Amit Shah Kutch Visit: 140ની સ્પીડ વાવઝોડું આવ્યું પરંતુ એકપણ મોત ન થયું: અમિત શાહ
Amit Shah Kutch Visit: બિપરજોય વાવાઝોડાથી કચ્છમાં સૌથી વધુ અસર થઈ છે. કચ્છમાં થયેલા નુકશાનની સ્થિતિની સમિક્ષા કરવા આજે કેન્દ્રીય અમિત શાહ ગુજરાત આવી પહોંચ્યા હતા. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કચ્છમાં પહોંચ્યા બાદ લોકો સાથે વાતચીત કરી હતી ત્યાર બાદ પ્રેસ કોન્ફરન્સ કરી હતી.
Amit Shah Kutch Visit: બિપરજોય વાવાઝોડાથી કચ્છમાં સૌથી વધુ અસર થઈ છે. કચ્છમાં થયેલા નુકશાનની સ્થિતિની સમિક્ષા કરવા આજે કેન્દ્રીય અમિત શાહ ગુજરાત આવી પહોંચ્યા હતા. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કચ્છમાં પહોંચ્યા બાદ લોકો સાથે વાતચીત કરી હતી ત્યાર બાદ પ્રેસ કોન્ફરન્સ કરી હતી.
"Not a single life lost": Amit Shah says Gujarat faced cyclone 'Biparjoy' with minimum loss
— ANI Digital (@ani_digital) June 17, 2023
Read @ANI Story | https://t.co/cECtgkMrWi#AmitShah #Gujarat #CycloneBiporjoy #BiparjoyCyclone #Bhuj pic.twitter.com/PQpzyiOkp8
ગૃહમંત્રીએ કહ્યું કે,આજે અમે વાવાઝોડુ જ્યાં લેન્ફોલડ થયું હતું તે જગ્યાએ લોકોની મુલાકાત કરી છે. આરોગ્ય કેન્દ્રની પણ મુલાકાત કરી હતી. ખેડૂતોની પણ મુલાકાત કરી હતી. વાવાઝોડાના સમચાર આવતા જ ગણી બધી આંશકા હતી. પ્રધાનમંત્રી થી લઈને મુખ્યમંત્રી સાથે વહીવટી તંત્રના સહયોગથી કોઈ નુકશાન નહિ થયું. આ વાવાઝોડામાં પ્રધાનમંત્રી દ્વારા એક રિવ્યૂ રાખવામાં આવ્યું હતું તેમા તમામ લોકો રિવ્યૂમાં હાજર રહ્યા અને કેન્દ્રીય મંત્રી, સચિવ પણ આ વાવાઝોડા બાબતે રવ્યું થયું.
વાવાઝોડા માટે સમાજ લોકોએ પણ સાથ સહકાર આપ્યો. ૧૪૦ ની સ્પીડમાં વાવાઝોડુ આવ્યું પંરતુ બીજા દિવસેએ ખબર પણ આવી એક પણ મોત નથી થયું. મુખ્યમંત્રી અને વહીવટી તંત્રનો અને સમાજના લોકોનો આભાર માનું છું. ભારત સરકારની તમામ એજેંસિયાઓ અને ગુજરાત સરકારની તમામ ફોર્સ દ્વારા વાવાઝોડા સામે લડવા માટે તૈયાર રહ્યા. તમામ જિલ્લાના પ્રભારી સચિવ સાથે તમામ વિભાગોમાં NDM ની વાવાઝોડાની ગાઇડલીન જમીન પર ઉતર્યો.
૨૩૪ પશુઓના મોતની વાત સામે આવી છે જ્યારે માનવ મોત એક પણ નથી થયું. વડાપ્રધાન દ્વારા આ વાવાઝોડા ઉપર એક વાગ્યા સુધી નજર રાખી હતી. તમામ બાબતોના અપડેટ લેતા રહ્યા હતા. વાવાઝોડા દરમિયાન ૩૪૦૦ ગામોમાં વીજળી રોકવામાં આવી હતી. 1600 ગામોમાં વીજળી ચાલુ થઈ ગઈ છે. કુલ ૧ લાખ ૮ હજાર ૨૦૮ લોકોને એક સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવ્યા હતા. ૭૩ હજાર પશુઓને પણ સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. વાવાઝોડાના કારણે વૃક્ષોને નુકશાની થઈ છે.
૪૩૧૭ હોડિંગસ ઉતારવામાં આવ્યા હતા. ૨૧૫૮૫ બોટ પણ ખડેવામાં આવ્યા હતા. ૧ લાખ કરતાં વધારે માછીમારોને પણ કિનારે ખસેડવામાં આવ્યા હતા. આર્મી,નેવી,એરફોર્સ,કોસ્ટ ગાર્ડ, SRP, પોલીસ બધાએ NDRF સાથે કામ કર્યુ હતું. જ્યાં હોસ્પિટલમાં વીજળી નથી ત્યાં પણ DJ સેટ લગાવામાં આવ્યા છે. વીજળી ચાલું કરવામાં માટે ૧૧૮૩ ટીમો કામ કરી રહી છે. વાવાઝોડામાં રાજ્ય અને કેન્દ્ર સરકારે સાથે મળીને કામ કર્યું.