શોધખોળ કરો
પાલનપુરઃ પ્રેમિકા સાથે યુવક શરીર સુખ માણી રહ્યો હતો ને પ્રેમિકાના પરિવારે ઝડપી લીધો, જાણો પછી શું થયું ?
પ્રેમિકાના પરિવારજનોએ યુવકને બંધ મકાનમાં પુરી તેને નગ્ન કરી વીડિયો બનાવ્યો હતો અને બળજબરીથી મૂત્ર પીવડાવ્યું હતું.
બનાસકાંઠાઃ વાવ તાલુકાના એક ગામે એક યુવકને નગ્ન કરી માર મારતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જોકે આ પ્રેમી યુવકે થોડા દિવસ અગાઉ પોતાની પ્રેમિકાનો નગ્ન વીડિયો તેની પાસેથી મંગાવી અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જે વીડિયો મામલે તેના પરિવારજનોએ યુવકને બંધ મકાનમાં પુરી તેને નગ્ન કરી વીડિયો બનાવ્યો હતો અને બળજબરીથી મૂત્ર પીવડાવ્યું હતું.
વાવ તાલુકાના એક ગામના એક યુવતીનો નગ્ન વીડિયો થોડા દિવસ અગાઉ વાયરલ થયો હતો. યુવતીનો વિડીયો તેના પરિવારજનો સુધી પહોંચતાં પરિવારજનોમાં આક્રોશ હતો. જે આક્રોશના પગલે યુવકને પકડી મકાનમાં બંધ કર્યો હતો. જે બાદ યુવતીના પરિવારજનોએ આ યુવકને નગ્ન કરી માર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે, છોકરીના પરિવારજનોએ યુવક સાથે મારપીટ કરી ગાળો બોલી પૈસાની માંગણી કરી હતી.યુવકને વીડિયો વાયરલ કરતા યુવતીની જિંદગી તો બર્બાદ થઈ છે જે સાથે યુવતીના પરિવારે યુવકને પાઠ ભણાવવા જે રસ્તો અપનાવ્યો છે તે પણ કાયદાકીય રીતે યોગ્ય નથી. યુવક સાથે ખૂબ જ ક્રૂરતાપૂર્વક વર્તન કરતો આ વીડિયો સોશિયલ મીડિયામાં અત્યારે વાયરલ બન્યો છે. જો કે આ મામલે અત્યાર સુધી કોઈ પોલીસ ફરિયાદ થઇ નથી. પરંતુ સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થતા મામલો ચર્ચાસ્પદ બન્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
દુનિયા
Advertisement