નેક કામઃ યુદ્ધમાં બરબાદ થયેલા યૂક્રેનીયનો મદદ કરવા ગુજરાતી કલાકારોએ અમેરિકામાં ડાયરો કરીને કરોડોનુ દાન એકઠુ કર્યુ, જુઓ ડૉલરો વરસાદ..........
પ્રખ્યાત ગુજરાતી લોક ગાયિકા ગીતા રબારી (Geeta Rabari)ના અમેરિકામાં યોજાયેલા લોકડાયરાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
અમદાવાદઃ રશિયા અને યૂક્રેન વચ્ચે 36 દિવસથી ભયંકર યુદ્ધ ચાલી રહ્યુ છે, યૂક્રેનીયનોની હાલત એકદમ ખરાબ થઇ ગઇ છે, રશિયન સૈનિકો કીવ, ખારકીવ, મારિયુપોલ સહિતના મોટા મોટા શહેરોને બૉમ્બમારાથી તબાહ કરી રહ્યાં છે, ત્યારે ગુજરાતીઓ આ લોકોના દુઃખમાં ભાગીદાર થવા માટે કામ કરી રહ્યાં છે. આ વાતનો પુરાવો એક ડાયરાથી મળ્યો છે. અમેરિકામાં ગુજરાતી ગાયકોએ યુક્રેનીયનોની મદદ માટે ડાયરો કરીને ડૉલરનો વરસાદ કરાવી દીધો હતો, આ ડાયરાથી લગભગ 2 કરોડથી પણ વધુ રકમ એકઠી કરી હતી.
પ્રખ્યાત ગુજરાતી લોક ગાયિકા ગીતા રબારી (Geeta Rabari)ના અમેરિકામાં યોજાયેલા લોકડાયરાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેઓએ યુક્રેનની મદદ માટે અમેરિકામાં લોકડાયરાનો કાર્યક્રમ યોજ્યો હતો, કર્યો, જેમાં તેમના પર લાખો ડોલરનો વરસાદ થયો હતો. સ્ટેજ પર જ્યાં જૂઓ ત્યાં ડોલરના ઢગલા જોવા મળતા હતા. લોકકલાકાર ગીતા રબારીએ અમેરિકામાં ડાયરો કર્યો ત્યારે મોટી સંખ્યામાં NRI (Non-resident Indians)એ તેમના પર ડોલરનો વરસાદ કર્યો હતો. આનાથી અંદાજે ત્રણ લાખ ડોલર એટલે કે રુપિયા 2.28 કરોડ એકત્ર થયા, જે યુક્રેનને દાનમાં આપવામાં આવશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લોક કલાકારનો ડાયરો શનિવારે અમેરિકાના જ્યોર્જિયા રાજ્યના એટલાન્ટા શહેરમાં યોજાયો હતો. જેમાં ગીતા રબારીએ તેમના સાથી કલાકાર માયાભાઈ આહીર અને સન્ની જાદવ સાથે ભારતીય અને ગુજરાતી સંગીતના તાલે રમઝટ બોલાવી હતી. ગીતા રબારીએ પોતે આ ડાયરાની તસવીરો અને વીડિયો તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલથી શેર કર્યા છે, જે હવે વાયરલ થઈ ગયા છે.
Had a great Lok Dayro show at Louiville , Kentucky , Usa 🇺🇸 for such an interactive live audience. Sharing some spiritual moments with you all.#geetabenrabari #geetarabariusatour #louisville #usa #usatour #mayabhaiahir #LokDayro #Kentucky pic.twitter.com/ZFshOrM1GP
— Geetaben Rabari (@GeetabenRabari) March 29, 2022
ગીતા રબારી છેલ્લા કેટલાક દિવસોથી અમેરિકાના પ્રવાસે છે. એક અઠવાડિયા પહેલા તેણે ટેક્સાસમાં લાઈવ લોકડાયારાનો કાર્યક્રમ પણ કર્યો હતો. આ સિવાય રવિવારે તેણે લુઈસવિલે શહેરમાં લાઈવ પરફોર્મન્સ આપ્યું હતું. તમને જણાવી દઈએ કે, આ લોકડાયરાનું આયોજન સુરત લેવા પટેલ સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું, જેના દ્વારા 3 લાખ ડોલર (લગભગ 2.25 કરોડ રૂપિયા)નું ફંડ એકત્ર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો.........
ભારતમાં ધૂમ મચાવનારી વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ The Kashmir Files આ દિવસે UAEમાં રીલિઝ થશે
હવામાન વિભાગે રાજ્યમાં આવતીકાલથી ચાર દિવસ હીટવેવની કરી આગાહી
Aadhaar Pan Link: પાન-આધાર લિંક કરવાનો આજે છેલ્લો દિવસ, જાણો લિંક નહીં કરાવો તો કેટલો લાગશે દંડ
Bank Rules: જો તમારું પણ આ બેંકોમાં ખાતું છે, તો એપ્રિલથી નિયમોમાં થશે ફેરફાર, જલ્દી કરો