શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતના આ શહેરમાં એક સપ્તાહ સુધી સ્વયંભુ લોકડાઉન, વેપારીઓનો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો
વાસણ, કાપડ મહાજન, સોની, નોવેલ્ટી, ઓટો પાર્ટ્સ, સીડ્સ અને બુટ-ચંપલ એસોસીએસનની સ્વૈચ્છિક બેઠક યોજાઈ હતી.
ઈડરઃ સાબરકાંઠાના ઈડરમાં સ્વયંભૂ બંધ પાળવાના નિર્ણયને વેપારીઓનો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. બંદ દરમિયાન ક્યાંક દુકાનો બંધ દેખાઈ તો કેટલીક જગ્યાએ દુકાાનો ખુલ્લી જોવા મળી હતી. નોંધનીય છે કે, ઈડરમાં કોરોનાનું સંક્રમણ વધતા 28 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી સ્વયંભૂ બંધ રાખવા વેપારીઓએ નિર્ણય કર્યો હતો.
આ પહેલા વેપારી એસોસિએશનની બેઠકમાં બજાર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વાસણ, કાપડ મહાજન, સોની, નોવેલ્ટી, ઓટો પાર્ટ્સ, સીડ્સ અને બુટ-ચંપલ એસોસીએસનની સ્વૈચ્છિક બેઠક યોજાઈ હતી. જેમાં વેપારીઓએ વેપારીઓએ સોમવારથી શનિવાર સુધી બજાર બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો.
નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 1402 કોરોના કેસ નોંધાયા હતા. વધુ 12 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3431 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 16,716 એક્ટિવ કેસ છે, જ્યારે 1,14,476 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 91 દર્દી વેન્ટીલેટર પર છે અને 16,625 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,34,623 પર પહોંચી છે.
રાજ્યમાં આજે કુલ 1336 દર્દી સાજા થયા હતા અને 61,316 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 42,93,724 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 85.03 ટકા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સુરત
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion