શોધખોળ કરો
Advertisement
ગોધરામાંથી પાકિસ્તાનની ISIનો જાસૂસ ઝડપાયો, જાણો દેશ સાથે ગદ્દારી કરીને શું કામ કરતો હતો ?
ગિતેલીનું કનેક્શન દેશભરમાં ચકચાર જગાવનારા વિશાખાપટ્ટનમ જાસૂસીકાંડમાં નિકળતાં ગઈકાલે NIAની ટીમે ગોધરા આવીને ઈમરાન ગિતેલીને ઝડપી લીધો હતો.
ગોધરાઃ નેશનલ ઈન્વેસ્ટિગેટિવ એજન્સી (NIA)ની ટીમે ગોધરાના પોલન બજાર વિસ્તારમાં રહેતા પાકિસ્તાનની જાસસી સંસ્થા આઈએસઆઈના એજન્ટ 37 વર્ષીય રિક્ષાચાલક ઈમરાન ગિતેલીની ધરપકડ કરતાં ખળભળાટ મચી ગયો છે. ચાર સંતાનોનો પિતા ઈમરાન ગિતેલી રિક્ષા ચલાવવા સાથે પાકિસ્તાનથી લેડિઝ ડ્રેસ મટિરિયલ મંગાવીને રી તેના વેચાણનો ધંધો પણ કરતો હતો.
ગિતેલીનું કનેક્શન દેશભરમાં ચકચાર જગાવનારા વિશાખાપટ્ટનમ જાસૂસીકાંડમાં નિકળતાં ગઈકાલે NIAની ટીમે ગોધરા આવીને ઈમરાન ગિતેલીને ઝડપી લીધો હતો. ભારતીય નૌકાદળના મુંબઈ, કર્ણાટક અને વિશાખાપટ્ટનમના બેઝ કેમ્પની સંવેદનશીલ માહિતી, વોરશિપની માહિતી, સબમરિનના લોકેશન જેવી મહત્વની જાણકારી પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIને પહોંચાડવાના જાસૂસી નેટવર્કનો પર્દાફાશ થતાં દેશભરમાં ખળભળાટ મચી ગયો હતો.
એનઆઈએની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે,પાકિસ્તાનના જાસૂસો ભારતીય નૌકાદળની ગુપ્ત માહિતી ISIને પહોંચાડતા હતા. આ કામ કરનારા જાસૂસોને ગોધરાનો ઈમરાન ગિતેલી નાણાની ચૂકવણી કરતો હતો. ઈમરાન ગિતેલી પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISIનો એજન્ટ હતો અને ભૂતકાળમાં પાંચથી વધુ વખત પાકિસ્તાન ગયો છે. સેન્ટ્રલ સુરક્ષા એજન્સી NIA દ્વારા હાલમાં ઈમરાનની ઘનિષ્ઠ પૂછપરછ થઈ રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement