Gujarat Unseasonal Rains Live: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ વરસ્યો, માવઠાથી કપાસ-ડાંગરના ખેડૂતો થયાં બરબાદ
Gujarat Unseasonal Rain: ગુજરાતમાં નવુ વર્ષ શરૂ થઇ ચૂક્યું છે. પરંતુ અત્યારે રાજ્યમાં કારતક મહિનામાં અષાઢી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્રથી લઇને દક્ષિણ ગુજરાતમાં જોરદાર વરસાદ ખાબકી રહ્યો છે
LIVE

Background
Gujarat Unseasonal Rain: ગુજરાતમાં નવુ વર્ષ શરૂ થઇ ચૂક્યું છે. પરંતુ અત્યારે રાજ્યમાં કારતક મહિનામાં અષાઢી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્રથી લઇને દક્ષિણ ગુજરાતમાં જોરદાર વરસાદ ખાબકી રહ્યો છે. હાલમાં અરબી સમુદ્રમાં લૉ પ્રેસર ડિપ્રેશન સિસ્ટમ સર્જાઇ છે, જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં માવઠુ થઇ રહ્યું છે, અચાનક પડેલા આ કમોસમી વરસાદથી ખેડૂતો પાયમાલ થયા છે, કપાસ, ડાંગર અને શાકભાજી સહિતના પાકોને મોટુ નુકસાન પહોંચ્યુ છે. ગુજરાતમાં શનિવાર સવારના 6 વાગ્યાથી રવિવાર સવારના 6 વાગ્યા સુધીના વિતેલા 24 કલાકમાં, 71 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે.
અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય
અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થવાના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. જાફરાબાદના દરિયામાં ૩ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે, જે સૂચવે છે કે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. જાફરાબાદ અને પીપાવાવ પોર્ટના દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.
ખેડૂતોનો પાક બગડતા ચિંતા વધી
કમોસમી વરસાદને કારણે ઉભો પાક, ખાસ કરીને મગફળીના પાકને મોટા પાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોએ માંડ માંડ તૈયાર કરેલો પાક બગડવાની આશંકાથી તેઓ ચિંતાતુર બન્યા છે. બીજી તરફ, અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થવાના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે.





















