દ કરવા અને પસંદગી માટેના હક્કને જતો કરવા અરજી ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કાઢી તેમાં અરજીનો કન્ફર્મેશન નંબર લખી અસ્મિતાના નામની વિગતો લખી બનાવતી સહી કરી હતી અને ગઈ 8 ઓક્ટોબર 2022 ના રાત્રે અસ્મિતાના કન્ફર્મેશન નંબરનો ઉપયોગ કરી રજિસ્ટર મોબાઈલ નંબર પરથી ઓટીપી મેળવી લઈ તેમની ઉમેદવારી રદ ક૨વા અરજી અપલોડ કરી ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. 

આ અંગે જાણ થતા અસ્મિતા કાતરિયાએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે તપાસ થતાં જે વ્યકિતનું નામ સામે આવ્યું તે જોઈને અસ્મિતા અને તેનો પરિવાર ચોંકી ગયો હતો. તપાસ દરમિયાન સાયબર ક્રાઈમ પોલીસે આરોપી જાગૃતિ નારણભાઈ પાંડવ (ઉ.વ.૨૨, રહે. રાધા સ્વામી સોસાયટી, પુણા ગામ, મુળ મહુવા ભાવનગર) ની ધરપકડ કરી છે. આરોપી જાગૃતિ અસ્મિતાના ભાઈની ગર્લફ્રેન્ડ હોવાની વાત સામે આવી છે. બંને યુવતીઓએ સાથે પરીક્ષા આપી હતી. જેમાં અસ્મિતાએ પરીક્ષા પાસ કરી હતી અને જાગૃતિ ફેઈલ થઈ હતી. અસ્મિતા આગળ વધી જશે તેવા વિચારે જાગૃતિએ આ કાવતરૂ કર્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS 1st Test Day 1 Live: ઓલઆઉટ થવાની નજીક પહોંચી ટીમ ઇન્ડિયા, હર્ષિત રાણા સાત રન કરી આઉટ
IND vs AUS 1st Test Day 1 Live: ઓલઆઉટ થવાની નજીક પહોંચી ટીમ ઇન્ડિયા, હર્ષિત રાણા સાત રન કરી આઉટ
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Manish Doshi:સોમનાથમાં ચિંતન શિબિરના નામે નાટક કરી રહી છે..ગુનાખોરી અને હપ્તારાજને કોંગ્રેસના પ્રહારGujarat Winter News: 7 શહેરોમાં નોંધાયુ 17 ડિગ્રી તાપમાન, સૌથી નીચુ તાપમાન નલિયામાંMount Abu: ગુરુ શિખર પર માઈનસ 3 ડિગ્રી તાપમાન, પ્રવાસીઓ ઠુંઠવાઈ ગયા | Weather NewsDelhi Pollution News:દિલ્હીમાં પ્રદુષણને લઈને આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS 1st Test Day 1 Live: ઓલઆઉટ થવાની નજીક પહોંચી ટીમ ઇન્ડિયા, હર્ષિત રાણા સાત રન કરી આઉટ
IND vs AUS 1st Test Day 1 Live: ઓલઆઉટ થવાની નજીક પહોંચી ટીમ ઇન્ડિયા, હર્ષિત રાણા સાત રન કરી આઉટ
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Embed widget