શોધખોળ કરો

સ્વામીનારાયણ સંપ્રદાયના આ દિગ્ગજ સ્વામીને છ જિલ્લામાંથી તડીપાર કરવા અપાઈ નોટિસ, જાણો શું છે કારણ ?

સ્વામી સામે 2007 અને 2018માં થયેલા આઈપીસીની કલમ 307 સહિત જાહેરનામા ભંગના ગુનાઓને ધ્યાને લઈ 6 જિલ્લા માંથી તડીપાર કરવા માટેની નોટિસ અપાઈ છે.

બોટાદઃ સ્વામીનારાયણ સંપ્રદાયના ગઢડા ગોપીનાથજી મંદિર (Gopinathji temple gadhada) ના આચાર્ય પક્ષના પૂર્વ કોઠારી સ્વામી ઘનશ્યામ વલ્લભદાસજી (Swami Ghanshyam Vallabhdasji) ને નાયબ કલેકટર દ્વારા તડીપારની નોટિસ અપાતાં ખળભળાટ મચ્યો છે. આચાર્ય પક્ષના પૂર્વ ચેરમેન એસ.પી. સ્વામીને પણ આ પહેલાં તડીપાર કરવા નોટિસ મળી હતી. હવે આચાર્ય પક્ષના બીજા સ્વામી એવા ભૂતપૂર્વ કોઠારીને પણ નાયબ કલેકટર દ્વારા તડીપારની નોટિસ અપાઈ છે.

નાયબ કલેક્ટર દ્વારા ગોપીનાથજી મંદિ ર(Gopinathji temple)ના આચાર્ય પક્ષના પૂર્વ શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ વલ્લભદાસજી (Swami Ghanshyam Vallabhdasji)ને બે વર્ષ માટે તડીપાર કરવા નોટિસ અપાઈ છે. સ્વામી ઘનશ્યામ વલ્લભદાસજી સામે અગાઉ 2007 અને 2018માં થયેલા આઈપીસીની કલમ 307 સહિત જાહેરનામા ભંગના ગુનાઓને ધ્યાને લઈ 6 જિલ્લા માંથી તડીપાર કરવા માટેની નોટિસ અપાઈ છે. સ્વામી ઘનશ્યામ વલ્લભદાસજીને બોટાદ ,ભાવનગર,સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ, અમદાવાદ જિલ્લામાંથી કેમ તડીપાર ના કરવા તેવો નોટિસમાં ઉલ્લેખ કરાયો છે. આ અંગે સ્વામી ઘનશ્યામ વલ્લભદાસજીએ કહ્યું કે, અગાઉ ખોટા ગુન્હા દાખલ થયેલા છે તેની આડમાં 6 જિલ્લામાંથી તડીપાર કરવાની નોટિસ આપેલ છે.

આ પહેલાં નાયબ કલેક્ટરે ગઢડા સ્વામિનારાયણ મંદિરના એસ.પી.સ્વામી (S.P. Swami)ને તડીપારની નોટિસ આપી હતી. એસ.પી સ્વામીને એક સાથે 6 જિલ્લામાંથી તડીપારની નોટીસ આપવામાં આવી હતી. એસ.પી સ્વામીને બોટાદ, ભાવનગર, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર અને અમદાવાદ આ 6 જિલ્લામાંથી તડીપારની નોટિસ જાહેર કરાઈ હતી.  નાયબ કલેક્ટરે એસ.પી સ્વામી પાસે આ છ જિલ્લામાંથી તડીપાર કેમ ન કરવા જોઈએ એ અંગે જવાબ પણ માગ્યો હતો.

એસ.પી સ્વામીના તડીપાર મુદ્દે નૌતમ સ્વામીએ કટાક્ષ કર્યો હતો.  સત્સંગ મહાસભાના પ્રમુખ નૌતમ સ્વામીએ કહ્યું હતું કે, એસ.પી.સ્વામીએ હવે સત્સંગ, ભજન કરવાની જરૂર છે. એસ.પી.સ્વામીના ગુનાહિત ઇતિહાસ પર નૌતમ સ્વામીએ કટાક્ષ કર્યો હતો ને કહ્યું હતું કે એસ.પી.સ્વામીએ અનેક ગુનાઓ કર્યા હોવાથી હવે થોડું ધ્યાન ભક્તિ પર પણ આપે.  નૌતમ સ્વામીએ કહ્યું હતું કે, કોઈ  સાધુને તડીપાર કરવાની ઘટના લગભગ પહેલી હશે. ચૂંટણી હાર્યા બાદ એસ.પી.સ્વામીને વિનમ્ર થવાની જરૂર હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વેને ભારતે આપ્યો 235 રનનો ટાર્ગેટ, અભિષેક અને ગાયકવાડની તોફાની બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વેને ભારતે આપ્યો 235 રનનો ટાર્ગેટ, અભિષેક અને ગાયકવાડની તોફાની બેટિંગ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Embed widget