Patan News: એક જ પરિવારના 5 સભ્યોને લાગ્યો વીજ કરંટ,1નું મોત 4ની હાલત ગંભીર
Patan News: પાટણ વિસ્તારમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં રાધનપુરના સુરકા ગામે વીજ કરંટ લાગવાંથી એકનું મોત થયું છે જ્યારે ચાર લોકો ઇજાગ્રસ્ત થયા છે.
Patan News: પાટણ વિસ્તારમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં રાધનપુરના સુરકા ગામે વીજ કરંટ લાગવાંથી એકનું મોત થયું છે જ્યારે ચાર લોકો ઇજાગ્રસ્ત થયા છે. સુરકા ગામે એક જ પરિવારના 5 સભ્યોને વીજ કરંટ લાગતા અરેરાટી મચી ગઈ છે. ઘરમાં બોર્ડની સ્વીચ ચાલુ કરતી વખતે આ ઘટના બની હતી.
વીજ કરંટથી ગામના પૂર્વ સરપંચ વીરચંદજી ઠાકોરનું મોત થયું છે તો પરિવારના અન્ય 4 સભ્યો ઇજાગ્રસ્ત થયા છે. વીજ કરંટથી સુરકા ગામના પૂર્વ સરપંચનું મોત તેમજ પત્ની, પુત્ર વધુ અને પૌત્ર, પુત્રીને ઈજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને રાધનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. મૃતકના મૃતદેહને પીએમ અર્થે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પૂર્વ સરંપચના મોતથી સમગ્ર ગામમાં શોકની લાગણી ફેલાઈ છે.
સચિનમાં વીજ કરંટથી ઈલેક્ટ્રિશિયનનું મોત
ડાયમંડ નગરી સુરતમાં એક કરૂણ ઘટના બની છે. સચિન વિસ્તારમાં ઇલેક્ટ્રિશિયનનું કરંટ લાગતા મોત થયું છે. 30 વર્ષીય વિજય ચિત્તે પ્રરપલ નામની કંપનીમાં 10 વર્ષથી નોકરી કરતો હતો. તે સચિન ખાતે શ્રીકૃષ્ણ સ્ટીલ કંપનીમાં ઇલેક્ટ્રીશન નું કામ કરવા ગયો હતો, કામ દરમિયાન વીજ કરંટ લાગતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. મૃતક વિજય ચિત્તે સચિન ખાતે આવેલા સરસ્વતી આવાસમાં પત્ની, 2 સંતાન સાથે રહેતો હતો. કરંટ લાગતા વિજયનું અચાનક મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થયો હતો. સચિન જીઆઇડીસી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
સુરત શહેરમાં વિવિધ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે. જેથી દર્દીઓ સારવાર માટે સિવિલ, સ્મીમેરમાં તથા ખાનગી હોસ્પિટલ અને દવાખાનામાં લઇ જાય છે. આજે ગુરુવારે વધુ એક બાળકી અને આધેડના મોત સાથે અત્યાર સુધીમાં આ સિઝનમાં રોગચોળામાં કુલ 13 વ્યકિતના મોત થયા હતા. સુરતના જુદાજુદા વિસ્તારમાં ફરી જૂની નોટના બંડલ લે-વેચનું કામ કરતા વૃદ્ધ બે દિવસ અગાઉ દિલ્હીગેટ વિસ્તારમાં મિઠાઈની દુકાનમાં જૂની નોટ આપવા ગયા હતા ત્યારે કોઈ તેમની નજર ચૂકવી રૂ.1.50 લાખની જૂની નોટના બંડલો સાથેની કાપડની બેગની ચોરી ફરાર થઈ ગયું હતું.