શોધખોળ કરો
રૂપાણી સરકાર 20 હજાર રૂપિયા વિદ્યાર્થીઓના ખાતામાં સીધા કરાવશે જમા, જાણો ક્યા વિદ્યાર્થીઓને મળશે લાભ ?
વર્ગ 1, 2 અને 3 ની સ્પર્ધાત્મક પરીક્ષાઓ, જાહેર સેવા આયોગ ઉપરાંત ગૌણ સેવા પસંદગી, પોલીસ ભરતી, પંચાયત સેવા પસંદગી અને કેન્દ્ર સરકારની બેંકિંગ, રેલવે, આર્મી, સહિતની પરીક્ષાઓ માટે સહાય ચૂકવાશે.

(ફાઈલ તસવીર)
ગાંધીનગરઃ હાલ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. આ દરમિયાન રાજ્ય સરકારે એક મોટો નિર્ણય કર્યો છે. જે મુજબ રાજ્યમાં ઓબીસી વર્ગના જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તેમને તાલીમ સહાય ચૂકવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વર્ગ 1, 2 અને 3 ની સ્પર્ધાત્મક પરીક્ષાઓ, જાહેર સેવા આયોગ ઉપરાંત ગૌણ સેવા પસંદગી, પોલીસ ભરતી, પંચાયત સેવા પસંદગી અને કેન્દ્ર સરકારની બેંકિંગ, રેલવે, આર્મી, સહિતની પરીક્ષાઓ માટે સહાય ચૂકવાશે. વિદ્યાર્થી દીઠ 20 હજાર રૂપિયા અથવા ખરેખર ચૂકવવા થતી ફી પૈકી જે ઓછી હશે તે સીધી જ વિદ્યાર્થીના ખાતામાં જમા થશે. રાજ્યના ઓબીસી વર્ગના સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરતાં વિદ્યાર્થીઓ માટે આ નિર્ણય ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. ડ્રાઈવિંગ લાયસંસ-આર.સી. અંગે રૂપાણી સરકારનો મોટો નિર્ણય, તમારી પાસે વ્હીકલ હોય તો જાણવું જરૂરી Surat: કોરોનાના યુકે સ્ટ્રેઇનનો પગપેસારો, જાણો ક્યા વિસ્તાર કલસ્ટર ઝોન લાગુ કરાયા
Education Loan Information:
Calculate Education Loan EMI
વધુ વાંચો





















