શોધખોળ કરો

Heart Attack: પાટણ જિલ્લામાં હાર્ટએટેકથી વધુ એક યુવાનનું મોત, GEBમાં હતો ઈલેક્ટ્રિક આસિસ્ટન્ટ

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી યુવાનોમાં હાર્ટએટેકની ઘટનામાં ચોંકાવનારો વધારો થયો છે. આ દરમિયાન પાટણ જિલ્લામાં હાર્ટએટેકથી વધુ એક યુવાનનું મોત થયું છે.

Patan News: ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી યુવાનોમાં હાર્ટએટેકની ઘટનામાં ચોંકાવનારો વધારો થયો છે. આ દરમિયાન પાટણ જિલ્લામાં હાર્ટએટેકથી વધુ એક યુવાનનું મોત થયું છે. વારાહીમાં રહેતા પ્રજાપતિ જયેશ નામના યુવાનનું હાર્ટએટેકથી મોત થયું છે. વારાહીમાં GEBમાં ફરજ બજાવતા યુવાનનું ચાલુ ફરજ દરમિયાન મોત થયું હતું. GEBમાં મૃતક યુવાન ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતો હતો. અચાનક યુવાનના મોતને લઈ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

થોડા દિવસ પહેલા હારીજમાં થયું હતું મોત

થોડા દિવસ પહેલા પાટણના હારીજ ખાતે રાધા કૃષ્ણ ચાલીમાં રહેતા પન્નાલાલ ઠક્કર નામના વ્યક્તિને છાતીમાં દુખાવો ઉપડતાં સારવાર મળે તે પહેલાં જ મોત થયું હતું. રાત્રે 1.30 કલાકે તેમના નિધનથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. પાટણ જિલ્લામાં છેલ્લા બે મહિનામાં 15થી વધુ લોકોએ હાર્ટ એટેકથી જીવ ગુમાવ્યા છે.

અસહ્ય ગરમી આ કારણે બને છે હાર્ટ અટેકનું કારણ

નબળા હૃદયવાળા લોકો શરીરને ઠંડુ રાખવા માટે પૂરતું લોહી પંપ કરી શકતા નથી. તેથી જ તેઓ બ્લડ પ્રેશરને સામાન્ય રાખી શકતા નથી. જેના કારણે તેમના શરીરનું તાપમાન હાનિકારક સ્તરે વધી શકે છે.

માનવ શરીર સામાન્ય રીતે 98.6°F એટલે કે 37°C તાપમાન જાળવી રાખે છે. જ્યારે તાપમાનમાં થોડો વધારો થાય છે, ત્યારે શરીર પરસેવો ઉત્પન્ન કરીને અને રક્તવાહિનીઓને ફેલાવીને પોતાને ઠંડુ કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ જ્યારે એવું થતું નથી અને રક્તવાહિનીની સાઈઝમાં વધારો થવાને કારણે હૃદયના ધબકારા ઝડપી બને છે અને બ્લડપ્રેશર ઘટી જાય છે ત્યારે હૃદયરોગના દર્દીઓ માટે સમસ્યા ઊભી થઈ શકે છે.

લોહી પંપ કરવામાં અસમર્થ

નબળા હૃદયવાળા લોકો શરીરને ઠંડુ રાખવા માટે પૂરતું લોહી પંપ કરી શકતા નથી. તેથી જ તેઓ બ્લડ પ્રેશરને સામાન્ય રાખી શકતા નથી. જેના કારણે તેમના શરીરનું તાપમાન હાનિકારક સ્તરે વધી શકે છે. કાર્ડિયોલોજિસ્ટ્સનું કહેવું છે કે વધતી ગરમીને કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં હૃદય સંબંધિત રોગો ખાસ કરીને હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે.

શિયાળામાં હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે એવું માનવામાં આવે છે, પરંતુ નિષ્ણાતોના મતે માત્ર કડકડતી ઠંડી જ નહીં પરંતુ પ્રખર ગરમી પણ હાર્ટ એટેકનું જોખમ વધારી શકે છે. એટલા માટે હૃદયના દર્દીઓએ બંને પરિસ્થિતિમાં સાવચેત રહેવું જોઈએ. હિટવેવની સ્થિતિમાં હાર્ટ એટેકની શક્યતાઓ વધી જાય છે. આનું કારણ એ છે કે, શરીરના ચયાપચયને તેનું સામાન્ય તાપમાન 37 °C (98.6 °F) જાળવવા માટે સખત મહેનત કરવી પડે છે, જે હૃદય પર તાણ લાવે છે.

આ લક્ષણોને ન કરો નજર અંદાજ

  • માથામાં દુખાવો થવો
  • વધુ પરસેવો આવવો
  • નાડીનું તેજ ચાલવું
  • ધબકારા વધી જવા
  • ઉલ્ટી થવી
  • નબળાઇ અનુભવવી

કેવી રીતે કરશો બચાવ

ગરમીમાં હાર્ટઅટેકથી બચવા  માટે સખત ગરમીમાં બહાર જવાનું ટાળવું જોઇએ. ગરમીમાં હાર્ડ વર્ક કરવાનું ટાળવું જોઇએ અને શરીરને હાઇડ્રેઇટ રાખવા માટે પાણી પીતા રહેવું જોઇએ. જો ગરમીમાં અસહજ મહેસૂસ થાય કે ઉપરોક્ત કોઇ આવા કોઇ લક્ષણો દેખાય તો ઠંડી જગ્યાએ જતું રહેવું અને આરામ કરવો અને ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
Embed widget