શોધખોળ કરો

Heart Attack: પાટણ જિલ્લામાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત, બે મહિનામાં 15 લોકોએ ગુમાવ્યા જીવ

Patan News: પાટણના હારીજ ખાતે રાધા કૃષ્ણ ચાલીમાં રહેતા પન્નાલાલ ઠક્કર નામના વ્યક્તિને છાતીમાં દુખાવો ઉપડતાં સારવાર મળે તે પહેલાં જ મોત થયું હતું.

Heart Attack: રાજ્યમાં છેલ્લા થોડા સમયથી હાર્ટએટેકથી મોતના કિસ્સામાં વધારો થયો છે. આ દરમિયાન પાટણ જિલ્લામાં હાર્ટએટેકથી વધુ એકનું મોત થયું છે. પાટણના હારીજ ખાતે રાધા કૃષ્ણ ચાલીમાં રહેતા પન્નાલાલ ઠક્કર નામના વ્યક્તિને છાતીમાં દુખાવો ઉપડતાં સારવાર મળે તે પહેલાં જ મોત થયું હતું. રાત્રે 1.30 કલાકે તેમના નિધનથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. પાટણ જિલ્લામાં છેલ્લા બે મહિનામાં 15થી વધુ લોકોએ હાર્ટ એટેકથી જીવ ગુમાવ્યા છે.

સુરતમાં 50 વર્ષીય મહિલાનું હાર્ટ એટકેથી મોત

સુરતમાં પણ હાર્ટએટેકથી મોતનો સિલસિલો અટકી રહ્યો નથી. વહેલી સવારે 50 વર્ષીય મહિલાએ યોગા કર્યા બાદ છાતીમાં દુખાવો થયો હતો. જેથી તેમને ઓટોરીક્ષામાં તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. ડોક્ટરે હાર્ટ એટકેથી મોત થવાની આશંકા વ્યક્ત કરી છે.

અસહ્ય ગરમી આ કારણે બને છે હાર્ટ અટેકનું કારણ

નબળા હૃદયવાળા લોકો શરીરને ઠંડુ રાખવા માટે પૂરતું લોહી પંપ કરી શકતા નથી. તેથી જ તેઓ બ્લડ પ્રેશરને સામાન્ય રાખી શકતા નથી. જેના કારણે તેમના શરીરનું તાપમાન હાનિકારક સ્તરે વધી શકે છે.

માનવ શરીર સામાન્ય રીતે 98.6°F એટલે કે 37°C તાપમાન જાળવી રાખે છે. જ્યારે તાપમાનમાં થોડો વધારો થાય છે, ત્યારે શરીર પરસેવો ઉત્પન્ન કરીને અને રક્તવાહિનીઓને ફેલાવીને પોતાને ઠંડુ કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ જ્યારે એવું થતું નથી અને રક્તવાહિનીની સાઈઝમાં વધારો થવાને કારણે હૃદયના ધબકારા ઝડપી બને છે અને બ્લડપ્રેશર ઘટી જાય છે ત્યારે હૃદયરોગના દર્દીઓ માટે સમસ્યા ઊભી થઈ શકે છે.

નબળા હૃદયવાળા લોકો શરીરને ઠંડુ રાખવા માટે પૂરતું લોહી પંપ કરી શકતા નથી. તેથી જ તેઓ બ્લડ પ્રેશરને સામાન્ય રાખી શકતા નથી. જેના કારણે તેમના શરીરનું તાપમાન હાનિકારક સ્તરે વધી શકે છે. કાર્ડિયોલોજિસ્ટ્સનું કહેવું છે કે વધતી ગરમીને કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં હૃદય સંબંધિત રોગો ખાસ કરીને હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે.

શિયાળામાં હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે એવું માનવામાં આવે છે, પરંતુ નિષ્ણાતોના મતે માત્ર કડકડતી ઠંડી જ નહીં પરંતુ પ્રખર ગરમી પણ હાર્ટ એટેકનું જોખમ વધારી શકે છે. એટલા માટે હૃદયના દર્દીઓએ બંને પરિસ્થિતિમાં સાવચેત રહેવું જોઈએ. હિટવેવની સ્થિતિમાં હાર્ટ એટેકની શક્યતાઓ વધી જાય છે. આનું કારણ એ છે કે, શરીરના ચયાપચયને તેનું સામાન્ય તાપમાન 37 °C (98.6 °F) જાળવવા માટે સખત મહેનત કરવી પડે છે, જે હૃદય પર તાણ લાવે છે.

આ લક્ષણોને ન કરો નજર અંદાજ

  • માથામાં દુખાવો થવો
  • વધુ પરસેવો આવવો
  • નાડીનું તેજ ચાલવું
  • ધબકારા વધી જવા
  • ઉલ્ટી થવી
  • નબળાઇ અનુભવવી

