Gujarat Rain: રાજ્યના આ વિસ્તારોમાં હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો
રાજ્યમાં વરસાદ ખેંચાતા ધરતીપુત્રો પરેશાન છે. ઓગસ્ટમાં વરસાદ ન વરસતા ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ભીતિ છે. સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગાંધીનગર: રાજ્યમાં વરસાદ ખેંચાતા ધરતીપુત્રો પરેશાન છે. ઓગસ્ટમાં વરસાદ ન વરસતા ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ભીતિ છે. સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલ ભારે વરસાદ વરસશે તેવી કોઈ સિસ્ટમ સક્રિય નથી. પરંતુ ભેજના કારણે સૌરાષ્ટ્ર , ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગના મતે આગામી સમયમાં વાતાવરણમાં ભેજ ઘટતા તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે.
Rainfall distribution maps dated 28.08.2023. pic.twitter.com/5rxwowlPxA
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) August 28, 2023
રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક દરમિયાન વરસાદની આગાહી છે. રાજ્યમાં 94.5 ટકા વરસાદ વરસ્યો છે. ગુજરાત પર વરસાદની કોઇ સિસ્ટમ હાલ સક્રિય નથી. આગામી સમયમાં વાતાવરણમાં ભેજ ઘટતાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઇ શકે છે.
દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ, તાપી, નવસારી, દમણ અને ડાંગમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રમાં પણ કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ, નવસારી, વલસાડ અને ડાંગમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.