શોધખોળ કરો
Advertisement
ગુજરાતના આ જિલ્લામાં દીકરાને દસ હજાર રૂપિયામાં ગિરવે મૂકીને મા-બાપ જતાં રહ્યા, પછી શું થયું ?
મોડાસાના ખંભીસર ગામની સીમમાં 12 વર્ષના બાળકને મા-બાપે 10 હજારમાં ગિરવે મુક્યો હોવાની માહિતી જિલ્લા બાળ સુરક્ષા વિભાગ અને અગમ ફાઉન્ડેશનને મળી હતી.
અરવલ્લીઃ અરવલ્લી જિલ્લામાં મા બાપ પાસે આવકનું કોઇ સાધન ન રહેતાં 12 વર્ષના પુત્રને માત્ર 10 રૂપિયામાં ગિરવે મુકી દીધો હતો. મા બાપે દીકરાને ઘેટા બકરા ચરાવવા માટે ગીરવે મુકી દીધો હતો અને રૂપિયા પરત કરીશું ત્યારે દીકરાને પાછો લઇ જઇશ તેવો વાયદો કર્યો હતો. આ ઘટના જિલ્લા બાળ સુરક્ષા વિભાગના ધ્યાને આવતાં બાળકને રેસ્ક્યૂ કરી ચિલ્ડ્રન હોમમાં મોકલી આપ્યો હતો.
મોડાસાના ખંભીસર ગામની સીમમાં 12 વર્ષના બાળકને મા-બાપે 10 હજારમાં ગિરવે મુક્યો હોવાની માહિતી જિલ્લા બાળ સુરક્ષા વિભાગ અને અગમ ફાઉન્ડેશનને મળી હતી. જે બાદ ગિરવે મુકવામાં આવેલા બાળકને મુક્ત કરાવાયો હતો. બાળકની પૂછપરછમાં તે માલપુર તાલુકાના વાંકાનેડા ગામનો હોવાનું સામે આવ્યું હતું.
આશરે એક મહિના પહેલા બાળકના મા-બાપ 10 રૂપિયામાં ગિરવે મુકી ગયા હતા. ખેતરોમાં ઘેટા બકરા ચરાવતા માલધારીઓ પાસેથી તેના મા-બાપ 10 રૂપિયા લઇ ગયા હતા અને પૈસાની વ્યવસ્થા થશે ત્યારે દીકરાને લઇ જઇશું તેમ વાયદો કર્યો હતો.
અધિકારીના જણાવ્યા મુજબ, બાળકનું સરનામું મળતા જ તેના મા-બાપની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. બાળકને જ્યાં ગિરવે મુકવામાં આવ્યો હતો ત્યાં તેના મા-બાપ પહેલા મજૂરી માટે જતા હતા. બાદમાં અન્ય જગ્યાએ મજૂરી માટે જતાં બાળકને ઘેટા બકરા ચરાવવા ગીરેવે મૂકી દીધો હતો.
રૂપાણી સરકાર 20 હજાર રૂપિયા વિદ્યાર્થીઓના ખાતામાં સીધા કરાવશે જમા, જાણો ક્યા વિદ્યાર્થીઓને મળશે લાભ ?
ડ્રાઈવિંગ લાયસંસ-આર.સી. અંગે રૂપાણી સરકારનો મોટો નિર્ણય, તમારી પાસે વ્હીકલ હોય તો જાણવું જરૂરી
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion