શોધખોળ કરો
Advertisement
માવાના બંધાણીઓ માટે સારાં સમાચાર? ગુજરાતમાં ક્યારથી ખુલશે પાન-માવાની દૂકાનો? જાણો
કેન્દ્ર સરકારે દેશમાં 31 મે સુધી લોકડાઉન લંબાવી દીધું છે. ત્યાર બાદ ગુજરાત સીએમ વિજય રૂપાણીની અધ્યક્ષતામાં હાઈ પાવર કમિટીની બેઠક મળી હતી. આ બેઠક મહત્વના નિયમ નક્કી કરવામાં આવ્યા હતા
અમદાવાદ: કેન્દ્ર સરકારે દેશમાં 31 મે સુધી લોકડાઉન લંબાવી દીધું છે. ત્યાર બાદ ગુજરાત સીએમ વિજય રૂપાણીની અધ્યક્ષતામાં હાઈ પાવર કમિટીની બેઠક મળી હતી. આ બેઠક મહત્વના નિયમ નક્કી કરવામાં આવ્યા હતા. બેઠક બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં નવી ગાઈડલાઇનનું પાલન મંગળવારથી કરવામાં આવશે. જોકે છૂટછાટના નિયમો અંગે આજે જાહેરાત કરવામાં આવશે. જોકે માવા બંધાણીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે, મંગળવારથી ગુજરાતમાં પાન-માવાની દુકાનો ખોલવામાં આવશે.
કેન્દ્ર સરકારે નવી ગાઈડ લાઈન જાહેર કરી ત્યાર બાદ ગુજરાત સરકારે હાઈ લેવલ કમિટીની બેઠક બોલાવી હતી જેમાં અનેક નવા નિયમો નક્કી કરવામાં આવ્યા છે. મંગળવારથી ગુજરાતમાં અનેક જગ્યાઓ પર છૂટ અપાશે. ત્યારે રવિવાર સાંજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત મહત્વની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં જાહેરમાં થૂંકવા પર 200 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે.
મહત્વની વાત તો એ છે કે, માવા બંધાણીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. મંગળવારથી ગુજરાતમાં પાન-માવાની દૂકાનો ખોલવાની છૂટ મળી શકે છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જોકે અંતિમ નિર્ણય ગુજરાત સરકાર પર જ છે એટલે આજે જ ખબર પડશે. આજે નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવશે તેમાં કયા વિસ્તારમાં પાન-મસાલાની દૂકાનો ખોલવાની મંજૂરી મળી શકે છે તે નક્કી કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement