(Source: ECI/ABP News/ABP Majha)
રાજ્યમાં આ 8 જિલ્લામાં આજે કોરોનાનો એકપણ કેસ ન નોંધાયો, જાણો
રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 500થી પણ ઓછા નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 352 કેસ નોંધાયા છે.
રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 500થી પણ ઓછા નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 352 કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે 4 દર્દીના મૃત્યુ થયા છે. રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 10007 પર પહોચ્યો છે. રાજ્યના 8 જિલ્લામાંથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યના 8 જિલ્લામાં એકપણ કોરોનાનો કેસ નથી નોંધાયો.
આ જિલ્લામાં ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, મોરબી , નર્મદા અને તાપીનો સમાવેશ થાય છે. આ 8 જિલ્લામાં કોરોના વાયરસનો એક પણ નવો કેસ નથી નોંધાયો. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 1006 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ સાજા થવાનો દર 97.70 ટકા છે.
ગુજરાત આરોગ્ય વિભાગે આપેલા આંકડા પ્રમાણે આજે સાંજના પાંચ વાગ્યા સુધી કુલ 2,63,630 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્યમાં આજે કુલ 1006 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 97.70 ટકા છે. અત્યાર સુધીમાં 2,08,21,654 વ્યક્તિઓને કોરોના વેક્સીન (CoronaVaccine)આપવામાં આવી છે. આજે કુલ 2,63,630 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં 48, સુરત કોર્પોરેશનમાં 48, વડોદરા કોર્પોરેશનમાં 29, સુરત 23, રાજકોટ કોર્પોરેશન 22, વડોદરા 21, પોરબંદર 13, ગીર સોમનાથ 12, ખેડા 12, અમરેલી 10, ભરુચ 10, બનાસકાંઠા 9, જૂનાગઢમાં 9, નવસારી 9, વલસાડ 8, ગાંધીનગર કોર્પોરેશન 7, જામનગર કોર્પોરેશન 6, કચ્છ 6, પંચમહાલ 6, સાબરકાંઠા 6, આણંદ 5, દેવભૂમિ દ્વારકા 5 કેસ નોંધાયા છે.
ક્યાં કેટલા મોત થયા ?
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કારણે 4 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરત 1, જૂનાગઢ 1 દર્દીનું મોત થયું છે.
રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં 2,63,630 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં કોવિડથી સાજા થવાના દરમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સાજા થવાનો દર 97.70 ટકા પર પહોંચી ગયો છે. રાજ્યમાં આજે 1006 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.