(Source: ECI/ABP News/ABP Majha)
વલસાડમાં ટ્યુશન ક્લાસિસ બંધ કરવાના આદેશ, જાણો કેટલા વિદ્યાર્થી કોરોનાની ઝપેટમાં આવ્યા
ગઈકાલે રાજ્યમાં 581 નવા કેસ નોંધાયા હતા જ્યારે 453 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. ગઈકાલે કોરોના સંક્રમણથી રાજ્યમાં અમદાવાદ કોર્પોરેશનમાં 1 અને વડોદરા કોર્પોરેશનમાં 1 મૃત્યુ થયું હતું. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4418 લોકોના કોરોનાથી મોત થયા છે.
વલસાડમાં ટ્યૂશન ક્લાસિસમાં જતા 2 વિદ્યાર્થીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. વડોદરાથી આવેલા સંબંધીના સંપર્કમાં આવતા એક વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયો હતો. ત્યાર બાદ ટ્યૂશનમાં જતા અન્ય એક વિદ્યાર્થી પણ સંક્રમિત થયો હતો.
2 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા ટ્યૂશન ક્લાસિસ બંધ કરવા આદેશ આપ્યો છે. સાથે જ વિદ્યાર્થીઓના સંપર્કમાં આવનાર 41 વિદ્યાર્થીઓના આરોગ્યની પણ તપાસ શરૂ કરાઈ છે. 41 જેટલા વિદ્યાર્થીઓની સાથે તેમના પરિવારના આરોગ્યની પણ તપાસ કરાશે.
નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 581 નવા કેસ નોંધાયા હતા જ્યારે 453 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. ગઈકાલે કોરોના સંક્રમણથી રાજ્યમાં અમદાવાદ કોર્પોરેશનમાં 1 અને વડોદરા કોર્પોરેશનમાં 1 મૃત્યુ થયું હતું. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4418 લોકોના કોરોનાથી મોત થયા છે.
રાજ્યમાં અત્યાર સુધી 266766 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.17 ટકા પર પહોંચ્યો છે. હાલ 3338 એક્ટિવ કેસ છે, જેમાંથી 43 લોકો વેન્ટિલેટર પર અને 3295 લોકો સ્ટેબલ છે.
ગઈકાલે સુરત કોર્પોરેશનમાં 127, અમદાવાદ કોર્પોરેશનમાં 123, વડોદરા કોર્પોરેશનમાં 81, રાજકોટ કોર્પોરેશન 48, સુરત 20, ભરૂચ 18, મહેસાણા 17, ખેડા 14, વડોદાર 12, આણંદ 10, રાજકોટ 10, કચ્છ 9, જામનગર કોર્પોરેશન અને સાબરકાંઠામાં 7-7 કેસ નોંધાયા હતા.
વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 16,53,705 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 3,85,709 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આજે રાજ્યમાં કુલ 1,30,426 લોકોને રસી આપવામાં આવી છે.