શોધખોળ કરો
ગુજરાતમા નવા ટ્રાફિક નિયમોનો અમલ કઈ તારીખથી થશે, જાણો વિગતે
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરિષદ કરી જણાવ્યું કે ગુજરાત સરકારે આ મામલે નવા કાયદાની 50 કલમોમાં ફેરફાર કરી અને દંડની જોગવાઈમાં ઘટાડો કર્યો છે.

ગાંધીનગર: કેંદ્ર સરકાર સરકાર દ્વારા મોટર-વ્હિકલ એક્ટ 2019માં સુધારો કરી ટ્રાફિકના નવા નિયમો બહાર પાડવામાં આવ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરિષદ કરી જણાવ્યું કે ગુજરાત સરકારે આ મામલે નવા કાયદાની 50 કલમોમાં ફેરફાર કરી અને દંડની જોગવાઈમાં ઘટાડો કર્યો છે. રાજ્યમાં મોટર-વ્હિકલ એક્ટ 2019ના નવા નિયમોનો અમલ 16મી સપ્ટેમ્બરથી થશે. રાજ્ય સરકારે મોટર વ્હીકલ એક્ટમાં સુધારો કર્યો છે. ગુજરાતમાં નવા ટ્રાફિક નિયમો મુજબ, હેલ્મેટ ન પહેરનારને 500 રૂપિયાનો દંડની જોગવાઈ કરવામાં આવી છે, જ્યારે આરસી બુક અને વીમો ન હોય તો 500 રૂપિયા દંડ થશે, પરંતુ જો બીજી વખત પકડાયા તો દંડ 1૦૦૦ રૂપિયા થશે. લાયસન્સ વગર વાહન ચલાવવા પર માલિક અને ચાલક બન્નેને ૩૦૦૦ રૂપિયા સુધીનો દંડ થશે. ડિજીટલ ડોક્યુમેન્ટ બતાવવા છૂટ આપવામાં આવી છે, હાર્ડ કોપી સાથે નહી હોય તો ચાલશે. જાહેરમાં રેસ કરવા પર 5000 હજાર દંડ થશે. રસ્તા પર ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવા પર 500 રૂપિયા દંડ કરાયો છે, જે પહેલા 1000 હતો. સીટ બેલ્ટ ન પહેર્યો હોય તો 500 રૂપિયા દંડની જોગવાઈ કરવામાં આવી છે. નવા સુધારા મુજબ વાહન ચાલકોને નવા નિયમો 16 સપ્ટેમ્બરથી લાગુ પડશે.
વધુ વાંચો





















