શોધખોળ કરો
Advertisement
Nisarga Cyclone: આજે ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ વરસાદ પડે તેવી સંભાવના છે? હવામાન વિભાગે શું કરી આગાહી?
અરબી સમુદ્રમાં સર્જાયેલું ‘નિસર્ગ’ વાવાઝોડું સિવિયર સાયક્લોનમાં પરિવર્તિત થાય તેવી સંભાવનાછે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ‘નિસર્ગ’ વાવાઝોડું ગુજરાતમાં નહીં ત્રાટકે.
ગાંધીનગર: અરબી સમુદ્રમાં સર્જાયેલું ‘નિસર્ગ’ વાવાઝોડું સિવિયર સાયક્લોનમાં પરિવર્તિત થાય તેવી સંભાવનાછે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ‘નિસર્ગ’ વાવાઝોડું ગુજરાતમાં નહીં ત્રાટકે. દમણ- મહારાષ્ટ્રની વચ્ચે વાવાઝોડું ત્રાટકશે. આ સમયે 100થી 110 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
રાજ્યના ચાર બંદર પર 2 નબંરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ઘોધા, જાફરાબાદ, પોરબંદર અને ઓખા બંદર પર ભારે પવન સાથે વરસાદની શક્યતાને કારણે 2 નંબરનું સિગ્નલ લગાવાયું છે.
હવામાન વિભાગના મતે આગામી 24 કલાકમાં ચક્રવાતી વાવાઝોડું ઉત્તરી મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને પાર કરશે. વાવાઝોડાની દહેશતના પગલ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. આ સાથે દરિયાકાંઠાના વિસ્તારને પણ એલર્ટ કરાયા છે.
4 જૂન એટલે આજે દક્ષિણ ગુજરાત વલસાડ, નવસારી, સુરત, ભરૂચ અને દમણ, દાદરા નગર હવેલી,દીવ અને સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના વિસ્તારમાં વરસાદ પડે તેવી સંભાવના છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ક્રિકેટ
સમાચાર
Advertisement