કેવી રીતે કરશો બચાવ

ગરમીમાં હાર્ટઅટેકથી બચવા  માટે સખત ગરમીમાં બહાર જવાનું ટાળવું જોઇએ. ગરમીમાં હાર્ડ વર્ક કરવાનું ટાળવું જોઇએ અને શરીરને હાઇડ્રેઇટ રાખવા માટે પાણી પીતા રહેવું જોઇએ. જો ગરમીમાં અસહજ મહેસૂસ થાય કે ઉપરોક્ત કોઇ આવા કોઇ લક્ષણો દેખાય તો ઠંડી જગ્યાએ જતું રહેવું અને આરામ કરવો અને ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Maharashtra:  ભાજપ સાથે ગઠબંધન કરનારા કૉંગ્રેસના તમામ 12 કોર્પોરેટર સસ્પેન્ડ, જાણો શું છે મામલો 
Maharashtra:  ભાજપ સાથે ગઠબંધન કરનારા કૉંગ્રેસના તમામ 12 કોર્પોરેટર સસ્પેન્ડ, જાણો શું છે મામલો 
ગુજરાત પોલીસમાં ફરી બમ્પર ભરતી! વર્ગ-3માં 950 જગ્યા માટે જાહેરાત, કોણ કરી શકશે અરજી ?
ગુજરાત પોલીસમાં ફરી બમ્પર ભરતી! વર્ગ-3માં 950 જગ્યા માટે જાહેરાત, કોણ કરી શકશે અરજી ?
Chhattisgarh:સુકમામાં 26 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 13 માઓવાદીઓ પર હતુ 65 લાખનું ઈનામ
Chhattisgarh:સુકમામાં 26 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 13 માઓવાદીઓ પર હતુ 65 લાખનું ઈનામ
Maharashtra:  મહારાષ્ટ્રમાં BJPએ તમામને ચોંકાવ્યા! કૉંગ્રેસ બાદ હવે ઓવૈસીની પાર્ટી AIMIM સાથે ગઠબંધન 
Maharashtra:  મહારાષ્ટ્રમાં BJPએ તમામને ચોંકાવ્યા! કૉંગ્રેસ બાદ હવે ઓવૈસીની પાર્ટી AIMIM સાથે ગઠબંધન 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાતરથી ખોરાક સુધી નકલીની ભરમાર !
Hun To Bolish : હું તો બોલીશ : સરદારના આશ્રમથી શુભ શરૂઆત
Hun To Bolish : હું તો બોલીશ : બીમારીથી પ્રજા ત્રસ્ત, નેતાઓ મેચમાં મસ્ત!
Mahesh Vasava Allegation On BJP : ભાજપ ભાગલા પાડી રાજ કરવાની વાત કરે છે, મહેશ વસાવાના પ્રહાર
Harsh Sanghavi : હર્ષ સંઘવીએ તાત્કાલિક ફોન કરી કહી દીધું, કાલ સવારથી 2 બસ ચાલું થઈ જવી જોઈએ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra:  ભાજપ સાથે ગઠબંધન કરનારા કૉંગ્રેસના તમામ 12 કોર્પોરેટર સસ્પેન્ડ, જાણો શું છે મામલો 
Maharashtra:  ભાજપ સાથે ગઠબંધન કરનારા કૉંગ્રેસના તમામ 12 કોર્પોરેટર સસ્પેન્ડ, જાણો શું છે મામલો 
ગુજરાત પોલીસમાં ફરી બમ્પર ભરતી! વર્ગ-3માં 950 જગ્યા માટે જાહેરાત, કોણ કરી શકશે અરજી ?
ગુજરાત પોલીસમાં ફરી બમ્પર ભરતી! વર્ગ-3માં 950 જગ્યા માટે જાહેરાત, કોણ કરી શકશે અરજી ?
Chhattisgarh:સુકમામાં 26 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 13 માઓવાદીઓ પર હતુ 65 લાખનું ઈનામ
Chhattisgarh:સુકમામાં 26 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 13 માઓવાદીઓ પર હતુ 65 લાખનું ઈનામ
Maharashtra:  મહારાષ્ટ્રમાં BJPએ તમામને ચોંકાવ્યા! કૉંગ્રેસ બાદ હવે ઓવૈસીની પાર્ટી AIMIM સાથે ગઠબંધન 
Maharashtra:  મહારાષ્ટ્રમાં BJPએ તમામને ચોંકાવ્યા! કૉંગ્રેસ બાદ હવે ઓવૈસીની પાર્ટી AIMIM સાથે ગઠબંધન 
લાખો કર્મચારીઓ માટે સારા સમાચાર! EPF માટે પગાર લિમિટ થશે નક્કી, જાણો લેટેસ્ટ અપડેટ 
લાખો કર્મચારીઓ માટે સારા સમાચાર! EPF માટે પગાર લિમિટ થશે નક્કી, જાણો લેટેસ્ટ અપડેટ 
Supreme Court: 'કાલે કોઈ સોસાયટીમાં ભેંસ લાવશે, તો શું કરશો', રખડતા કૂતરા મુદ્દે સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
Supreme Court: 'કાલે કોઈ સોસાયટીમાં ભેંસ લાવશે, તો શું કરશો', રખડતા કૂતરા મુદ્દે સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
યુદ્ધની તૈયારી? ટ્રમ્પે વેનેઝુએલા પર કર્યો હુમલો તો હવે રશિયાએ દરિયામાં ઉતારી નૌસેના!
યુદ્ધની તૈયારી? ટ્રમ્પે વેનેઝુએલા પર કર્યો હુમલો તો હવે રશિયાએ દરિયામાં ઉતારી નૌસેના!
Gujarat Cold: ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન વિભાગે કરી મોટી આગાહી
Gujarat Cold: ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન વિભાગે કરી મોટી આગાહી
Embed widget